મનોરંજન

આ 10 અભિનેતાઓએ લગ્ન બાદ પણ ઓનસ્ક્રીનમાં પત્ની સિવાય બીજી સ્ત્રી સાથે રાખ્યા સંબંધો, બોલીવુડે પણ ઉઠાવ્યો એમનો ફાયદો

લગ્ન પછી પણ આ 10 બૉલીવુડ સ્ટારનું ઓનસ્ક્રીન ચાલ્યું ‘લફરું’, ફેન્સ બોલ્યા,’ શરમજનક બૉલીવુડ વાળા આવું જ શીખવાડે છે’

એકવીસમી સદી એક વસમી સદી બનવા જઈ રહી છે એમાં કોઈ નવાઈ નહિ, તેમાં પણ આ સોશિયલ મીડિયાના વધતા જતા ચલણે તો દાટ વાળ્યો છે. પતિ પત્ની વચ્ચેના સંબંધોમાં વિશ્વાસ નામની દોરી હવે પાતળી થતી હોય તેમ લાગે છે. એક પતિ પત્ની વચ્ચે નાનો અમથો અણ બનાવ તેમના રસ્તાને અલગ કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

Image Source

વળી, બોલીવુડના ફિલ્મોમાં પણ આ પ્રકારના કિસ્સાઓને લઈને ઘણી ફિલ્મો બની રહી છે અને તે સારી કમાણી પણ કરે છે. લગ્નેત્તર સંબંધોની વાત લઈને આવેલી ફિલ્મોમાં બોલીવુડના સ્ટાર પણ પોતાની પત્ની સિવાય પર સ્ત્રી સાથે સંબંધ રાખતા જોવા મળ્યા, વળી બોલીવુડની આ નામી હીરોઇનો પણ પોતાના પતિને છોડીને બીજા પુરુષના ગળાડૂબ પ્રેમમાં ખોવાઇલા જોવા મળે છે. આજે આપણે એવી જ કેટલીક પ્રખ્યાત ફિલ્મોની વાત કરવા જઈ રહ્યાં છે જેમાં લગ્નેત્તર સંબંધોને ખુલ્લેઆમ દર્શાવ્યા છે.

Image Source

રુસ્તમ:
અક્ષયકુમારની ફિલ્મ રુસ્તમમા તે એક નેવીનો અધિકારી બતાવવામાં આવ્યો છે. પોતાના કામકાજ માટે તેને મોટાભાગે બહાર રહેવાનું થતું હોય છે.  તેની પત્ની ઘરમાં એકલતાથી પીડાય છે અને પોતાની એકલતા દૂર કરવા માટે તે પર પુરુષની મિત્રતા કરે છે અને એ પર પુરુષ સાથે સંબંધો બાંધે છે. જો કે આ ફિલ્મ એક રહસ્યમય વળાંક લઈ લે છે છતાં લગ્નેત્તર સંબંધોની વાત આ ફિલ્મમાં જોવા મળે છે.

Image Source

બેવફા:
અક્ષય કુમારની જ એક બીજી ફિલ્મ બેવફામાં પણ કંઈક આવું જ જોવા મળે છે. આ ફિલ્મમાં અક્ષયકુમાર અને કરીના કપૂર બંને એકબીજાને પ્રેમ કરતા હોય છે પરંતુ કરીનાના લગ્ન અનિલકપુર સાથે થઇ જાય છે. લગ્નબાદ જયારે અક્ષયકુમાર અને કરીનાની મુલાકાત થાય છે ત્યારે વર્ષો પહેલાનો પ્રેમ પાછો જાગૃત થઇ જાય છે.

Image Source

હમ દિલ દે ચુકે સનમ:
સલમાન ખાન અને ઐશ્વર્યા રાયની એ ફિલ્મ કોણ ભૂલી શકે? એક અદભુત પ્રેમ કહાની બતાવનારી એ ફિલ્મમાં પણ લગ્નેત્તર સંબંધોની બહુ મોટી વાત નથી છતાં પણ સલમાન અને ઐશ્વર્યા એકબીજાને પ્રેમ કરતા હોય છે પરંતુ ઐશ્વર્યાના લગ્ન અજય દેવગન સાથે થઈ જાય છે. પરંતુ ઐશ્વર્યાના દિલમાં તો સલમાન જ વસેલો હોય છે. જો કે ફિલ્મમાં અજય ઐશ્વર્યાને સલમાન સાથે મેળવવાના તમામ પ્રયત્નો કરે છે અને એ દરમિયાન જ ઐશ્વર્યાને પોતાના પતિ સાથે જ પ્રેમ થઇ જાય છે, છેલ્લે પ્રેમી સામે હોવા છતાં પણ તે પોતાના પતિનો જ સ્વીકાર કરે છે.

Image Source

બીવી નંબર 1:
સલમાન ખાનની જ બીજી એક લોકપ્રિય ફિલ્મ બીવી નંબર વનમાં સલમાનના લગ્ન કરિશ્મા કપૂર સાથે થયેલા હોય છે વળી તેને બે બાળકો પણ હોય છે તે છતાં તે સુસ્મિતા સેન સાથે સંબંધ રાખે છે.

Image Source

મસ્તી-1,2,3:
મસ્તી ફિલ્મ બોક્સ ઓફિસ ઉપર સૌથી સફળ રહી છે. ફિલ્મની સફળતા જોઈને મસ્તી ફિલ્મના બીજા બે ભાગ પણ બન્યા અને તે પણ ખુબ જ લોકપ્રિય રહ્યા, પરંતુ આ ત્રણ ભાગમાં એક જ વાર્તા અલગ અલગ સ્વરૂપે જ રજૂ કરવામાં આવી છે અને ફિલ્મનું કેન્દ્રસ્થાન લગ્નેત્તર સંબંધો જ રહ્યા છે. ફિલ્મના કલાકારો પોતાની પત્ની હોવા છતાં પણ બીજી સ્ત્રીઓ સાથે સંબંધો રાખતા જોવા મળે છે.

Image Source

રોકસ્ટાર:
રણબીર કપૂરની લોકપ્રિય ફિલ્મ રોકસ્ટાર તેની વાર્તા કરતા તેના ગીતોથી વધુ સફળ નીવડી. છતાં પણ ફિલ્મની વાર્તામાં લગ્નેત્તર સંબંધોની વાત જોવા મળી. ફિલ્મની હિરોઈન નરગીસના લગ્ન થઇ ગયા હોવા છતાં પણ રણબીરને મળતા તે તેના પ્રેમમાં પડી જાય છે.

Image Source

કભી અલવિદા ના કહેના:
શાહરુખ, રાની મુખર્જી, અભિષેક બચ્ચન અને પ્રીતિ ઝિન્ટાની ફિલ્મ કભી અલવિદા ના કહેના એ બોક્સ ઓફિસ ઉપર સારી કમાણી કરી છે. ફિલ્મની મુખ્ય વાર્તા લગ્નેત્તર સંબંધોને અનુલક્ષીને જ લખાઈ છે. શાહરુખના લગ્ન પ્રીતિ સાથે અને અભિષેકના લગ્ન રાની સાથે થઇ ગયા હોવા છતાં બંને કપલ એકબીજાથી ખુશ નથી હોતા. આ ચાર જયારે મળે છે ત્યારે અભિષેકને પ્રીતિ પ્રત્યે અને શાહરૂખને રાની પ્રત્યે એક અલગ લાગણી જન્મે છે એમને એમ જ લાગે છે કે આ વ્યક્તિ જ મારા માટે યોગ્ય હતો અને પછી શરૂ થાય છે લગ્નેત્તર સંબંધોની વાર્તા.

Image Source

હમારી અધૂરી કહાની:
આ ફિલ્મમાં પણ લગ્નેત્તર સંબંધોની વાત આલેખાઈ છે. ફિલ્મમાં વિદ્યા બાલન પોતાના પતિથી નાખુશ હોય છે. તે તેની ઉપર અત્યાચાર કરે છે. વિદ્યાની મુલાકાત ઇમરાન હાશ્મી સાથે થાય છે. ઈમરાનને રાની સાથે પ્રેમ થઇ જાય છે. અવાર નવારની મુલાકાતો અને ઈમરાનનો કાળજી પ્રેરક સ્વભાવને જોઈને વિદ્યાને પણ ઇમરાન સાથે પ્રેમ થઇ જાય છે પરંતુ તે પરણિત હોવાના કારણે આગળ વધી શકતી નથી. આ વાર્તાને લઈને આ ફિલ્મે પણ સારી કમાણી કરી હતી.

Image Source

સિલસિલા:
અમિતાભ બચ્ચનના યુવાની કાળની એક ફીલ સિલસિલા પણ જોવા જેવી છે આ ફિલ્મમાં રેખા અને અમિતાભ બચ્ચનની કેમેસ્ટ્રી ખુબ જ મઝાની છે. અમિતાભના લગ્ન જ્યાં બચ્ચન સાથે થઇ ગયા હોવા છતાં પણ અમિતાભ રેખાને પ્રેમ કરે છે અને રેખાને છુપી રીતે મળતો પણ હોય છે. એ સમયે પણ લગ્નેત્તર સંબંધોની વાત આ ફિલ્મમાં પણ જોવા મળી હતી. ફિલ્મના ડાયરેક્ટર યશ ચોપડા હતા. જેમને બોલીવુડમાં પ્રણય ત્રિકોણ દર્શાવતી ઘણી ફિલ્મો આપી છે.

મર્ડર:
ઇમરાન હાશ્મીની સૌથી ચર્ચિત ફિલ્મ મર્ડર તેના ગીતો અને ફિલ્મમાં દર્શાવેલા બોલ્ડ સીનના કારણે ખુબ જ ચર્ચાનો વિષય બની. ટીકાકારોએ તો આ ફિલ્મને બી ગ્રેડની ફિલ્મ પણ જાહેર કરી તે છતાં બોક્સ ઓફિસ ઉપર આ ફિલ્મ  ખુબ જ મોટો વ્યવસાય કરવામાં સફળ રહી. ફિલ્મમાં મલ્લિકા શેરાવતના લગ્ન તેના જીજાજી સાથે થાય છે કારણે કે તેની બહેનનું અકાળે અવસાન થયું હોય છે અને તેના બાળકની સારવાર રાખવા માટે કોઈ નથી હોતું.

Image Source

તેનો પતિ કામકાજમાં ખુબ જ વ્યસ્ત હોવાના કારણે તેની પત્ની પ્રત્યે ધ્યાન નથી આપી શકતો જેના કારણે મલ્લિકા તેના કૉલેજ ફ્રેન્ડ ઇમરાન હાશ્મીના પ્રેમમાં પડે છે. ઈમરાનને શરીરની ભૂખ હોય છે તે મલ્લિકા સાથે બધી જ હદો પર કરી દે છે. વાર્તાનો અંત કંઈક જુદી જ દિશા તરફ લઇ જાય છે તે છતાં લગ્નેત્તર સંબંધની વાત આ ફિલ્મમાં રજૂ થઇ છે.

આ સિવાય પણ ઘણી બધી એવી ફિલ્મો છે જેમાં લગ્નેત્તર સંબંધોની વાત કરવામાં આવી છે.