ખબર

નિર્ભયા ગેંગરેપ મામલો: ફાંસી આપવાવાળા જલ્લાદને મળે છે આટલો પગાર, વિશ્વાસ નહિ આવે

દિલ્લીના વસંત વિહારમાં ગેંગરેપ એટલે કે નિર્ભયાના આરોપીઓની તિહાડ જેલમાં ઉલ્ટી ગણતરી શરૂ થઇ ગઈ છે. બધા આરોપીઓને જુદા-જુદા  કરી દેવામાં આવ્યા છે. બધા આરોપી પર સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે.

Image Source

બીજી તરફ જેલ પ્રસાશન દ્વારા ફાંસી ઘરમાં ફાંસી દેવાના રિહર્સલને પૂરું કરી દેવામાં આવ્યું છે, માનવામાં આવી રહ્યું છે કે, રાષ્ટ્રપતિ દ્વારા દયા અરજીના મંજુર કરવા પર ચારેય આરોપીને એક સાથે ફાંસીના માંચડે લટકાવી દેવામાં આવશે. નિર્ભયાના ચારેય આરોપીને ફાંસી આપવા માટે મેરઠના પવન જલ્લાદે હા પણ પાડી દીધી છે. આવો જાણીએ ફાંસી દેવાવાળા જલ્લાદને કેટલું વેતન મળે છે.

Image Source

મેરઠના પવન જલ્લાદના જણાવ્યા અનુસાર,  તેનો પરિવાર છેલ્લા ઘણા સમયથી ફાંસી આપવાનું કામ કરે છે. પવન જલ્લાદે કહ્યું હતું કે, તેના પિતા, દાદા અને પરદાદા ફાંસી આપવાનું કામ કરતા હતા. હાલમાં ફાંસી આપવા માટે દેશમાં ફક્ત 2 જલ્લાદ છે. પવન જલ્લાદે જણાવ્યું હતું કે, તેને ફાંસી આપવાના બદલામાં 3 હજાર રૂપિયા માસિક વેતન મળે છે, જે હવે વધીને 5 હજાર કરી દેવામાં આવ્યું છે. માસિક વેતન સિવાય જયારે ગુનેગારોને ફાંસી આપવામાં આવે છે તેના બદલામાં થોડા રૂપિયા જલ્લાદને આપવામાં આવે છે. કસાબને ફાંસી દેનાર જલ્લાદને ફાંસીના બદલામાં 5 હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા.

Image Source

જણાવી દઈએ કે, દિલ્લીની તિહાડ જેલમાં નિર્ભયાના આરોપીને  સજા આપવા માટે કોઈ જલ્લાદ નથી. ફાંસી આપવા માટે કોઈ જલ્લાદની નિયુક્તિ કરવામાં નહીં આવે પરંતુ કોન્ટ્રાકટ પર કોઈ જલ્લાદને નિયુક્ત કરવામાં આવશે.
એક અધિકારીએ જણાવ્યું હતું કે, આપણે અહીં ન્યાય વ્યવસ્થા છે તેમાં કોઈ દુર્લભ કેસમાં જ ફાંસીની સજા આપવામાં આવે છે તેથી કાયમી જલ્લાદની નિયુક્તિ કરવાનો કોઈ મતલબ નથી.

નિર્ભયાના દોષીઓને ફાંસીની સજાનો સમય નજીક આવતા તિહાડ જેલના અધિકારીઓએ અન્ય રાજ્યના જલ્લાદનો સંપર્ક કરવાનું શરૂ કરી દીધું છે. માનવામાં આવી રહ્યું છે કે, મેરઠના પવન જલ્લાદને ફાંસી આપવા માટે બોલાવી શકાય છે.

Image Source

એક મીડિયા રિપોર્ટ અનુસાર, નિર્ભયાના આરોપીને ફાંસી દેનાર જલ્લાદને 70 હજારથી 1 લાખ રૂપિયા મળી શકે છે, આ પહેલા દેશમાં કોઈ ન જલ્લાદને ફાંસી આપવા માટે આટલા રૂપિયા નથી મળ્યા. એક અધિકારીએ જણાવ્યું હતું કે, પહેલાના સમયમાં ફાંસી આપવા માટે 500 રૂપિયાથી લઈને 5 હાજર રૂપોય સુધી ચુકવવામાં આવતા હતા પરંતુ મોંઘવારી વધવાને કારણે પ્રત્યેક કેદીને ફાંસીએ લટકાવવા પર 25 હજાર રૂપિયા સુધી પણ ચુકવવામાં આવી શકે છે.

આ સિવાય ફાંસી આપવા માટે બક્સર જેલમાંથી 10 રસીઓ પણ મંગાવી લેવામાં આવી છે, પ્રત્યેક રસ્સીની કીંમત સવા બે હજાર રૂપિયા છે.

જેલઅધિકારીના કહ્યું હતું કે નિયમાનુસાર જલ્લાદ વગર પણ ફાંસી આપવામાં આવી શકે છે. સંસદ હુમલાના દોષી અફઝલ ગુરુને જલ્લાદ વગર જ ફાંસીએ લટકાવવામાં આવ્યો હતો, આ કામ જેલો કોઈ પણ સ્ટાફ પણ કરી શકે છે.

Image Source

જણાવી દઈએ કે, ચારેય આરોપીને અહેસાસ થઇ ગયો છે કે, તેને જલ્દી જ ફાંસી આપવામાં આવશે. દરરોજ આ બધા લોકોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે. કોઠરીમાં દરેક દોષિની સાથે બે-બે કેદીઓને રાખવામાં આવ્યા છે જેનો વ્યવહાર જેલમાં સારો હોય. જેલ પ્રસાશને આ કેદીઓને જવાબદારી આપી છે કે, તેની સાથે રહેલા દોષીઓને સમજાવતા રહે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.