છઠ્ઠા લગ્ન કરતા પહેલા જ ઝડપાઇ ગયો આ ફેકુ બાબા, બાપ રે બાપ… 32 છોકરીઓ સાથે- જાણો વિગત
આજકાલ સમાજની અંદરથી બાબાઓ બનીને છેતરપિંડી કરતા ઘણા લોકો સામે આવી રહ્યા છે. ઘણા બાબાઓ તો એવા પણ જે મહિલાઓ સાથે દુષ્કૃત્ય આચરે છે અને તેને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપે છે, દુનિયા સામે સાધુત્વનો ઢોંગ કરનારા આવા બાબાઓની પોલ જયારે ખુલે છે ત્યારે હોબાળો મચી જાય છે.
આવા જ એક ઢોંગી બાબાનો ખુલાસો હાલ થયો છે. જે મહિલાઓને મા બનાવીને છોડી દેતો હતો. પાંચ પત્નીઓ બાદ છઠ્ઠા લગ્ન કરવાની તૈયારી પણ આ ઢોંગી બાબા કરી રહ્યો હતો. પરંતુ સમય રહેતા જ આખો ભેદ ઉકેલાઈ ગયો હતો અને હાલ છઠ્ઠા લગ્ન કરવાની ઈચ્છા રાખનારા આ બાબાની પોલીસે ધરપકડ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આ બાબા કાનપુરના છે. જેનું નામ અનુજ કુમાર કઠેરિયા ઉર્ફે ચેતન બાબા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આરોપી ઢોંગી બાબાએ લગભગ ચાર વર્ષ પહેલા પોતાના નાના ભાઈની પત્ની સાથે પણ બળાત્કાર કર્યો હતો. જેના કારણે તેને બે વર્ષ સુધી જેલમાં પણ રહેવું પડ્યું હતું.
જેલમાંથી આવ્યા બાદ બાબાએ પોતાની ત્રીજી પત્નીને નાના ભાઈ સાથે સંબંધો બનાવવાની ખુલ્લી છૂટ આપી દીધી. ત્યારબાદ આરોપી અનુજ કુમાર કઠેરિયાના નાના ભાઈએ તેની ત્રીજી પત્ની સાથે બળત્કાર કર્યો હતો.
આ ઘટના બાદ બાબાની પહેલી, ત્રીજી અને પાંચમી પત્નીની સાથે નાના ભાઈની પત્નીએ કિદવાઈ નગર પોલીસ સ્ટેશનમાં નિવેદન દાખલ કરાવ્યું હતું. બાબા વિરુદ્ધ તેની પાંચમી પત્નીએ પોલીસ સ્ટેશનમાં તેના છઠ્ઠા લગ્ન કરવાની ફરિયાદ નોંધાવી હતી.
અનુજ કઠેરિયા ઉર્ફે ચેતન બાબા 17 ભાષાઓ જાણે છે. જેના કારણે તે તાંત્રિક, મૌલવી, શિક્ષક, વેટર તો ક્યારેક હાઈ પ્રોફાઈલ કારોબારી પણ બની જતો હતો. તેની ત્રીજી પત્નીનો આરોપ છે કે આ ઢોંગી બાબાએ સત્સંગ કરીને આખા પરિવારને પોતાના વિશ્વાસમાં લીધો અને પોતાને કુંવારો જણાવીને તેના પરિવારને લગ્ન માટે રાજી કરી લીધા.
અનુજ મૂળ શાહજહાંપુરનો રહેવાસી છે. આ ઢોંગી બાબાએ પહેલાથી જ 5 લગ્નો કર્યા છે અને છઠ્ઠા લગ્નની તૈયારી કરી રહ્યો હતો. પાંચમા લગ્ન તેને શ્યામ નગર પોલીસ સ્ટેશનના ચકેરીની રહેવાસી મહિલા સાથે કર્યા હતા. લગ્નના થોડા સમય બાદ જ બાબા તેની પાંચમી પત્નીને પ્રતાડિત કરવા લાગ્યો. જેના બાદ મહિલાએ 11 મેના રોજ ચકેરી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી હતી.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે મેટ્રોમોનિયલ સાઈટમાં તેને ઘણી પ્રોફાઈલ બનાવી છે. જેના સહારે બાબા નામ ધર્મ અને જ્ઞાતિ બદલીને છોકરીઓને પોતાની જાળમાં ફસાવીને લગ્ન કરતો હતો. જેના બાદ શોષણ અને રૂપિયાની છેતરપિંડી પણ કરતો અને બાદમાં ભાગી જતો હતો.
આ મામલાની અંદર ડીસીપી સાઉથ રવીના ત્યાગીનું કહેવું છે કે અનુજ કઠેરિયાની ધરપકડ તેની પત્નીની ફરિયાદના આધારે કરવામાં આવી છે. તેના વિરુદ્ધ તેની જ પત્નીએ ફરિયાદ લખાવી હતી કે તેને પાંચ લગ્ન કર્યા છે. આ શાહજહાંપુરમાં જેલમાં પણ ગયો છે અને તેને શિક્ષક, મૌલવી, તાંત્રિક, વેટર બનીને છોકરીઓને ફસાવી છે.
આ હજુ પણ મેટ્રોમોનિયલ સાઈટ ઉપર 30 છોકરીઓ સાથે ચેટિંગ કરતો હતો. તેની ધરપકડ કરી લેવામાં આવી છે. તો પાંચમી પત્નીનો આરોપ છે કે બાબાના આ ષડયંત્રની અંદર તેનો આખો પરિવાર સામેલ છે. પોલીસ હવે આ મામલાની ગંભીરતાથી તપાસ કરી રહી છે.