આખરે સામે આવી જ ગયુ વૈષ્ણોદેવી મંદિરમાં નાસભાગનું કારણ, જાણીને મગજ ચકરાઈ જશે

નવા વર્ષ નિમિત્તે જ જમ્મુના કટરામાં વૈષ્ણોદેવી મંદિરમાં નાસભાગ મચી જતા 12 લોકોના દુખદ મોત નિપજ્યા હતા. તેમજ કેટલાક લોકો ઘાયલ પણ થયા હતા. જેમની હાલ સારવાર ચાલી રહી છે. ગઈકાલે નવા વર્ષ નિમિત્તે મોટી સંખ્યામાં લોકો માતા વૈષ્ણો દેવીના દર્શન કરવા કટરા આવ્યા હતા. આ દરમિયાન ભીડમાં ઝપાઝપી બાદ ભાગદોડ મચી ગઈ હતી અને ઘણા લોકો ઘાયલ થયા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ દુખદ ઘટના પર દુખ વ્યક્ત કર્યુ હતુ અને સાથે જ વળતરની પણ જાહેરાત કરી હતી. આ દુર્ઘટનામાં જે લોકોના મોત નિપજ્યા છે તેમને 10 લાખનું વળતર અને ઘાયલોની સારવાર માટે 2 લાખ રૂપિયાની જાહેરાત કરી હતી.

પ્રખ્યાત મંદિર વૈષ્ણો દેવી મંદિરમાં ભક્તોની ભારે ભીડને કારણે મચેલી નાસભાગમાં ઓછામાં ઓછા 12 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. અધિકારીઓએ શનિવારે આ માહિતી આપી હતી. ત્રિકુટા પહાડીઓ પર સ્થિત મંદિરના ગર્ભગૃહની બહાર નાસભાગ મચી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, વરિષ્ઠ અધિકારીઓ અને શ્રાઈન બોર્ડના પ્રતિનિધિઓ સ્થળ પર છે.

ન્યૂઝ એજન્સી ANI રિપોર્ટ અનુસાર, જમ્મુ-કાશ્મીરના DGPએ જણાવ્યું કે, કટરા સ્થિત માતા વૈષ્ણોદેવી ભવનમાં નાસભાગમાં 12 લોકોના મોત થયા છે, અને 13 લોકો ઘાયલ છે. આ ઘટના સવારે 2.45 વાગ્યા આસપાસ બની હતી. સિંહે કહ્યું કે પ્રારંભિક માહિતી અનુસાર, કેટલાક લોકો વચ્ચે ઝઘડો થયો અને પછી મારામારી શરૂ થઈ જે ભાગદોડમાં ફેરવાઈ ગઈ.

પીએમ મોદીએ આ દુખદ ઘટના પર ટ્વિટ કરી કહ્યું કે, માતા વૈષ્ણો દેવી ભવનમાં નાસભાગમાં જે લોકોના મોત થયા છે તે ઘટનાથી ખૂબ જ દુઃખી છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના. પીએમ મોદીએ જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ અને ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયજી સાથે વાત કરી અને સ્થિતિનો તાગ મેળવ્યો હતો.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર માતા વૈષ્ણોદેવી મંદિર વિસ્તારમાં નાસભાગમાં ઘાયલ થયેલા લોકો માટે રાહત કાર્યની સંપૂર્ણ કાળજી લઈ રહી છે અને જમ્મુ-કાશ્મીર પ્રશાસન સાથે સતત સંપર્કમાં છે. ‘પીએમ-કિસાન’ યોજના હેઠળ ભંડોળના વિમોચન માટે આયોજિત કાર્યક્રમમાં મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા મોદીએ કહ્યું કે તેમણે જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા સાથે વાત કરી છે. અગાઉ સિન્હાએ કહ્યું હતું કે નાસભાગની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે કહ્યું કે ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં કોઈ સમય વેડફાયો નથી. 6 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, અન્ય 4 લોકો પણ રજા માટે તૈયાર છે અને અન્ય 4 લોકોને હજુ થોડા દિવસો હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડશે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ કટરાની નરૈના હોસ્પિટલ પહોંચ્યા. અહીં માતા વૈષ્ણોદેવીમાં નાસભાગમાં ઘાયલ થયેલા લોકોને સારવાર આપવામાં આવી રહી છે. તેમણે અહીં પહોંચીને કહ્યું કે અહીં દાખલ કરાયેલા લોકોની સ્થિતિ સ્થિર છે તે સંતોષકારક છે. આઈસીયુમાં 6 લોકો દાખલ છે, જેમાંથી 2 લોકોને રજા આપી શકાય છે. 4 વ્યક્તિઓ જનરલ વોર્ડમાં છે, તેઓ પણ રજાને પાત્ર ગણાશે.

જમ્મુ અને કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક દિલબાગ સિંહે શનિવારે જણાવ્યું હતું કે વૈષ્ણો દેવી મંદિર વિસ્તારમાં કેટલાક યુવકો વચ્ચેની નજીવી તકરારથી નાસભાગ મચી ગઈ હતી જેમાં 12 લોકોના કમનસીબે મોત થયા હતા.નાસભાગમાં મૃત્યુઆંક વધીને 13 થઈ ગયો છે. અહીં આ દુર્ઘટના બાદ જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ એક તપાસ સમિતિ બનાવી છે.

રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે શનિવારે કહ્યું કે તેઓ જમ્મુ અને કાશ્મીરમાં માતા વૈષ્ણો દેવી ભવનમાં નાસભાગમાં શ્રદ્ધાળુઓના મોતના સમાચારથી ખૂબ જ દુઃખી છે.

તેમણે ટ્વીટ કર્યું, “માતા વૈષ્ણો દેવી ભવનમાં દુર્ભાગ્યપૂર્ણ નાસભાગમાં ભક્તોનું મોત થયું તે જાણીને મને ખૂબ જ દુઃખ થયું છે. હું શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. હું ઘાયલ લોકોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું.

Shah Jina