મનોરંજન

આ ખાને ખોલ્યું રાઝ, કહ્યું કે ‘હીરોઈને ફેમસ થવા જ મારી જોડે સંબંધો…’ જાણો વિગત

સ્ટાર પલ્સ પર આવતો ડાન્સનો રિયાલિટી શો ‘ નચ બલિયે-9’આ ફૈઝલ ખાન અને મુશ્કાન અટારીયા બેસ્ટ જોડી પૈકીના એક હતા. શોમાં આ કપલનું જબરદસ્ત બોન્ડીગ જોવા મળ્યું હતું. પરંતુ શોની બહાર નીકળતા જ એવી ખબર આવી કે જેને સાંભળીને ફેન્સને પણ વિશ્વાસ નહિ આવતો.

હાલ જ સ્પોટ બોય સાથેની વાતચિત્તમાં આ વાતની પુષ્ટિ થઇ હતી કે બન્ને અલગ થઇ ગયા છે. મુસ્કાને એક અખબાર સાથેની વાતચીતમાં જણવ્યું હતું કે, હા અમારું બ્રેકઅપ થઇ ગયું છે. હેવ અમે સાથે નથી. મને નથી ખબર કે શું થઇ રહ્યું છે. હું એ વાતપર કંઈ કહેવા પણ નથી માંગતી.

મુસ્કાનનું કહેવું છે કે, ફૈઝલ તેને ચિટ કરી રહ્યો છે તેથી બ્રેકઅપ થયું છે, અને ફૈઝલ સિરિયલ ‘ચંદ્રગુપ્ત મોર્યા’ની કો-સ્ટાર સ્નેહા વાગને ડેટ કરી રહ્યો છે. મુસ્કાનનાં આ નિવેદનને લઈને ફૈઝલે કોઈ નિવેદન આપ્યું ના હતું. પરંતુ હાલમાં જ ફૈઝલે એક અખબાર સાથેની વાતચીત પર આ બાબતે ખુલીને વાત કરી હતી.

ફૈઝલે આ વટ પર મૌન તોડતા કહ્યું હતું કે. મને લાગે છે કે, તે મારી સાથે ફ્લર્ટ લાઇમલાઇટમાં રહેવા માટે જ આવી હતી. કો એક્ટર સાથેની ડેટની ખબર સાંભળીને ફૈઝલ ખુદ પણ હેરાન છે. નચ બલિયે-9માં ભાગ લેતા પહેલા બન્ને વચ્ચે બહુજ મોટો ઝઘડો થયો હતો. આ વાત પર ફૈઝલે સ્વીકાર્યું હતું કે અમારી વચ્ચે ઝઘડો થયો હતો પરંતુ અમે અલગ થયા ના હતા.

ફૈઝલે કહ્યું હતું કે, હું મારા સંબંધને એક મૌકો આપવા માંગતો હતો. હું ઈચ્છતો હતો કે રિયાલિટી શો એક સારું માદ્યમછે જેના અકરને અમે એકબીજાને સમજી શકીશું.ઘણા સમય સુધી હું તેની સાથે રહેવા માંગતો હતો. પરંતુ તે નાની-નાની વાતને લઈને મારી સાથે ઝઘડો કરતી હતી. હું અમારા ઝઘડાને લઈને પરેશાન રહેતો હતો. હું એ વાત પર હેરાન છું કે મુસ્કાને મારી પર ધોખાનો આરોપ લગાવ્યો છે.
મેં ક્યારે પણ એને ધોખો નહિ આપ્યો. સ્નેહા અને હું ફક્ત દોસ્ત જ છે. તેનાથી વધારે કહી નહીં. મુસ્કાન આરોપ એટલે લગાવી રહી છે કે મારી ઇજાને કારણે અમે શોમાંથી બહાર થઇ ગયા હતા. મુસ્કાનનાં ડિપ્રેશન વાળા નિવેદન પર કહ્યું હતું કે, ફક્ત 15 દિવસમાં કોઈ ડીપ્રેશનમાંથી બહાર આવે કોઈ મને કહો.મારા વિષે તપાસ કરવો તો તમને પણ ખબર પડી જાય. મને ત્રણ મહિના સુધી બેડ રેસ્ટનું કીધું છે. મને આ ઇજાને કારણે 2 વર્ષ સુધી ડાન્સ કરવાની પણ મનાઈ ફરમાવી છે. જો તેદાવો કરતી હોય કે તે ડિપ્રેશનમાં છે તો તે સોશિયલ મીડિયામાં ખુશી વળી પોસ્ટ કેમ કરે છે. ફૈઝલ વધુમાં કહ્યું હતું કે, મને લાગે છે કે, તે મારી સાથે લાઇમલાઇટમાં રહેવા માટે જ હતી. મુસ્કાન સાથે સંબંધ રાખવો મારી જિંદગીની સૌથી મોટી ભૂલ હતી.
હું મારા માતા-પિતા સાથે નજર નથી મેળવી શકતો. હવે હું કોઈ સાથે ડેટ કરવા નથી માંગતો.મને બીજી વાર પ્રેમ કરવાથી પણ ડર લાગે છે.મને લાગે છે કે મેં ખોટા માણસને પ્રેમ કર્યો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.