ખબર ફિલ્મી દુનિયા

સુશાંત સિંહ રાજપૂતની હત્યામાં અંડરવર્લ્ડનો છે હાથ ? રોના પૂર્વ અધિકારીએ આપ્યું નિવેદન

સુશાંતસિંહ રાજપૂતનના નિધનને ઘણા અઠવાડિયા વીતી ગયા છે. તેમનો આત્મહત્યાનું કારણ જાણી શકાયું નથી. મુંબઈ પોલીસ સતત તપાસ કરી રહી છે. આ દરમિયાન સુશાંત કેસને સીબીઆઈને સોંપવાની કવાયત ચાલી રહી છે. પરંતુ હાલમાં જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે જેણે સુશાંત આત્મહત્યા કેસ અને મુંબઈ પોલીસ તપાસ ઉપર સવાલો ઉભા કર્યા છે.

Image Source

પોતાની જાતને ભારતીય ગુપ્તચર એજન્સી આરએડબ્લ્યુના પૂર્વ કર્મચારી ગણાતા એન કે યૂટ્યૂબ પર એક વિડીયો અપલોડ કરીને આ ઘટના અંગે એવી કહાની સામે આવી છે જેમાં તેને આરોપ લગાવ્યો છે કે, આ ઘટનામાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમનો હાથ છે.

 

View this post on Instagram

 

A post shared by shushantsinghrajput (@shushantsinghrajputs) on

આ વીડિયોમાં સૂદ વધુમાં કહ્યું હતું કે, દાઉદ ઇબ્રાહિમના લોકો સુશાંતને ધમકાવી રહ્યા હતા. જેના કારણે સુશાંતની અંદર તણાવ વધી રહ્યો હતો. તાજેતરમાં જ શેખર સુમાને સુશાંતના 1 મહિનામાં 50 સિમકાર્ડ બદલવાની વાત કરી હતી. તેમનો આરોપ છે કે સુશાંતની દરેક ચાલ તેના નજીકના ફિલ્મ નિર્માતા મિત્ર સંદીપ સિંહ દ્વારા અને પછી સીધી અંડરવર્લ્ડમાં સલમાન ખાન અને કરણ જોહર સુધી પહોંચાડવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Sushant Singh Rajput (@sorrysushant) on

સંદીપ સિંહને લઈને કહ્યું હતું કે, નિવેદન ખરેખર મોટું છે કારણ કે સંદીપ સિંહ સુશાંતની ખૂબ નજીકની ગણાય છે. સુશાંતના અંતિમ સંસ્કારના દિવસે આખા પરિવારને સંદીપે એકલા હાથે સંભાળ્યો હતો. જણાવી દઈએ કે, સુશાંતના પારિવારિક મિત્રે પણ સંદીપ સિંહ પર અનેક સવાલો ઉભા કર્યા છે અને તેના ફોન રેકોર્ડ્સ તપાસવાની માંગ પણ કરી છે.

Image Source

જોકે, સૂદે પોતાના વીડિયોમાં આવા કેટલાક ખુલાસા કર્યા છે જેનાથી મુંબઇ પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ છે. એન.કે.સુદ નામના વ્યક્તિના આ વીડિયોના આજે સવારથી જ મુંબઈ પોલીસમાં હલચલ મચી ગઈ છે. આ કેસની તપાસ કરી રહેલી પોલીસે હવે આ વીડિયોની તપાસ શરૂ કરી દીધી છે.

 

View this post on Instagram

 

A post shared by Team Sushant Singh Rajput (@team_sushant_singh_rajput) on

આ સાથે જ જણાવ્યું હતું કે, સુશાંતના બિલ્ડિંગમાં સીસીટીવીના કેમેરામાં 1 દિવસ પહેલા જ બંધ કરી દેવામાં આવ્યા હતા એટલે ખરાબ કરી દેવામાં આવ્યા હતા. આ એક આત્મહત્યા નહીં પરંતુ હત્યા છે. આ કઈ બીજાનું કામ નહીં પરંતુ તેનું નજીકના લોકોનું કામ છે. તપાસમાં એ પણ સામે આવ્યું હતું કે, આત્મહત્યાના થોડા દિવસ પહેલા રિયા ચક્રવર્તી તેને છોડીને ચાલી ગઈ હતી આ ઘટનાને લઈને પણ એનકે સુદે તેની વાત રાખી હતી.

આ વીડિયોમાં એન.કે.સૂદે કરેલા ખુલાસોના કોઈ નક્કર પુરાવા મુંબઈ પોલીસને મળ્યા નથી, પરંતુ એન.કે.સુદે પોતાના વીડિયોમાં મૂકી દીધેલા કેટલાક તથ્યો ક્યાંક સાચા છે જેના આધારે હવે મુંબઈ પોલીસે આ આખો વીડિયોની તપાસ શરૂ કરી છે.
Author: GujjuRocks Team
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.