સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુકે યુઝરની ગોપનીયતાનો ભંગ કરનાર એક વ્હોટ્સએપ બગને શોધવા પર મણિપુરના એક વ્યક્તિને સન્માનિત કર્યો છે. ફેસબુકે 22 વર્ષીય જોનેલ સૌગૈજમને 5,000 ડોલર એટલે કે લગભગ સાડા ત્રણ લાખ રૂપિયાનું ઇનામ આપ્યું છે. સાથે જ તેને ‘ફેસબૂક હોલ ઓફ ફેમ’માં પણ સ્થાન આપ્યું છે.

જોનેલ સૌગૈજમ વ્યવસાયે સિવિલ એન્જીનીયર છે. જોનેલ સૌગૈજમ આ વર્ષ માટે ‘ફેસબૂક હોલ ઓફ ફેમ’માં 94 લોકોની યાદીમાં હાલ 16મા સ્થાન પર છે. તેમણે શોધી કાઢેલા બગને કારણે વ્હોટ્સએપ ઓડિયો કોલ યુઝરની પરવાનગી વિના જ વિડીયો કોલમાં બદલાઈ જતો હતો. તેમને ફેસબુકના બગ બાઉન્ટી પ્રોગ્રામને પોતાનો રિપોર્ટ આપ્યો, જેના આધાર પર ફેસબુક સિક્યોરિટી ટિમે આ ખામીને સુધારી છે.

જોનેલ સૌગૈજમએ કહ્યું કે ‘વ્હોટ્સએપ દ્વારા એક વોઇસ કોલ દરમ્યાન બગ રીસીવરની જાણકારી અને મંજૂરી વિના જ આ કોલને વિડીયો કોલમાં અપગ્રેડ કરી દે છે. આનાથી ફોન કરનાર વ્યક્તિ એ જોઈ શકે છે કે બીજી વ્યક્તિ શું કરી રહી છે જે એ વ્યક્તિની ગોપનીયતાનું ઉલ્લંધન છે.’

ફેસબુકે સૌગૈજમને એક મેલ મોકલ્યો છે, જેમાં તેમને કહ્યું છે કે ‘આ મુદ્દાની સમીક્ષા કર્યા બાદ અમે તમને 5000 ડોલર આપવાનો નિર્ણય કર્યો છે.’ જણાવી દઈએ કે માર્ક ઝુકરબર્ગના ફેસબુકે ફેબ્રુઆરી 2014માં 19 અબજ ડોલરમાં મેસેજિંગ એપ વ્હોટ્સએપને ખરીદી લીધું હતું.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks