મનોરંજન

આ 9 સિતારાઓ નામ પર બોલીવુડના સૌથી મોંઘા છૂટાછેડા, ઘણા તો થઇ ગયા છે કંગાળ

બોલીવુડમાં છૂટાછેડા થા એ કોઈ નવી વાત નથી. આજે કોઈ પણ કારણોવગર બોલીવુડના સિતારાઓ અલગ થઇ જતા હોય છે. જેમાં તેના પતિ કંગાળ થવાની પણ વાત કરે છે. જેમાં સૈફ અલી ખાનથી આમિર ખાન સુધીના લોકો શામેલ છે.

જ્યારે કોઈ સેલિબ્રિટી છૂટાછેડા લે છે અથવા તેમની જોડી તૂટી જાય છે, ત્યારે તેમના ચાહકો ખૂબ નિરાશ થાય છે અને સતત ચર્ચા થતી હોય છે, જોકે તેનાથી વધુ દુઃખ તેમના પાર્ટનરને હોય છે જેમણે છૂટાછેડાના નામે તેમના પાર્ટનરને વળતર ચૂકવવું પડે છે. આજે અમે તમને કેટલાક લગ્નો વિશે વાત કરીશું જેમાં વળતર આપવામાં પતિઓકંગાળ થઇ ગયા હતા.

1.ફરહાન અખ્તર અને અધુના ભબાની

Image source

ફરહાન અખ્તર અને અધુના બાબાનીએ 16 વર્ષ પછી તેમના સંબંધો સમાપ્ત કર્યા. જોકે અધુનાએ છૂટાછેડાના નામ પર મોટી રકમ અને 10 હજાર વર્ગ ફૂટનો બંગલો ‘વિપસાના’ ના માંગ્યો છે.આ સાથે જ ફરહાન અખ્તર પણ ફરહાન અને અધુના બાળકોના ભવિષ્યની સંપૂર્ણ જવાબદારી લેશે.

2.કરિશ્મા કપૂર અને સંજય કપૂર

Image source

અભિષેક બચ્ચન સાથે સંબંધ તોડ્યા બાદ કરિશ્મા કપૂરે સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા. આમ છતાં કરિશ્માના લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યા ન હતા અને 2016 માં બંનેને કાયદેસર રીતે છૂટાછેડા લીધા હતા. સમાચારો અનુસાર સંજય કપૂરે આ માટે 14 કરોડની જંગી રકમ ચૂકવી હતી.

3.સૈફ અલી ખાન અને અમૃતા સિંહ

Image source
Image source

સૈફ અલી ખાન અને અમૃતા સિંહના લગ્ન તે સમયે સૌથી વધુ હોટ ટોપિક પૈકી એક હતા. જોકે તેમની પ્રેમ કથા 13 વર્ષ પછી સમાપ્ત થઈ ગઈ હતી, છૂટાછેડા સમયે,સૈફ અલી ખાને અમૃતાને 5 કરોડ તેના બાળકો માટે 1 લાખ રૂપિયા આપવાનું વચન આપ્યું હતું.

4.ઋતિક રોશન અને સુઝૈન ખાન

Image source
Image source

ઋતિક રોશન અને સુઝૈન ખાનની લવ સ્ટોરી આખાબોલીવુડમાં લોકપ્રિય હતી. પરંતુ કેટલાક પરસ્પરના વિવાદોને કારણે 2014 માં બંને કાયદેસર રીતે છૂટા પડી ગયા. સમાચારો અનુસાર, ઋતિક રોશને સુઝૈન ખાનને આશરે 400 કરોડની મોટી રકમ ચૂકવી દીધી હતી, જોકે ઋતિક રોશને આ અફવા જણાવી હતી.

5.આમિર ખાન અને રિના દતા

Image source
Image source

આમિર ખાન અને રીના દત્તાએ તેમના માતાપિતાની ઇચ્છા વિરુદ્ધ લગ્ન કર્યાં, જોકે તેમનું લગ્નજીવન લાંબું ચાલ્યું ન હતું અને તેમના છૂટાછેડા થઈ ગયા હતા. એવું માનવામાં આવે છે કે આમિર ખાને છૂટાછેડામાં રીના દત્તાને મોટી રકમ આપી હતી પરંતુ વાસ્તવિક રકમ ક્યારેય બહાર આવી ન હતી.

6.સંજય દત્ત અને રિયા પિલ્લઈ

Image source
Image source

સંજય દત્ત તેની બીજી પત્ની રિયા પિલ્લઈ ને બહુ જ પ્રેમ કરતો હતો. જોકે રિયાને ટેનિસ સ્ટાર લિએન્ડર પેસ સાથે પ્રેમ થઈ ગયો હતો, ત્યારબાદ તેણે સંજય દત્તને છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો હતો. છૂટાછેડામાં સંજય દત્તે રિયાને એક સી ફેસિંગ એપાર્ટમેન્ટ અને એક મોંઘી કાર આપી હતી.

7.લિએન્ડર પેસ અને રિયા પિલ્લઇ

Image source
Image source

રિયા પિલ્લઇના આ સંબંધનો અંત ખૂબ જ ખરાબ હતો. જેમાં બંને ભાગીદારોએ ઓન એર થઈને એકબીજા પર બધા જ આરોપ લગાવ્યા હતા.રિયાએ પોતાના માટે ત્રણ લાખ અને તેની બાળકી માટે આશરે 90 હજાર રૂપિયાની માંગ કરી હતી.

8.આદિત્ય ચોપરા અને પાયલ ખન્ના

Image source
Image source

આદિત્ય ચોપડા અને પાયલ ખન્ના નાનપણથી જ એક બીજાને ચાહતા હતા. જોકે, એવી અટકળો છે કે આદિત્ય અને પાયલનાં સંબંધો તૂટી ગયા કારણ કે આદિત્યનું રાણી મુખર્જી સાથે અફેર હતું. પાયલે આ છૂટાછેડામાં આદિત્ય પાસેથી મોટી રકમની માંગ પણ કરી હતી.

9.પ્રભુદેવા અને રામલથ

Image source

ડાન્સર કોરિયોગ્રાફર, ડિરેક્ટર પ્રભુ દેવાના લગ્ન રામલથ સાથે થયા હતા, જેનાથી પ્રભુ દેવાને બે દીકરાઓ થયા હતા. જો કે આ લગ્ન લાંબું ચાલ્યું નહીં અને બંનેના છૂટાછેડા થઈ ગયા. છૂટાછેડામાં પ્રભુ દેવની પત્નીએ તેમની પાસેથી 20 થી 25 કરોડની સંપત્તિ અને અને એક લાખ રૂપિયાની ડિમાન્ડ કરી હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.