મોરક્કો થી આવેલી મુસ્લીમ યુવતીએ હિન્દુ છોકરા જોડે પરની ગઈ પરંતુ પોતાનો ધર્મ ન છોડતા યુવકે..
સોશિયલ મીડિયાના જમાનામાં ક્યારે કોણ કયા પ્લેટફોર્મ પર દિલ આપી બેસે તેનું કંઇ કહેવાય નહિ. આનું તાજુ ઉદાહરણ ભારતના મધ્યપ્રદેશના અવિનાશ દોહરે અને મોરક્કોની ફાદવા લૈમાલીની જોડી છે. મજહબ, મુલ્ક અને જુબાન પ્રેમમાં ક્યારેય બાધા નથી બનતા. આ કહેવત ફરી એકવાર સાબિત થઇ છે.અવિનાશ અને ફાદવાનો મજહબ અલગ અને મુલ્ક અલગ હતુ, પણ મહોબ્બતની ભાષા બંનેની એક હતી. ત્યારે તો 8 હજાર કિમીથી વધારેની દૂરીની સફર કરી ફાદવા ભારત આવી અને તેણે લગ્ન કર્યા.
આફ્રીકી દેશ મોરક્કોની મુસ્લિમ છોકરી ફાદવાને તેના મુલ્કથી 8000 કિમી દૂર ગ્વાલિયરના હિંદુ અવિનાશ દોહરે સાથે ઇશ્ક થઇ ગયો. ફાદવાએ પ્રેમની ખાતિર તેનો મુલ્ક છોડી દીધો. અવિનાશે પણ યુવતિના પિતાને વિશ્વાસ અપાવ્યો કે તે ક્યારેય ધર્મ પરિવર્તન નહિ કરાવે. બંને તેમની પોતાની સંસ્કૃતિનું પાલન કરતા પતિ-પત્ની બની રહેશે. તે બાદ મોરક્કોની મુસ્લિમ ફાદવાએ ગ્વાલિયરના હિંદુ અવિનાશ સાથે એડીએમ કોર્ટમાં લગ્ન કર્યા. બંને કેટલાક દિવસો બાદ હિંદુ રીતિ રિવાજો અનુસાર લગ્ન કરશે અને રિસેપ્શન પણ આપશે,
મોરક્કોની રહેવાસી 24 વર્ષિય ફાદવા પરાઇવેટ કોલેજમાં ભણે છે. સોશિયલ મીડિયા પર ત્રણેક વર્ષ પહેલા તેની ઓળખ ગ્વાલિયરના અવિનાશ દોહરે સાથે થઇ. સોશિયલ મીડિયા પર શરૂ થયેલી તેમની મિત્રતા પ્રેમમાં બદલાઇ ગઇ પણ ધર્મને લઇને બંને ચિંતામાં પડી ગયા. બંનેએ તેમના પરિવારને સંબંધો વિશે જણાવ્યુ. ફાદવાનો પરિવાર પહેલા તો નારાજ થયો, પણ દીકરીની જિદ આગળ તેમણે હા કરી દીધી. બાદમાં બંનેનો પરિવાર રાજી થઇ ગયો. તે બાદ ફાદવાએ અવિનાશ સાથે લગ્ન માટે પોતાના દેશ મોરક્કોથી NOC માગી.
ફાદવા અને અવિનાશની પ્રેમ કહાનીમાં ધર્મ દીવાલ ન બની શક્યો. અવિનાશ બેવાર લગ્ન માટે મોરક્કો ગયો પણ ફાદવા પિતાએ લગ્નની ના કહી દીધી. પરંતુ બંને લગ્ન માટે અડ્યા તો ફાદવાના પિતાએ અવિનાશને ભારત અને હિંદુ ધર્મ છોડી મોરક્કોમાં વસવાની ઓફર કરી, અવિનાશે ફાદવાના પિતાને કહ્યુ કે, હું ના તો મારો દેશ છોડીશ, ના ધર્મ પરિવર્તન કરીષ. પણ હું તમારી દીકરીનું પણ ધર્મ પરિવર્તન નહિ કરાવું. તેને પોતાના ધર્મ અને પોતાની પરંપરાઓને નિભાવવાની આઝાદી ભારતમાં હશે, જેવી રીતે તે મોરક્કોમાં નિભાવતી આવી છે.
અવિનાશની વાત સાંભળી ફાદવાના પરિવારને વિશ્વાસ થઇ ગયો કે અવિનાશ તેમની દીકરીનો સારો જીવનસાથી સાબિત થશે, પછી પરિવાર રાજી થઇ ગયો. સપ્તાહ પહેલા ફાદવાએ મોરક્કોમાં પોતાના લગ્ન માટે NOC માટે આવેદન કર્યુ હતુ. કાનૂની દસ્તાવેજોની પ્રક્રિયા પૂરી થયા બાદ મોરક્કોથી તેને અનુમતિ મળઈ ગઇ. તે બાદ ગ્વાલિયરની SDM કોર્ટમાં લગ્ન પ્રમાણપત્ર માટે આવેદન કર્યુ. બુધવારના રોજ આ કપલ એડીએમ કોર્ટ પહોંચ્યા અને લગ્ન કરી લીધા. જણાવી દઇએ કે, મોરક્કો ઉત્તર આફ્રીકીનો એક રાજાશાહી દેશ છે, તે મુસ્લિમ દેશ છે જ્યાંની ભાષા અરબી છે. મોરક્કોમાં 99 ટકા આબાદી મુસ્લિમ છે.