રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી માત્ર ભારતના જ નહિ પણ એશિયાના પણ સૌથી ધનિક વ્યક્તિ છે. લગભગ 43.2 બિલિયન ડોલરની નેટવર્થ સાથે મુકેશ અંબાણી ગયા વર્ષે પણ ફોર્બ્સ ઇન્ડિયાની રિચ લિસ્ટમાં સતત 11માં વર્ષે પણ નંબર વન પર રહયા હતા. મુકેશ અંબાણી પોતાનું જીવન શાહી રીતે જીવે છે. દરેક પ્રસંગે તે પાર્ટીઓ આપતા રહે છે અને બોલીવૂડના સેલેબ્સ પણ તેમની આ પાર્ટીઓમાં આવે છે. મુકેશ અંબાણી પાસે ઘણી એવી મોંઘી વસ્તુઓ છે કે જે માત્ર એક ધનિક વ્યક્તિ જ ખરીદી શકે છે.

તેમની પાસે એવી 10 વસ્તુઓ છે કે જે એશિયામાં ભાગ્યે જ કોઈ ધનિક વ્યક્તિ પાસે હશે. એટલે જ તો તે એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. ચાલો જાણીએ મુકેશ અંબાણીની સૌથી મોંઘી 10 વસ્તુઓ –
1. એન્ટિલિયા –

મુકેશ અંબાણીનું ઘર એન્ટિલિયા 27 માળનું, 4,00,000 સ્કવેર ફૂટમાં બનેલું છે. તેમના ઘરના ફ્લોર્સ સામાન્ય ઘરો કરતા ઊંચા છે. આ ઘર બનાવવામાં 65 અબજ રૂપિયા ખર્ચ થયા હતા. આ ઘર મુંબઈમાં અલ્ટામાઉન્ટ રોડ પર આવેલું છે જે વિશ્વના સુધી મોંઘા આવાસીય સ્થળોમાંથી એક છે. એન્ટિલિયાની દેખભાળ માટે 600 કર્મચારીઓ રાખવામાં આવ્યા છે. એન્ટિલિયામાં જ હેલ્થ સ્પા, થિયેટર, બોલરૂમ, સ્વિમિંગ પૂલ, હેલિપેડ, ડાન્સ સ્ટુડિયો, પાર્કિંગ છે. અંબાણી પરિવારે કોઈ વસ્તુ માટે ઘરની બહાર જવાની જરૂર નથી પડતી.
2. BMW 760Li –

મુકેશ અંબાણી હંમેશા BMW 760Li કારમાં જ ટ્રાવેલ કરે છે, આ ગાડી બુલેટપ્રૂફ છે. આ ગાડીમાં કોન્ફ્રન્સ સેન્ટર, લેપટોપ, અને ટીવી સ્ક્રીન લાગેલી છે. આ ગાડીની કિંમત 1.4 મિલિયન ડોલર છે. મુકેશ અંબાણીની આ ગાડી સૌથી મોંઘી કાર રજિસ્ટ્રેશનમાંથી એક છે, સાથે જ કોઈ ભારતીય દ્વારા રાખવામાં આવનારી પણ સૌથી મોંઘી ગાડી છે.
3. એરબસ 319 જેટ –

મુકેશ અંબાણી પાસે 100 મિલિયન ડોલરની કિંમતવાળું એરબસ 319 જેટ પણ છે, આ વિમાન 25 યાત્રીઓને લઇ જવા માટે છે. આ પ્લેનમાં એક મોટું એન્ટરટેનમેન્ટ કેબીન, લક્ઝરી બાર અને ફેન્સી ડાઇનિંગ એરિયા છે. આટલું જ નહીં, એરબસમાં એક રોયલ બેડરૂમ પણ છે. આ જેટમાં લેધર સીટિંગ, એસી અને ખાસ કોકપીટ પણ છે.
4. યાટ –

મુકેશ અંબાણી પાસે એક મિલિયન ડોલરથી વધુની કિંમતનું એક યાટ પણ છે. 58 મીટર લાંબા અને 38 મીટર પહોળા આ યાટમાં સોલાર ગ્લાસ રૂફ લાગેલી છે. એમ ત્રણ ડેક છે જે બધી જ સુવિધાઓથી સજ્જ છે જેમ કે પિયાનો બાર, લોન્જ અને ડાઇનિંગ એરિયા જેમાં મહેમાનો માટે પર્સનલ સૂટ અને રાઇડિંગ રૂમ પણ સામેલ છે. આ યાટ સમુદ્રમાં એક લક્ઝરી ઘર જેવું લાગે છે. એમાં 12 પેસેન્જર અને 20 કૃ મેમ્બર મુસાફરી કરી શકે છે.
5. Maybach 62 –

મુકેશ અંબાણી ભારતના એકમાત્ર એવા વ્યક્તિ છે કે જેમને પોતાની પત્નીને જન્મદિવસે ભેટમાં આપવા માટે Maybach 62 ખરીદી છે. આ કારની સ્પીડ 250 કિલોમીટર પ્રતિ કલાક છે, આ કાર માત્ર 5.4 સેંકડમાં 0થી 100ની સ્પીડ પકડી શકે છે. એક મિલિયડ ડોલરથી વધુ કિંમતવાળી આ કાર મુકેશ અંબાણીની જરૂરતોને ધ્યાનમાં રાખે છે. આ કાર સિવાય પણ મુકેશ અંબાણી પાસે ઘણી લક્ઝુરિયસ કાર છે.
6. Aston Martin Rapide –

અંબાણી પાસે ઘણા હાઈટેક ફિચર્સથી સજ્જ Aston Martin Rapide કાર છે. આ કારમાં 5.9L V12 એન્જીન છે, જેમાં 8 ઓટોમેટિક ટ્રાન્સમિશન લાગેલા છે. આ કર એક કલાકમાં 203 માઈલ સુધી ચાલી શકે છે.
7. Mercedes SL500 –

અંબાણી પાસે Mercedes SL500 પણ છે આ કારની કિંમત 1 લાખ ડોલર જેટલી છે. કેટલાય પ્રકારની સુવિધાઓથી સજ્જ આ કારમાં પણ 7 સ્પીડ ઓટોમેશન ટ્રાન્સમિશન લાગેલા છે.
8. Rolls-Royce Phantom –

મુકેશ અંબાણી પાસે Rolls-Royce Phantom પણ હોય છે, જેની કિંમત લગભગ 4 કરોડથી વધુ જણાવાઈ રહી છે. સ્પીડ મામલે આ ગાડી બીજી બધી ગાડીઓને પાછળ છોડી શકે છે. આ ગાડી એક કલાકમાં 249 કિલોમીટરનું અંતર કાપી શકે છે.
9. બિઝનેસ જેટ – 2 –

મુકેશ અંબાણી પાસે એક બીજી વિમાન પણ છે જે છે બિઝનેસ જેટ – 2 છે. જેટ 319ની જેમ જ આમાં ઓફિસ, લક્ઝરી સ્કાય બાર અને બેડરૂમ, બોર્ડરૂમની સુવિધાઓ છે. આ જેટની કિંમત 73 મિલિયન ડોલર છે.
10. ફાલ્કન 900 EX –

જેટ-2 અને એરબસ 391 સિવાય મુકેશ અંબાણી પાસે બીજું એક પ્લેન પણ છે. અંબાણી પાસે ફાલ્કન 900 EX પણ છે. આ પ્લેનની કિંમત 100 મિલિયન ડોલર છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.