આ ભાઈએ અસલી કેળામાંથી બનાવ્યું ખાઈ શકાય એવું નકલી કેળું, કલાકારી જોઈને તમારા પણ હોશ ઉડી જશે… જુઓ વીડિયો

ગજબનો ટેલેન્ટેડ છે આ ભાઈ.. એવી રીતે બનાવી નાખ્યું નકલી કેળું કે અસલી નકલીમાં ફર્ક જ નહિ સમજાય.. જુઓ વીડિયો

ઘણા લોકો હોય છે જેમનામાં ભરપૂર ટેલેન્ટ પડેલો હોય છે અને તેમના આ ટેલેન્ટના દમ પર જ તે દુનિયાભરમાં છવાઈ જતા હોય છે. દરેક વ્યક્તિમાં અલગ અલગ પ્રકારની માસ્ટરી હોય છે. ત્યારે આવા ઘણા ટેલેન્ટેડ લોકોના વીડિયો પણ સોશિયલ મીડિયામાં રોજ વાયરલ પણ થતા હોય છે. હાલ એવો જ એક વીડિયો સામે આવ્યો છે જે નકલી કેળું બનાવાનો છે.

પેસ્ટ્રી શેફ Amaury Guchonએ તાજેતરમાં જ તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેનો વીડિયો પોસ્ટ કર્યો છે. તેણે પેસ્ટ્રી દ્વારા નકલી કેળા કેવી રીતે બનાવી શકાય તે જણાવ્યું છે. જે લોકોને આશ્ચર્યમાં મૂકી દે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે આ કેક બિલકુલ વાસ્તવિક કેળા જેવી લાગે છે. એટલું જ નહીં, બીજી ચોંકાવનારી વાત એ છે કે તેણે આ કેક બનાવવા માટે માત્ર સાચા કેળાનો ઉપયોગ કર્યો છે.

તેણે કેળાને ગ્રાઇન્ડરમાં પીસીને તેમાં કેકનો મસાલો મિક્સ કર્યો અને પછી તેને નકલી કેળાના આકારમાં એવી રીતે રૂપાંતરિત કર્યું કે લોકો જોતા જ રહી ગયા. તે એકદમ વાસ્તવિક કેળા જેવું લાગે છે. તેણે આ વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાની સાથે જ તે જોરદાર વાયરલ થઈ ગયો. લોકોને પણ આશ્ચર્ય થયું કે આ કેવી રીતે શક્ય બની શકે.

 

View this post on Instagram

 

A post shared by Amaury Guichon (@amauryguichon)

હાલમાં લોકો આ વીડિયોને જોરદાર લાઈક અને શેર કરી રહ્યા છે. એક યુઝરે તો એમ પણ લખ્યું કે આ કેક બિલકુલ અસલી કેળા જેવી લાગે છે, જેને જોઈને અસલી અને નકલી કેળા વચ્ચે તફાવત કરવો ખૂબ જ મુશ્કેલ બની રહ્યું છે. આ જ કારણ છે કે વીડિયો યુઝર્સને ચોંકાવી રહ્યો છે.

Niraj Patel