મનોરંજન

એક સમયે પિતા ઓટો રીક્ષા ચલાવતા હતા, દીકરાએ એવી મહેનત કરી કે આજે ફરે છે લક્ઝુરિયસ ગાડીઓમાં, ઈન્ડસ્ટ્રીનું છે મોટું નામ

દરેક માતા પિતાનું સપનું હોય છે કે તેમનો દીકરો તેમના સપનાને સાકાર કરે, સારું ભણે, સારી કમાણી કરે અને સારું નામ મેળવે. દીકરા માટે દરેક પિતા ખુબ જ મહેનત કરતા હોય છે, પોતે ગરીબ હોવા છતાં પણ પોતાના દીકરાને સારું જીવન આપવા માંગતા હોય છે. કાળી મજૂરી કરીને પણ દીકરાને એ લેવલ સુધી લઇ જાય છે જ્યાં એક પિતાને પણ પોતાના દીકરા ઉપર ગર્વ થાય.

Image Source

આવી જ એક કહાની છે ખુબ જ પ્રખ્યાત ધારાવાહિક મહારાણા પ્રતાપમાં રાણા પ્રતાપનું બાળપણનું પાત્ર નિભાવનાર અભિનેતા ફૈજલ ખાનની, જેના પિતા એક સમયે રીક્ષા ચલાવતા હતા, અને આજે તેમનો દીકરો લક્ઝુરિયસ કારની અંદર ફરી રહ્યો છે, સાથે તેને ખુબ જ મોટું નામ પણ મેળવી લીધું છે.

Image Source

ઇન્ડસ્ટ્રીની અંદર ઘણા લોકોનું કેરિયર રિયાલિટી શો દ્વારા બનતું હોય છે. એવા જ એક અભિનેતા હતો ફૈજલ ખાન. ફૈજલે ડાન્સ ઇન્ડિયા ડાન્સ લિટલ માસ્ટર્સ સીઝન 2માં ભાગ લીધો હતો. તેને પોતાના ઓડિશન દ્વારા જ જજની ખુરશી ઉપર બેઠલા ગીતા કપૂર અને ટેરેન્સ લુઇસને ખુબ જ ખુશ કરી દીધા હતા. ત્યારબાદ ફૈજલે અભિનયની દુનિયામાં કદમ રાખ્યો.

Image Source

ફૈજલે ડાન્સ ઇન્ડિયા ડાન્સના મંચ ઉપરથી જણાવ્યું હતું કે તેના પિતા રીક્ષા ડ્રાઈવર હતા અને તેની માતા ગૃહિણી હતી. બનેં તેના ડાન્સને સપોર્ટ કરતા હતા. ફૈજલના પિતાએ પણ જણાવ્યું હતું કે તેઓ પોતાના દીકરાનો ડાન્સ જોઈને ખુબ જ પ્રભાવિત થતા હતા.

Image Source

ફૈજલ ડાન્સ ઇન્ડિયા ડાન્સ સીઝન 2માં વિજેતા બન્યો હતો ત્યારબાદ તેને ધારાવાહિક મહારાણા પ્રતાપમાં કામ કર્યું. આ ધારાવાહિકમાં મહારાણા પ્રતાપના પાત્રમાં તેને દર્શકોના દિલ જીતી લીધા હતા અને તેના અભિનયના પણ લોકો દીવાના બની ગયા હતા.

Image Source

આ ધારાવાહિક બાદ તને ચન્દ્રગુપ્ત મૌર્યા ધરાવાહિકની અંદર મુખ્ય અભિનય કર્યો. ફૈજલના કામને હંમેશા પસંદ કરવામાં આવતું હતું સાથે જ તેના ડાન્સની પણ ખુબ જ ચર્ચા થતી હતી.

Image Source

એક સમય એવો પણ હતો કે ફૈજલના પરિવાર પાસે બે ટંક જમવાના પણ પૂરતા પૈસા નહોતા, તેના પિતા રીક્ષા ચલાવીને ઘરનું ભરણ પોષણ કરતા હતા, પરંતુ આજે ફૈજલના કારણે તેમનો પરિવાર ખુબ જ સુખી છે. પોતાની મહેનતના દમ ઉપર ફૈજલે એ કરી બતાવ્યું જેના ઘણા લોકો માત્ર સપના જોતા હોય છે.