કૌન બનેગા કરોડપતિ-11 માં 18 ઓક્ટોબરના એપિસોડમાં પહેલી વાર એવું થયું કે જ્યારે એક્સપર્ટની રાય પણ કામમાં ન આવી. છત્તીસગઢથી આવેલા જાલિમ સાયને અમિતાભજીની સામે હોટ સીટ પર બેસવાનો મૌકો મળ્યો હતો, અને તે ખુબ શાનદાર રીતે ગેમ રમી રહ્યા હતા.

એવામાં જાલિમને પૂછવામાં આવેલા સવાલનો જવાબ ન આવડતા તેણે લાઈફલાઈનનો સહારો લીધો હતો. જો કે એક્સપર્ટ વરિષ્ઠ પત્રકાર રાહુલ દેવ પણ આ સવાલનો જવાબ આપવામાં નાકામ રહ્યા હતા. આ સવાલનો જવાબ ગુગલ પરથી પણ મેળવવો ખુબ મુશ્કિલ છે. સવાલનો જવાબ ન આવડતા જાલિમ 6.40 લાખ રૂપિયા જીતીને ગેમથી બહાર થઇ ગયા હતા.

સવાલ હતો કે:
સૌથી વધારે ફિલ્મી ગીતો લખવાનો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ ક્યાં ગીતકારના નામેં છે?
A. ગુલજાર B. જાવેદ અખ્તર C. સમીર D. અંજાન
વાસ્તવમાં આ એક એવો સવાલ છે જેનો નિશ્ચિત સ્વરૂપે સાચો જવાબ બૉલીવુડના કોઈ વિશેષજ્ઞ પણ ન આપી શકે. કેમ કે ગિનીઝ વર્લ્ડ રેકોર્ડને જોઈને લોકોનું ધ્યાન ગુલઝારના તરફ જઈ રહ્યું હતું. જ્યારે ગીતકાર સમીર અને તેના પિતા અંજાનના નામને લઇને મૂંઝવણ બનેલી હતી. કેમ કે સમીર પોતે પોતાનું પૂરું નામ સમીર અંજાન લખે છે. એવામાં વર્લ્ડ રેકોર્ડમાં સમીરનું નામ છે કે અંજાનનું એ નક્કી કરવું સહેલું ન હતું.

એક્સપર્ટ રાહુલ દેવને જ્યારે આ સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે પણ કહ્યું જે તેને આ વિષય પર થોડી બીક લાગે છે. રાહુલે કહ્યું કે તેના અંદાજાના આધારે તેનો સાચો જવાબ ગુલજાર હોઈ શકે છે પણ રાહુલનું માનવું હતું કે જાલિમને ગેમ છોડી દેવી જોઈએ. કેમ કે રાહુલને જ પોતાના જવાબ પર વિશ્વાસ ન હતો.

શું છે આ સવાલનો સાચો જવાબ?:
તે સમયમાં ગીતકાર સમીરે ખુબ ગીતો લખ્યા હતા આ સિવાય તે લગાતાર લોકપ્રિય ગીતોના લિરિક્સ પણ લખતા રહ્યા હતા. જયારે તેની તુલનામાં ગુલજાર, અંજાન કે જાવેદ અખ્તરે ઓછા ગીતો લખ્યા છે માટે આ સવાલનો સાચો જવાબ અને વર્લ્ડ રેકોર્ડ જેના નામ પર છે તે ગીતકાર ‘સમીર’ છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.