અજબગજબ ખેલ જગત મનોરંજન

43 એકરમાં ફેલાયેલા ભારતીય ટીમના પૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીના ફાર્મહાઉસની ખાસ તસવીરો

ભારતીય ટીમના પૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીએ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ હવે ખેતીમાં પોતાનું ધ્યાન લગાવી રહ્યો છે. રાંચીના સૈબામાં તેનું એક ઇજા ફાર્મહાઉસ છે. જ્યાં ધોનીની 43 એકર જમીનમાં શાકભાજી અને ફળોની ખેતી થાય છે. ખેતી ઉપરાંત ધોની ગાય પાલન મરઘી પાલન ઉપર પણ ધ્યાન આપે છે.

Image Source

ધોનીએ પોતાના ફાર્મહાઉસની અંદર જામફળ, પપૈયા અને  મોટા પ્રમાણમાં સ્ટ્રોબેરીની ખેતી કરી છે. તેના માટે તેને ઉત્તમ પ્રકારના  બીજ બેંગલૂરુ અને દક્ષિણના બીજા રાજ્યોમાંથી મંગાવ્યા છે. ધોની પોતના ફાર્મ હાઉસનું ખાસ ધ્યાન રાખે છે.

Image Source

ધોની જ્યારે પણ રાંચીમાં જાય છે ત્યારે પોતાના ફાર્મ હાઉસ ઉપર જવાનું નથી ચૂકતો. તેના ફાર્મ હાઉસની અંદર શાકભાજી અને ફળો માટે ખાસ  પ્રકારનું આયોજન પણ કરવામાં આવ્યું છે. લગભગ 2 એકરમાં વટાણા પણ કરવામાં આવ્યા છે.

Image Source

મહિના ફાર્મ હાઉસની અંદર ટપક પદ્ધતિ દ્વારા કોબીજ, બટાકા અને ટામેટા સહીત ઘણી શાકભાજી પણ કરવામાં આવી છે. આ ફાર્મ હાઉસમાં જે વટાણા છે તેના બીજ ઉત્તમ પ્રકારના છે અને તેનો પાક પણ 60-70 દિવસમાં તૈયાર થઇ જાય છે.

Image Source

ફાર્મ હાઉસની દેખરેખ રાખનારા એગ્રિકલચર કન્સલ્ટ રાકેશ કુમાર જણાવે છે કે ધોનીની પત્ની સાક્ષી પણ ફાર્મ હાઉસમાં વિશેષ  રુચિ રાખે છે. તે ફાર્મ હાઉસમાં આવીને પોતાની જાતે જ ફળો અને શાકભાજી તોડી ઘરે લઇ જાય છે.

Image Source

મહિના આ ફાર્મ હાઉસની અંદર 300 ગાયો પણ પાળવામાં આવી છે. ધોની જ્યારે પણ ફાર્મ હાઉસમાં આવે છે ગાયો સાથે સમય જરૂર વિતાવે છે. તે પોતાના હાથે જ ક્યારેક છાણ પણ ઉઠાવે છે.

Image Source

ફળો અને શાકભાજી ઉપરાંત ધોની પોતાના ફાર્મ હાઉસની અંદર અનાજ અને મસાલાની પણ ખેતી કરે છે. ધોનીએ પોતાના ફાર્મ હાઉસમાં કાલા જીરા પ્રકારનું અનાજ કર્યું હતું. જેને હવે ધોની ધાનના નામે ઓળખવામાં આવે છે.

Image Source

આ ફાર્મ હાઉસમાં થતા શાકભાજી, ફળો અને અનાજ ધોનીના ઘર ઉપરાંત બજારમાં પણ વેચવામાં આવે છે.

Image Source

ધોનીએ પોતાના ફાર્મ હાઉસમાં મરઘાં પાલનની યોજના પણ બનાવી છે, તેના માટે ધોનીએ ખાસ 2000 કડકનાથ ચીક્સનો ઓર્ડર મધ્યપ્રદેશના જામ્બુઆમાં ઓર્ડર આપ્યો છે.