અજબગજબ ખબર

સોશિયલ મીડિયાથી પ્રખ્યાત થયેલા “બાબા કા ઢાબા”ના દંપતીની આંખોની હોસ્પિટલે કરી મફતમાં સારવાર

થોડા સમય પહેલા જ સોશિયલ મીડિયા ઉપર “બાબા કા ઢાબા”નો વિડીયો ખુબ જ વાયરલ થયો હતો. જેના બાદ ઘણા લોકો આ બાબા કા ઢાબાની મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા. માત્ર એક જ વિડીયોથી આ ઢાબુ ચલાવનાર દંપતીની કિસ્મત બદલાઈ ગઈ હતી. સામાન્ય માણસથી લઈને સેલેબ્રિટીઓ દ્વારા પણ આ વીડિયોને શેર કરવામાં આવ્યો હતો.

Image Source

ત્યારે હવે બાબા કા ઢાબાના દંપતીને એક નવી સરપ્રાઈઝ મળી છે. પ્રાપ્ત માહિતી અનુસાર હવે આ દંપતીની મફતમાં આંખોની સારવાર પણ કરવામાં આવી છે. “શાર્પ સાઈટ” નામની આંખની હોસ્પિટલ દ્વારા આ વૃદ્ધ દંપતીની આંખોની મફત સારવાર કરવાનું એક સારું કામ કરવામાં આવ્યું છે.

આ દંપતી મોતિયાબિંદના દર્દી હતા. જેના કારણે તેમને જોવામાં તકલીફ થઇ રહી હતી. જયારે તેમને મોતિયાબિંદ થવાની જાણકારી સંસ્થાને મળી ત્યારે તરત જ તેમની સારવાર કરી દીધી. આ વિશે ડૉ. સમીર સુદ જે શાર્પ સાઈટ આઈ હોસ્પિટલના ડિરેક્ટર છે તેમને કહ્યું કે “વૃદ્ધ દંપતીને મોતિયાબિંદની બીમારી છે. જેમની સારવાર તેમની હોસ્પિટલમાં કરવામાં આવી છે.”

ઉલ્લેખનીય છે કે એક સમય “બાબા કા ઢાબા”નું નામ પણ કોઈને ખબર નહોતી અને ગણ્યા ગાંઠ્યા લોકો જ ત્યાં ખાવા માટે જતા, જેનાથી આ ઢાબુ ચલાવનારા વૃદ્ધ દંપત્તિનું ઘર ચાલી શકે તેટલી પણ કમાણી નહોતી થતી. પરંતુ વિડીયોના વાયરલ થયા બાદ ઘણા લોકો આ ઢાબા ઉપર પહોંચ્યા અને ત્યાં જમ્યા. ઘણા લોકોએ મદદ પણ કરી અને આજે આ “બાબા કા ઢાબા” ખુબ જ પ્રખ્યાત બની ગયું છે.