હિન્દી ભાષામાં એક કહેવત છે : મહંગા રોવે એક બાર, સસ્તા રોવે બાર બાર! સસ્તી અને સારી ક્વોલિટીની વસ્તુઓ લેવાની ઇચ્છા આપણી સૌની હોય છે. પણ આપણે એ ભૂલી જઈએ છીએ કે, જે ચીજ સસ્તી હોય એમાં ગુણવત્તા સાથે બાંધછોડ હોવાની જ! જ્વલ્લે જ સસ્તું અને સારું એકસાથે જોવા મળે છે. મોંઘી અને ઉત્તમ ક્વોલિટી ધરાવતી ચીજવસ્તુ ખરીદતી વખતે એકવાર વધારે પૈસા ખર્ચવા પડે પણ બાદમાં એમાં જોવાપણું રહેતું નથી. જ્યારે સસ્તી વસ્તુઓ વારેવારે ખરીદીને સરવાળે આપણે નુકસાની જ વેઠતા હોઈએ છે.

નાખી દીધા જેવા ભાવમાં મળતા મેમરી કાર્ડ:
શહેરોમાં શનિ-રવિ ભરાતાં બજારોમાં, રેલ્વે સ્ટેશનોની બહાર કે અમુક દુકાનોમાં તમે જોયું હશે કે, SD કાર્ડ(મેમરી કાર્ડ) બહુ સસ્તી કિંમતે મળતાં હોય છે. 16GB, 32GB કે એનાથી વધારે સ્ટોરેજ ધરાવતા આવા SD કાર્ડની કિંમત વાસ્તવિક રીતે વધારે હોય છે પણ આવી જગ્યાઓમાં તે ૧૫૦ કે ૨૦૦ રૂપિયામાં મળી જાય છે!
આટલી સસ્તી કિંમતે વધારે સ્ટોરેજ ધરાવતા આવા મેમરી કાર્ડ જોઈને લોકો તેને લેવા માટે આકર્ષાય છે. લોકોને લાગે છે, કે આટલી ઓછી કિંમતમાં તેમને ખરેખર ફાયદો થઈ રહ્યો છે. પણ હક્કીકત એનાથી જૂદી છે. તેઓ જે નુકસાની વેઠી રહ્યા છે તેની ખબર તો બાદમાં પડે છે.

આ છે સસ્તા SD કાર્ડની હક્કીકત:
સુરતની શનિવારી બજારમાં આવી જ એક ઘટનાનો ભોગ બનેલા એક ભાઈના જણાવ્યા અનુસાર, તેમણે ૨૫૦ રૂપિયામાં 32GBનું મેમરી કાર્ડ ખરીદેલું. ફોનમાં નાખીને ચેક કર્યું તો બધું બરાબર લાગ્યું એટલે તેમણે ફોન મેમરીમાં રહેલી મૂવી અને વીડિઓ મેમરી કાર્ડમાં નાખી દીધા.
સાંજે ઘરે આવીને જોયું તો મેમરી કાર્ડમાં જે ચીજો નાખી હતી તે ગાયબ હતી! આવું શા માટે થયું? ખરેખર આ 32GBના દેખાતા મેમરી કાર્ડનું સ્ટોરેજ 15 MB જેટલું જ હોય છે! આ એક સોફ્ટવેરની કમાલ છે જેનાં લીધે મેમરી કાર્ડનું સ્ટોરેજ આપણને 16GB, 32GB, 64GB કે 120GB દેખાય છે; પણ વાસ્તવમાં એવું હોતું નથી.

૧૫ રૂપિયામાં બનતું કાર્ડ ૨૫૦માં વેંચાય છે:
નકલી મેમરી કાર્ડનો આ પથારો તમને ઘણે ઠેકાણે જોવા મળશે. લગભગ લોકો આનો ભોગ પણ બન્યા હોય છે અને એમાંથી મોટાભાગના સાથે મેમરી કાર્ડ બંધ થઈ જવાની ઘટના ઘટી જ હોય છે. આ કાર્ડમાં જે સોફ્ટવેરનો ખર્ચ તેઓને થાય છે તે લગભગ ૧૫-૨૦ રૂપિયા જેટલો માંડ હોય છે, જેની સામે તેને મળતો નફો ૨૦૦-૨૫૦ રૂપિયા હોય જેટલો હોય છે. લોકોને લાગે છે આ તો ઘણું સસ્તું, પણ સરવાળે એ જ મોંઘું સાબિત થાય છે!
આશા છે, કે એકદમ ઉપયોગી માહિતી ધરાવતો આ આર્ટિકલ મને પસંદ પડ્યો હશે. આપના મિત્રોને પણ લીંક શેર કરજો અને કમેન્ટમાં તમારો પ્રતિભાવ આપવાનું ચૂકશો નહી, ધન્યવાદ!
Author: કૌશલ બારડ: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.