ખબર

શું 16 ડિસેમ્બરે ફાંસી પર લટકાવી દેવામાં આવશે નિર્ભયાના 4 નરાધમ બળાત્કારીઓને?

16 ડિસેમ્બર 2012ની રાતે નિર્ભયા ગેંગરેપનો કિસ્સો બન્યો હતો, જે પછી લોકો આ ઘટના પર પોતાનો રોષ વ્યક્ત કરવા અને દોષીઓને ફાંસી આપવાની માંગ સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ ગુનામાં 6 દોષિત હતા, જેમાંથી એક દોષિતે જેલમાં આત્મહત્યા કરી લીધી હતી અને એક સગીર હતો.

બાકીના ચારે દોષિતોને ફાંસીની સજા સંભળાવવામાં આવી પણ હજુ સુધી તેમને ફાંસી આપવામાં આવી નથી. હાલમાં જ એક દોષિત વિનય શર્માએ રાષ્ટ્રપતિને મોકલેલી દયા યાચિકા પાછી લઇ લીધી અને કહ્યું કે દયા યાચિકા મોકલવા માટે એની સ્વીકૃતિ લેવામાં આવી ન હતી.

Image Source

આ ચારેય દોષિતો તિહાર જેલમાં છે, અને હવે ચર્ચાઓ ઉઠીને છે કે આ ચારેયને ફાંસી આપવાની તૈયારી શરુ થઇ ચુકી છે. સોશિયલ મીડિયા પર લોકો લખી રહયા છે કે આ દોષિતોને 16 ડિસેમ્બરે ફાંસી આપવામાં આવશે. જો કે આ વિશે હજુ સુધી કોઈ અધિકૃત જાણકારી સામે આવી નથી.

Image Source

પરંતુ માહિતી અનુસાર, ફાંસી આપવા માટે બક્સર જેલમાં રસ્સી તૈયાર કરવામાં આવી રહી છે. બક્સર જેલના એક અધિકારીએ એક મીડિયાને જણાવ્યું, અમને જેલના ડાયરેક્ટરેટ તરફથી 14 ડિસેમ્બર સુધીમાં 10 રસ્સીઓ તૈયાર કરવાનો નિર્દેશ મળ્યો છે. જો કે એ બાબતે કોઈ જાણકારી નથી કે આ ક્યાં વપરાશે. નોંધનીય છે કે છેલ્લા 90 વર્ષોથી ફાંસીમાં વપરાતી રસ્સીઓ બક્સર જેલમાં જ બને છે. અજમલ કસાબ અને અફઝલ ગુરુની ફાંસી માટે પણ અહીં જ બનેલી રસ્સી વપરાઈ હતી.

Image Source

જાણકારી અનુસાર, એક રસ્સીને તૈયાર કરવામાં ઓછામાં ઓછા ત્રણ દિવસનો સમય લાગે છે. એક રસ્સીની લંબાઈ લગભગ 16 ફુટ હોય છે, જયારે પણ ફાંસી આપવાની હોય છે, ત્યારે ખાસ ઓર્ડર પર જ આ રસ્સીઓ તૈયાર કરવામાં આવે છે. ફાંસી આપતા વખતે રસ્સી તૂટવાની આશંકાને જોતા એક ફાંસી માટે એકથી વધુ રસ્સીઓ ઓર્ડર કરવામાં આવે છે.

Image Source

હવે જયારે બક્સર જેલને 10 રસ્સીઓનો ઓર્ડર મળ્યો છે, ત્યારે એવા કયાસો લગાવવામાં આવી રહયા છે કે નિર્ભયા ગેંગરેપના દોષીઓને ફાંસી મળવાની છે. જો કે ફાંસીની તારીખને લઈને હાલ કોઈ જાણકારી નથી. પરંતુ મીડિયાના અહેવાલો અનુસાર, તિહાર જેલમાં તેમને ફાંસી આપવાની તૈયારીઓ શરુ થઇ ચુકી છે.

Image Source

હાલમાં દોષિતોની દયા યાચિકા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પાસે મોકલવામાં આવી છે. જો રાષ્ટ્રપતિ આ ખારીજ કરશે તો પટિયાલા હાઉસ કોર્ટ આ ચારેયની વિરુદ્ધ બેલ્ક વોરન્ટ જારી કરશે અને પછી તેમને ફાંસી આપવામાં આવશે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.