જ્યોતિષ શાસ્ત્ર

હાથની રેખાઓથી જાણો તમારા દરેક સવાલોના જવાબ

જ્યોતિષશાસ્ત્રના આધારે વ્યક્તિની કુંડળી દ્વારા તેઓના ભવિષ્ય અને ગ્રહો વિશેની જાણ લગાવી શકાય છે તેવી જ રીતે વ્યક્તિના હાથની રેખાઓ દ્વારા વ્યક્તિ વિશેની દરેક જાણકારી મળે છે અને સાથે જ તેના ભવિષ્ય વિશે પણ જાણી શકાય છે.

Image Source

હાથમાની જીવન રેખા સૌથી મહત્વપૂર્ણ રેખા માનવામાં આવે છે. જો કોઈના હાથમાં આ રેખા ન જોવા મળે તો સમજી લો કે તેનું જીવન સમાપ્ત થવાનું છે. જીવન રેખા દ્વારા વ્યક્તિના આયુષ્ય ની જાણ થઇ શકે છે અને એ પણ જાણી શકાય છે કે જીવનમાં કઈ કઈ દુર્ઘટનાઓ ક્યાં-ક્યાં સમયે આવશે અને મૃત્યુનું કારણ-સમય આ જ રેખા દ્વારા જાણી શકાય છે.

Image Source

જીવન રેખા શુક્ર પર્વતને જેટલા મોટા રૂપમાં ઘેરે છે, એટલી જ આ રેખા વધારે શ્રેષ્ઠ માનવામાં આવે છે. ઘણીવાર આ રેખા શુક્ર પર્વતને ખુબ જ સંકીર્ણ બનાવી દે છે, જ્યારે એવું તથ્ય હથેળીમાં જોવા મળે તો સમજી લો કે આ વ્યક્તિના જીવનમાં કઠિનાઈઓ જ આવશે, અને તેના જીવનમાં પ્રેમ, ભોગ, સુખ-શાંતિ વેગેરે માટે કી જ જગ્યા નથી.

Image Source

જીવન રેખા જેટલી ઘેરી-સ્પષ્ટ અને તૂટ્યા વગરની હોય એટલી જ વધારે સારી માનવામાં આવે છે અને જો રેખા અસ્પષ્ટ જોવા મળે તો એટલુંજ જીવન દુઃખમય અને દુર્ઘટનાયુક્ત રહે છે. આવા વ્યક્તિ ચીડિયા અને ગુસ્સેલ સ્વભાવના હોય છે. જીવન રેખા પર જો બાકીની આડી-અવળી રેખાઓ જોવા મળે તો સમજી લો તે વ્યક્તિનું સ્વાસ્થ્ય કમજોર રહેવાનું છે અને હૃદય રેખા અને જીવન રેખા વચ્ચે જો ત્રિશુલ બનેલું હોય તો આવા વ્યક્તિને અસ્થમાનો રોગ થાય છે.

Image Source

જો જીવન રેખાના શરૂઆથથી જ તેની સાથે સાથે અન્ય રેખા નીકળીને ચન્દ્ર પર્વત તરફ જતી જોવા મળે તો આવો વ્યક્તિ સમજી વિચારીને નિર્ણય લેનારો, વિવેકપૂર્ણ યોજના બનવાનારો, ચતુર અને મહત્વકાંક્ષી હોય છે. તેના જીવનમાં કોઈપણ કામ અશક્ય નથી હોતું.

Image Source

જીવન રેખાના અંતમાં જો કોઈ પ્રકારનું બિંદુ કે ક્રોસ જોવા મળે તો તે વ્યકિની મૃત્યુ અચાનક જ થાય છે. જો જીવન રેખા અંતમાં અનેક ભાગોમાં વેંચાઈ જાય તો આવા વ્યક્તિને વૃધ્ધાશ્રમમા ક્ષય રોગ થઇ શકે છે. આ સિવાય જીવન રેખાના અન્ય તથ્યો પણ છે.

Image Source

જેમ કે પીળી અને પહોળી રેખા-બીમારી અને વિવાદાસ્પદ ચરિત્ર, લાલ રેખા-હિંસાની ભાવના, પાતળી રેખા-આકસ્મિક મૃત્યુ, સ્પષ્ટ રેખા-ન્યાયપૂર્ણ જીવન, અંતમાં જાળી જેવી રચના-ધનહાનિ પછી મૃત્યુ, રેખા પર કાળા નિશાન-રોગ થવાના સંકેત, રેખાના શરૂઆતમાં દ્વીપ-તંત્ર વિદ્યામાં રુચિ, શુક્ર પર્વત તરફ જતી રેખા-પ્રેમ ભંગ, રસ્તામાં રેખાનું તૂટવું-ધનહાનિ.