મિત્રની પીઠ પાછળ જ મિત્ર તેની પત્ની સાથે બાંધતો રહ્યો અવૈધ સંબંધો, પતિને રસ્તામાંથી હટાવવા કર્યું એવું કે સાંભળીને કાળજું કંપી ઉઠશે

પ્રેમ લગ્ન પછી ખુશી ખુશી જીવતા પતિ-પત્નીમાં પત્નીએ બેશરમ બનીને બીજે લફડું કર્યું અને છેલ્લે એકને મળી ભયાનક મોત, જુઓ

આજકાલ સોશિયલ મીડિયા અને સમાચારમાં સતત પતિ પત્નીએ વચ્ચે ત્રીજી વ્યક્તિના સંબંધો અને તેના ગંભીર પરિણામો વિશે ખબર આવતી રહે છે. લગ્નેત્તર સંબંધો ઉજાગર થયા બાદ તેના દુષ્કર પરિણામો પણ સામે આવતા રહે છે. હાલ એવી જ ખબરે ચર્ચાનો માહોલ ગરમ કર્યો છે. જેમાં મિત્રએ જ તેના મિત્રને દગો આપી મિત્રની પત્ની સાથે સંબંધો બાંધ્યા હતા, અને આ સંબંધોનું પણ ખુબ જ ગંભીર પરિણામ આવ્યું.

પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના બેંગલુરુમાં બની છે.  જેમાં પ્રેમ લગ્ન કર્યા બાદ સુખી લગ્ન જીવન વિતાવી રહેલા દંપતીની વચ્ચે પતિના એક મિત્રનો પ્રવેશ થાય છે અને પછી આખો પરિવાર વેર વિખેર બની જાય છે. કારણ કે પતિના મિત્રની આંખ પત્ની સાથે મળી જાય છે અને બંને વચ્ચે સંબંધો પણ બંધાવવા લાગે છે.

(આરોપી પત્ની રંજીતા અને મૃતક પતિ કાર્તિક)

આ બાબતે મળી રહેલ બધું માહિતી અનુસાર બેંગલુરુના બંદીમાકલમ્મા મંદિર પાસે રહેતા કાર્તિક અને રંજીતાને એક બીજા સાથે 5 વર્ષ પહેલા પ્રેમ સંબંધો બંધાયા હતા જેના બાદ બંનેએ લગ્ન પણ કરી લીધા હતા. આ દરમિયાન જ તેમના જીવનમાં કાર્તિકનો મિત્ર સંજીવ આવ્યો. સંજીવના અવાર નવાર ઘરે આવવાના કારણે રંજીતા અને સંજીવ વચ્ચે આંખો મળવા લાગી અને રંજીતાને ફરીથી સંજીવ સાથે પ્રેમ થઇ ગયો.

આ દરમિયાન પ્રેમમાં આંધળી બનેલી રંજીતા અને તેના પ્રેમી સંજીવને કાર્તિક કાંટાની જેમ ખૂંચવા લાગ્યો અને તેને રસ્તામાંથી હટાવવાનો પ્લાન પણ બંનેએ બનાવી લીધો. આ દરમિયાન સંજીવે તેના મિત્ર સુબ્રમણિ સાથે મળીને કાર્તિકની હત્યા કરવાની યોજના બનાવી લીધી જેના બાદ કાર્તિકને સંજીવે દારૂ પીવડાવી તેના ઘરે લઇ ગયો.અને ઘરમાં કાર્તિકનું માથું કાપી અને હત્યા કરી નાખી હતી.

(આરોપી પ્રેમી સંજીવ)

હત્યા કર્યા બાદ કાર્તિકની લાશને એક બેગમાં ભરી દેવામાં આવી. અને આ બેગને કુંભકોનાગોડે પાસે સ્કેબાર્ડ ફેંકી દીધી હતી. લાશ ફેંક્યા બાદ તે ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જેના થોડા સમય પછી મૃતક કાર્તિકની પત્ની રંજીતાએ કેમ્પેગોડા નગર પોલીસ સ્ટેશનમાં પતિ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.

જેના બાદ પોલીસે કાર્તિકની તપાસ હાથ ધરી તે દરમિયાન જ કાર્તિકની બહેને પોલીસને રંજીતા અને સંજીવ વચ્ચેના અવૈધ સંબંધો વિશેની જાણ કરી. પોલીસે રંજીતાનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો. અને કડકાઈથી તેની પુછપરછ કરતા તેને પોતાનો ગુન્હો કબૂલી લીધો અને આ હત્યાનો  ભેદ ખોલી નાખ્યો. પોલીસે શબને મળેવી પરિવારજનોને સોંપી દીધું છે. અને આગળ મામલાની તપાસ કરી રહી છે.

Niraj Patel