ખબર

બ્લેક ફંગસ જેવી ખતરનાક બીમારી કેવા લોકોને શિકાર બનાવે છે? ખુલી ગયું રહસ્ય- જાણો

ખાસ વાંચો: આ બીમારીમાં 100 ઇન્જેક્શન લેવા પડે છે, એક્સપર્ટે ખોલ્યું એક રાઝ

દેશમાં હાલ કોરોનાનો કહેર યથાવત છે અને તેમાં પણ આ કોરોનાના કહેર વચ્ચે મ્યુકરમાઇકોસિસ એટલે કે બ્લેક ફંગસનો કહેર જોવા મળી રહ્યો છે, ગુજરાત તેમજ મહારાષ્ટ્ર સહિત અનેક રાજયોમાં આ કહેર જોવા મળી રહ્યો છે. તેવામાં આ બીમારીનો ખતરો કોને વધુ છે તે એક સવાલ છે.

એક રીપોર્ટ અનુસાર, આ બીમારી મહિલાઓના પ્રમાણમાં પુરુષોને વધારે થાય છે. દેશમાં કોરોના સંક્રમણ વચ્ચે મ્યુકરમાઇકોસિસ હવે માથાના દુખાવા સમાન બની ગયુ છે. ત્યારે દેશમાં અત્યાર સુધીમાં 7250 લોકો આ બીમારી સામે ઝઝૂમી રહ્યા છે. અત્યાર સુધીમાં આ બીમારીએ લગભગ 200થી વધુ લોકોનો જીવ લીધો છે.

ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ આ બીમારીના કેસ વધુ સામે આવી રહ્યા છે. રાજસ્થાનમાં 700 અને મધ્યપ્રદેશમાં 575 કેસ સામે આવ્યા છે તો બીજીબાજુ ગુજરાતની વાત કરીએ તો 1160થી વધુ કેસ નોંધાયા છે.

બ્લેક ફંગસ એટલે કે મ્યુકોરમાઇકોસિસ પર અભ્યાસ કરનાર ટીમે મ્યુકરમાઇકોસિસના 101 દર્દાઓ પર રિસર્ચ કર્યુ છે અને એ પરથી એક વિશ્લેષણ કર્યુ હતુ. અને એ પરથી તારણ આવ્યુ કે, તેમાં પુરુષો 79 હતા અને તેમાં પણ સૌથી વધુ દર્દીઓ ડાયાબિટિસના હતા. આ સ્ટડી પરથી એ સામે આવ્યુ છે કે, મહિલાઓના પ્રમાણમાં પુરુષોને આ બીમારી વધુ થાય છે.

કોલકાતાની જીડી હોસ્પિટલ અને ડાયાબિટિસના ડોક્ટર અવધેશ કુમાર અન્ રીતુ સિંહ તેમજ મુંબઇની લીલાવતી હોસ્પિટલના ડોક્ટર શશાંક જોશી અને દિલ્હીના અનુપ મિશ્રા ચાર ડોક્ટરોએ ભેગા મળી અભ્યાસ કર્યો હતો. કેટલાક ચિકિત્સકોનું માનવુ છે કે, સ્વચ્છ માસ્ક ન પહેરવાથી પણ આનો ખતરો રહે છે તેમજ કોરોનાથી રિકવર થયા બાદ અને ડાયાબિટિસના દર્દીઓએ વધુ સાવધાની રાખવાની જરૂર છે.