ખબર મનોરંજન

આમિર ખાનના ભાઈનો ચોંકાવનારો ખુલાસો, કહ્યું “અભિનેતા સુશાંત સિંહની કરવામાં આવી હતી હત્યા, બધા જ મળેલા છે !”

બોલીવુડના ખ્યાતનામ અભિનેતા સુશાંત સિંહની મોતને બે વર્ષ જેટલો સમય વીતી ગયો છે, છતાં પણ સુશાંત ચાહકોના દિલમાં આજે પણ કાયમ છે, તો બીજી તરફ તેના મોતનું રહસ્ય હજુ પણ ખુલ્યું નથી. ચાહકો હોય કે સુશાંતના પરિવારના તમામ અભિનેતાની પાછળનું કારણ શું હતું, તે હજુ સુધી જાણી શકાયું નથી.

આ દરમિયાન આમિર ખાનના ભાઈ ફૈઝલ ખાને સુશાંત સિંહ રાજપૂતના મોત અંગે એવી વાત કહી કે તેનું નિવેદન વાયરલ થઈ રહ્યું છે. ફૈઝલ ​​ખાને સુશાંત સિંહ રાજપૂતના મોતને આત્મહત્યા નહીં પરંતુ હત્યા ગણાવી છે. આ ઉપરાંત પણ તેને બીજી ઘણી વાતો પણ કહી. ટાઈમ્સ નાઉ નવભારત સાથે વાત કરતા આમિર ખાનના ભાઈ ફૈઝલ ખાને એક મોટો ખુલાસો કર્યો છે.

ફૈઝલ ​​ખાને ઈન્ટરવ્યુમાં કહ્યું “હું જાણું છું કે સુશાંત સિંહ રાજપૂતની હત્યા કરવામાં આવી છે. આશા છે કે સત્ય બહાર આવશે. આ કેસ ક્યારે ખુલશે તે તો સમય જ કહેશે. ઘણી એજન્સીઓ આમાં સામેલ છે. હાલ તો આ કેસની તપાસ ચાલી રહી છે પરંતુ એ પણ સત્ય છે કે ઘણી વખત સત્ય બહાર આવતું નથી. હું ફક્ત પ્રાર્થના કરું છું કે સત્ય બહાર આવે જેથી બધું જાણી શકાય.”

આ સાથે જ સુશાંત સિંહ રાજપૂત વિશે વાત કરતા ફૈઝલ ખાને કહ્યું કે “હું બોલિવૂડ બોયકોટનું સમર્થન કરું છું. નવો માણસ મોટો થાય છે. સુશાંત બની જતો પરંતુ તેની હત્યા થઈ ગઈ. મને ખબર નથી કે આ કોણે કર્યું. તે તદ્દન રહસ્યમય બાબત હતી. મોટા પ્રોડક્શન હાઉસે તેને સાઈન કરી અને ચાલ્યા ગયા. કામ સારું હતું, આત્મવિશ્વાસ તોડવા બદલ સુશાંતનું અપમાન થયું. એક સમય એવો આવશે જ્યારે ઉદ્યોગ ખતમ થઈ જશે. ઉદ્યોગનું પતન શરૂ થયું છે.”