અદ્દભુત-અજબગજબ ખબર જ્ઞાન-જાણવા જેવું

જાણો ફાંસી કોઠી વિશે, જ્યાં મૃત્યુ પહેલા છેલ્લો સમય વિતાવે છે ફાંસી અપાયેલા કેદીઓ, દરેક વ્યક્તિએ જાણવા જેવી માહિતી

નિર્ભયા કાંડના આરોપીઓને બહુ લાંબા સમય બાદ ફાંસીની સજા મંજુર થઈ. છેલ્લા 7 વર્ષથી જેલની અંદર રહેલા ચારેય આરોપીઓને હવે થોડા જ દિવસમાં જયારે ફાંસી આપવાની છે ત્યારે ફાંસી વિશે કેટલાક રોચક તથ્યો દરેક વ્યક્તિએ જાણવા જેવા હોય છે.

Image Source

નિર્ભયા કેસના આરોપીઓને ફાંસીની સજા તો મંજુર થઇ ગઈ પરંતુ ફાંસી આપનાર જલ્લાદ ના હોવાના કારણે દિવસો પાછા જતા ગયા અને હવે થોડા જ દિવસમાં એ ચાર આરોપીઓને ફાંસી મળે એવી માંગણી દેશવાસીઓ કરી રહ્યા છે ત્યારે આજે અમે તમને ફાંસી આપતા પહેલા કેદીઓને જે જગ્યાએ રાખવામાં આવે છે જેને ફાંસી કોઠી કહેવાય છે એ જગ્યા વિશે માહિતગાર કરવા જઈ રહ્યા છીએ.

Image Source

અપરાધીને જયારે મૃત્યુ દંડની સજા ફરમાવવામાં આવે છે ત્યાર બાદ તેને મૃત્યુના છેલ્લા કલાકો પહેલા ફાંસી કોઠીમાં મોકલી દેવામાં આવે છે ત્યાર પછી જ શરૂ થાય છે ફાંસી આપવાની પ્રક્રિયા. બહુ જ ઓછા લોકો આ ફાંસી કોઠી વિશે જાણતા હશે પરંતુ આજે અમે તમને ફાંસી કોઠીથી માહિતગાર કરીશું.

Image Source

કેવી હોય છે ફાંસી કોઠી:
એક નાની એવી ઓરડીની અંદર એક ધાબળો, પીવાનું પાણી અને ચારેય તરફ ઘોર અંધકાર હોય તેવા ઓરડાને ફાંસી કોઠી કહેવામાં આવે છે અને આ જગ્યાએ ફાંસીની સજા અપાયેલા કેદીને રાખવામાં આવે છે. જયારે કેદી ફાંસી કોઠીની અંદર હોય છે ત્યારે સુરક્ષાકર્મી સિવાય ત્યાં કોઈ જ હોતું નથી.

Image Source

ક્યાં હોય છે ફાંસી કોઠી:
અંગ્રેજોના સમયમાં જ તિહાડ જેલના નકશાની અંદર ફાંસી કોઠીનો પણ નકશો બનાવવામાં આવ્યો હતો. જે પ્રમાણે જ ફાંસી કોઠીનું નિર્માણ થયું. આ ફાંસી કોઠી તિહાડમાં ત્રણ નંબરની જેલની અંદર કેદીઓના બેરેકથી ખુબ જ દૂર એક વેરાન જગ્યા ઉપર બનાવવામાં આવી છે. જેલની અંદર શું પ્રક્રિયા ચાલી રહી છે તેના વિશે ફાંસી કોઠીની અંદર રહેતા કેદીઓ અને સુરક્ષાકર્મીઓને પણ ખબર નથી હોતી.

Image Source

શું છે ડેથ સેલ?
ડેથ સેલ ફાંસી કોઠીનાં જેવો જ એક ઓરડો હોય છે. જયારે આરોપીને કોર્ટ દ્વારા સજા મંજુર થાય છે ત્યારે તેને ડેથ સેલમાં મોકલી આપવામાં આવે છે અને જયારે ફાંસીની પ્રક્રિયા શરૂ થવાની હોય છે ત્યારે તેને ફાંસી કોઠીમાં લાવી દેવામાં આવે છે.
ફાંસી કોઠી અને ડેથ સેલ કોઈ સામાન્ય જેલની જેવા નથી હોતા, આ એટલા ભયાનક હોય છે કે જયારે કેદી આ ઓરડામાં પ્રવેશે છે ત્યારથી જ તેને મૃત્યુનો અનુભવ થવા લાગે છે. આપણે ઘણી ફિલ્મોમાં જેલની અંદર આવા અંધારા ઓરડાઓ જોયા હશે.

Image Source

તિહાડ જેલની જેલ નંબર 3ની જે ઇમારતમાં ફાંસી કોઠી છે તે ઇમારતમાં કુલ 16 ડેથ સેલ આવેલા છે. ડેથ સેલની અંદર કેદીને એકલા જ રાખવામાં આવે છે. તેની સાથે બીજા કોઈને રાખવાની પરવાનગી નથી. ફાંસી થવાના 24 કલાકમાં માત્ર અડધો કલાક તેને બહાર આંટો મારવા કાઢવામાં આવે છે.

Image Source

જેલના સુરક્ષાકર્મીઓ નથી કરતા ડેથ સેલની સુરક્ષા:
ડેથ સેલની સુરક્ષાની જવાબદારી ખુબ જ મુશ્કેલ છે માટે જેલના સુરક્ષાકર્મીઓ કે જેલ પ્રશાસન ડેથ સેલની સુરક્ષા નથી કરતા પરંતુ તમલનાડુની સ્પેશલ પોલીસ કરે છે જે બે-બે કલાકની શિફ્ટમાં મૃત્યુ દંડ પામેલા કેદીઓ ઉપર કડક નજર રાખવાનું જ કામ કરે છે.

Image Source

તમને જાણીને નવાઈ લાગશે કે ડેથ સેલ અને ફાંસી કોઠીમાં રાખવામાં આવતા કેદીઓને એવા પ્રકારના કપડાં પહેરવા દેવામાં નથી આવતા જેનાથી તે પોતાની જ જાતને નુકશાન પહોંચાડી શકે. ખાસ તેમને લહેંગામાં નાડું પણ પહેરવા દેવામાં નથી આવતું.

Image Source

કેવી રીતે મળે છે ફાંસી:
જેલના નિયમો અનુસાર કોઈપણ કેદીને ફાંસી આપતા સમયે કેટલીક મુખ્ય વાતોનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. જેમાં કેદીની તબિયત, તેને અલગ રાખવામાં આવ્યો હતો જેવી તમામ બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવતું હોય છે.

Image Source

ફાંસી સમયે રોકી દેવામાં આવે છે દરેક કામ:
જે સમયે કેદીને ફાંસી આપવામાં આવે છે તે સમયે જેલની અંદરનું તમામ કામ રોકી દેવામાં આવે છે. બીજા કેદીઓ પણ પોતાના સેલ અને બેરેકમાં હોય છે. જેલની કોઈપણ પ્રકારની ગતિવિધિ નથી થતી.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.