સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા ભૂત અને એલિયન તરીકે ઓળખાતા વીડિયોની સાચી હકીકત આવી સામે, જાણો શું હતું રહસ્ય

સોશિયલ મીડિયામાં થોડા દિવસ પહેલા એક વીડિયો વાયરલ થઇ  રહ્યો હતો, જેમાં એક એવી આકૃતિ જોવા મળી હતી જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ કોઈ ભૂત અથવા તો એલિયન છે, પરંતુ હવે તેની સાચી હકીકત સામે આવી ગઈ છે, જે  જોઈને તમને પણ નવાઈ લાગશે.

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલો આ વીડિયો ઝારખંડના હજારી બાગનો હતો. સોશિયલ મીડિયા ઉપર ગત શુક્રવારના રોજ આ વીડિયો શેર થવાનું શરૂ થયું હતું. જેના બાદ દાવો કરવામાં આવી રહ્યો હતો કે હજારીબાગના કટકમસાંડી ચતરા રોડ ઉપર છડવા ડેમની પાસે નવા બનેલા પુલ ઉપર શુક્રવાર રાત્રે આ અજીબો ગરીબ આકૃતિ જોવા મળી હતી. આ વીડિયો અને તસવીરો જોયા બાદ લોકો પોતાની જાતે જ ધારણાઓ બાંધી રહ્યા હતા.

વાયરલ થઇ રહેલા આ વીડિયોની અંદર જોવા મળ્યું હતું કે સમગ્ર વિસ્તારમાં અંધારું છે. ત્યારબાદ એક બાઈકની હેડલાઇટના પ્રકાશમાં રોડના કિનારે ચાલતી એક અજીબો ગરીબ આકૃતિ દેખાય છે. બે બાઈક ઝડપથી નીકળી જાય છે. પરંતુ બીજી બે બાઈક ઉપર બેઠેલા લોકો આકૃતિને જોઈને રોકાઈ જાય છે. જેમાંથી એક આ આકૃતિનો વીડિયો બનાવવાનો શરૂ કરી દે છે.

બાઈક સવાર આ લોકોને સાથે એક અવાજ સંભળાય છે કે આ ચુડેલ છે. આ આકૃતિ ઉભા રહીને પાછું વળીને પણ જુએ છે અને ફરીથી પહેલાની જેમ જ ચાલવાનું શરૂ કરી દે છે. આ આકૃતિ જયારે રોકાઈ જાય છે ત્યારે પાતળી દેખાવવા લાગે છે. તે જોઈને એવું લાગે જાણે કે તે કોઈ થર્મોકોલ અથવા તો પ્લાઈવુડની કોઈ સીટ હોય.

સોશિયલ મીડિયામાં પણ આ વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યોહતો, તેને જોઈને લોકો અલગ અલગ અંદાજ લગાવી રહ્યા હતા, કોઈ તેને ભૂત કહેતું તો કોઈ તેને એલિયન સાથે સરખાવતું હતું. ઘણા લોકોનું માનવું હતું કે નદીના પુલ પાસે સ્મશાન સ્થળ છે. અહીંયા મડદા સળગાવવામાં આવે છે, સાથે જ એક કબરગાહ પણ છે. જ્યાં શબને  દફનાવવામાં પણ આવે છે. કદાચ તેમાંથી જ કોઈની આત્મા ભટકી રહી હોય. આ વિચિત્ર ઘટનાને લઈને રાહદારીઓમાં પણ ભયનો માહોલ હતો પરંતુ હવે આ સમગ્ર ઘટનાની સાચી હકીકત સામે આવી ગઈ છે.

એક મીડિયા રિપોર્ટમાં આ ઘટનાનો ખુલાસો થયો અને જાણવા મળ્યું કે આ વીડિયો સરાયકેલાનો છે. હજારીબાગનો નહિ. આ સાથે સ્થાનિક ચેલ દ્વારા વીડિયો રેકોર્ડ કરવા વાળા  વ્યક્તિની પણ ઓળખ કરવામાં આવી. જેમાંથી એકનું નામ દિપક છે. તેને જણાવ્યું કે ચક્રધરથી ખરસાવા રોડ થઈને સરાયકેલા પાછા ફરતા સમયે એક મહિલા કપડાં પહેર્યા વગર ફરી રહી હતી.  તેમને વિચાર્યું કે આ ચુડેલ હશે તેમને બૂમો પણ પાડી અને આ 30 સેકેંડનું સ્ટેટ્સ વૉટ્સએપ પર પોસ્ટ  કર્યું જે વાયરલ થઇ ગયું.

દીપકના જણાવ્યા પ્રમાણે તેમને આ વીડિયોની ખાતરી કરી અને રાહદારીઓને પણ પૂછ્યું કે તે શું ખરેખર ડાયન હતી ? ત્યારે તેમને પણ જાણવા મળ્યું કે તે કોઈ ચુડેલ નહીં પરંતુ કપડાં પહેર્યા વિના ચાલતી એક મહિલા હતી.

આ સમગ્ર ઘટના 27 એપ્રિલની હતી. દીપકે મૂળ વીડિયો પણ શેર કર્યો છે. જે 1 મિનિટ અને 30 સેકેન્ડની છે. આ ઉપરાંત દીપકે લોકોને અફવાઓ ઉપર ધ્યાન ના આપવા પણ જણાવ્યું છે.

Niraj Patel