હોટલની અંદર પનીર ખાનારા ચેતજો, ગુજરાતમાં આ જગ્યાએથી પનીરમાં એવું મળ્યું કે હાહાકાર મચી ગયો

ગુજરાતીઓ પનીર ખાતા પહેલા આ વાંચી લેજો…પનીરની એવી કડવી સચ્ચાઈ બહાર આવી કે જોતા જ ઉલ્ટી કરી દેશો

આપણા દેશની અંદર ખાણીપીણીની વસ્તુઓમાં ભેળસેળ કરવાની ઘણી ખબરો અવાર નવાર સામે આવતી હોય છે. ઘણા રેસ્ટોરન્ટમાંથી જીવાત અને વાળ આવવા જેવી ઘટનાઓ પણ સામે આવતી રહે છે, ત્યારે હાલમાં જ નકલી પનીર બનાવવાનું એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. જેમાં આરોગ્ય વિભાગની ટીમે વોચ રાખી આખા કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.

ગુજરાતમાંથી આ નકલી પનીર બનાવવાનું કામ સંઘપ્રદેશ દાદરા નગરહવેલીમાં ઝડપાયું છે. જ્યાં એક મકાનમાં નકલી પનીર બનાવામાં આવી રહ્યું હોવાની માહિતી આરોગ્ય વિભાગની ટીમને માહિતી મળી હતી. જેના કારણે છેલ્લા 2 દિવસથી આરોગ્ય વિભાગની ટીમ પણ વોચમાં હતી અને અંતે તેમણે તે રેડ કરીને આ આરોપીઓને રંગે હાથ નકલી પનીર બનાવતા ઝડપી પાડ્યા હતા.

આરોગ્ય વિભાગ અને પોલીસની સંયુક્ત કાર્યવાહી દરમ્યાન તપાસ ટીમ દ્વારા સ્થળ પરથી 400 કિલોથી વધુ નકલી પનીરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. સાથે જ નકલી પનીર બનાવવાના કૌભાંડના મુખ્ય સૂત્રધાર એવા રામબરન વર્મા નામમાં એક આરોપીની પણ ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે.

આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર નરોલીના એક ઘરમાં પનીર બનતું હોવાની માહિતી બહાર આવી હતી. જે મામલે આરોગ્ય વિભાગે તે મકાનમાં દરોડા કરીને પનીરનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આરોગ્ય વિભાગને એવી પણ માહિતી મળી હતી કે અહીંયા રોજનું 15 હજાર કીલો નકલી પનીર બનતું હતું.

પોલીસે ઝડપાયેલા નકલી પનીરના સેમ્પલ લઇ અને તેને તપાસ માટે મોકલ્યા છે. ટીમ દ્વારા સ્થળ પરથી 400 કિલોથી વધુનો નકલી પનીરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. નકલી પનીર અને મશીનરી સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ આરોગ્ય વિભાગે જપ્ત કર્યો છે.

આ નકલી પનીર બનાવવા માટે કૌભાંડીઓ ઝીરો ફેટનું દૂધ વાપરતા હતા અને ઝીરો ફેટના દૂધમાં તેઓ પામ ઓઇલ અને કપાસિયા તેલ સહિત ઇન્ડસ્ટ્રીયલ કેમિકલનો પણ ઉપયોગ કરતા હતા. સસ્તા ભાવે નકલી પનીર બનાવી કૌભાંડીઓ સંઘપ્રદેશ દાદરાનગર હવેલીની વિવિધ વિસ્તારોમાં આવેલી ડેરીઓમાં સપ્લાય કરતા હતા.

Niraj Patel