મનોરંજન

આ 7 ડાયરેકટર્સ વિવાહિત હોવા છતાં પણ અભિનેત્રીઓ સાથે દિલ લગાવી બેઠા, અમુકે તો પત્નીને પણ છોડી દીધી

બોલીવુડમાં ઘણા એબા નિર્દેશકો છે કે જેમણે પોતાની ફિલ્મની અભિનેત્રીને જ પોતાની જીવનસાથી બનાવી લીધી. જેમાના અમુક એવા પણ હતા કે જેણે આ અભિનેત્રીઓ સાથે લગ્ન કરવા માટે પોતાની પત્નીને પણ છોડી દીધી હતી અને છૂટાછેડા લઇ લીધા.

જ્યારે અમુક ડાયરેકટર્સ એવા પણ રહયા કે જેઓ વિવાહિત હોવા છતાં પણ અભિનેત્રીઓ સાથે પ્રેમ કરી બેઠા પણ સમયના રહેતા તેઓએ પોતાના લગ્નજીવનને જીવનને બચાવી લીધું. આવો તો જણાવીએ કે કોણ કોણ આ લિસ્ટમાં શામેલ છે.

Image Source

1. રોહિત શેટ્ટી:
રોહિત શેટ્ટીએ માયા શેટ્ટી સાથે વર્ષ 2005 માં લગ્ન કર્યા હતા. રોહિતના જીવનમાં અભિનેત્રી પ્રાચી દેસાઈના આવવાથી તેનું વિવાહિત જીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હતું. રોહિત અને પ્રાચીના અફેરની ખબરો બંન્નેના પરિવાર સુધી પણ પહોંચી ગઈ હતી. જો કે રોહિત શેટ્ટીએ પ્રાચીને પોતાનાથી અલગ કરી લીધી અને પોતાના લગ્ન જીવનને બચાવી લીધું.

Image Source

2. અનુરાગ કશ્યપ:
અનુરાગ કશ્યપના જીવનમાં જ્યારે કલ્કી કોચલીનની એન્ટ્રી થઇ તો તેણે પોતાની પત્નીથી 2009 માં છૂટાછેડા લઇ લીધા હતા. જેના પછી વર્ષ 2011 માં અનુરાગે કલ્કી સાથે લગ્ન કરી લીધા જો કે વર્ષ 2015 માં તેઓના પણ છૂટાછેડા થઇ ગયા હતા.

Image Source

3. બોની કપૂર:
બોની કપૂરના લગ્ન વર્ષ 1983 માં મોના કપૂર સાથે થયા હતા. શ્રીદેવી સાથે લગ્ન કરવા માટે બોનીએ વર્ષ 1996 માં મોના કપૂર સાથે છૂટાછેડા લીધા હતા.

Image Source

4. વિક્રમ ભટ્ટ:
ફિલ્મ ડાયરેક્ટ વિક્રમ ભટ્ટએ પોતાના બાળપણની મિત્ર અદિતિ સાથે લગ્ન કર્યા હતા. વિક્રમ વિવાહિત હોવા છતાં પણ અભિનેત્રી સુષ્મિતા સેન સાથે પ્રેમ કરી બેઠા. સુષ્મિતા માટે વિક્રમ ભટ્ટએ પત્નીથી છૂટાછેડા લઇ લીધા હતા. જો કે પછી તે સુષ્મિતાથી પણ અલગ થઇ ગયા હતા.

Image Source

5. આદિત્ય ચોપરા:
યશ ચોપરાના દીકરા આદિત્ય ચોપરાના લગ્ન પાયલ ખન્ના સાથે વર્ષ 2001 માં થયા હતા, પણ આદિત્યનું દિલ અભિનેત્રી રાની મુખર્જી પર આવી ગયું. વર્ષ 2009 માં આદિત્યએ પત્નીને છૂટાછેડા આપ્યા અને રાની સાથે લગ્ન કરી લીધા.

Image Source

6. ઈમ્તિયાઝ અલી:
ઈમ્તિયાઝ અલીની પત્નીનું નામ પ્રીતિ હતું. વિવાહિત હોવા છતાં તેનું અફેર પાકિસ્તાની મોડલ સાથે હતું જેને લીધે 2012 માં ઈમ્તિયાઝના લગ્ન તૂટી ગયા.

Image Source

7. મહેશ ભટ્ટ:
મહેશ ભટ્ટના પહેલા લગ્ન કિરણ ભટ્ટ સાથે થયા હતા છતાં પણ મહેશ ભટ્ટ પરવીન બૉબીને પ્રેમ કરવા લાગ્યા હતા. જો કે મહેશ ભટ્ટને જલ્દી જ એ અનુભવ થઇ ગયો કે તે વધારે સમય પરવીન સાથે નહીં રહી શકે અને જલ્દી જ પોતાની પત્ની પાસે ચાલ્યા ગયા.