આંખોની રોશની ગયા બાદ કોઈ કામ ના મળ્યું તો શરૂ કર્યો કેળાની વેફર બનાવવાનો વ્યવસાય, કહાની વાયરલ થતા જ લોકો આવ્યા મદદે

કેટલાક લોકો એવા હોય છે જેમને બધું આવડતું હોવા છતાં કામ કરવાનું પસંદ નથી હોતું. તેઓ ખાલી બેસીને મફત ખોરાક ખાવાનું પસંદ કરે છે. પરંતુ કેટલાક લોકો એવા હોય છે જેમનામાં ભલે લાખ ખામીઓ હોય તેમ છત્તાં પણ તેઓ કોઈના પર બોજ નથી બનતા અને મહેનત કરીને પોતાનું ગુજરાન ચલાવે છે.

સોશિયલ મીડિયામાં નાસિકમાં રહેતા અંધ વૃદ્ધની કહાની વાયરલ થઇ રહી છે. જેઓ જોઈ શકતા નથી તેમ છતાં તેઓ કેળાની વેફર બનાવીને વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક વૃદ્ધ માણસ ભઠ્ઠીની સામે બેસીને કેળાની ચિપ્સ તળી રહ્યો છે. આ સાથે જ જોવા મળે છે કે તેણે ચશ્મા પહેર્યા છે અને ભઠ્ઠીની આવી ગરમ વરાળને કારણે તેની આંખોમાં તકલીફ થવા લાગી. તેમ છતાં, તેણે પોતાનું કામ ચાલુ રાખ્યું કારણ કે આજના સમયમાં પેટની ભૂખ સંતોષવી એ સૌથી મોટું કામ બની ગયું છે.

વૃદ્ધ માણસ કેળાની ચિપ્સ તળીને આપે છે, પછી એક છોકરો ચિપ્સની અંદર મસાલા ભેળવે છે અને તેને પ્લાસ્ટિકની થેલીમાં સારી રીતે પેક કર્યા પછી લોકોને વેચે છે. આ દર્શાવે છે કે આપણા દેશમાં કળાની કોઈ કમી નથી. લોકો તમામ પ્રકારની કળાથી ભરેલા છે. અંધ વૃદ્ધની આ મહેનત જોઈને લોકો ખૂબ જ પ્રભાવિત થઈ રહ્યા છે.

સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતા જ દરેક જણ તેમના વખાણ કરી રહ્યા છે. કોઈએ કહ્યું, ‘અમે વીડિયોમાં રસોઈ પ્રત્યેનું તેમનું સમર્પણ અનુભવી શકીએ છીએ. તમારા માટે ખૂબ આદર.’ બીજા એક વ્યક્તિએ કહ્યું, ‘આ વડીલ આંખોની રોશની ગુમાવ્યા પછી પણ આ ઉંમરે આટલી મહેનત કરી રહ્યા છે. આપણે યુવાનોએ તેમની પાસેથી કંઈક શીખવું જોઈએ.

Niraj Patel