PM મોદીના ખાસ મિત્ર અને જાપાનના પૂર્વ પીએમ શિંજો આબેનું થયુ નિધન, દુ:ખી વડાપ્રધાને કરી ભારતમાં એક દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત

જાપાનના પૂર્વ વડાપ્રધાન શિંજો આબેનું જીવલેણ હુમલા બાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધમ થયું છે. શિંજો આબેને હુમલાખોર દ્વારા ગોળી મારવામાં આવી હતી. જાપાનના NHKએ કહ્યું કે જ્યારે તેમને ગોળી મારવામાં આવી ત્યારે તે નારા શહેરમાં ભાષણ આપી રહ્યા હતા.આ દરમિયાવ તેમનું વધુ પડતુ લોહી વહેવા લાગ્યું અને તેઓ સ્થળ પર જ બેભાન થઈ ગયા હતા. શિંજો આબેના નિધનની પુષ્ટિ અધિકારીઓ દ્વારા કરવામાં આવી છે. ભારતના પીએમ નરેન્દ્ર મોદીએ શિંજો આબેના નિધન પર શોક વ્યક્ત કર્યો છે અને ભારતમાં એક દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે.

પીએમ મોદીએ એક ટ્વિટમાં કહ્યું- મારા સૌથી પ્રિય મિત્ર શિંજો આબેના દુઃખદ અવસાનથી હું આઘાત અને દુઃખી છું. તેઓ એક મહાન વૈશ્વિક રાજનેતા, ઉત્કૃષ્ટ નેતા અને નોંધપાત્ર વહીવટકર્તા હતા. તેમણે પોતાનું જીવન જાપાન અને વિશ્વને વધુ સારી જગ્યા બનાવવા માટે સમર્પિત કર્યું. પીએમે કહ્યું કે જ્યારે હું તેમને છેલ્લી વખત મળ્યો ત્યારે મને ખબર ન હતી કે તેમની સાથે આ મારી છેલ્લી મુલાકાત હશે. ભારત અને જાપાન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવાની દિશામાં કામ કરનાર એક નજીકના મિત્રને ભારતે ગુમાવ્યો છે.

આથી આઘાત અને દુખ થયું. મારા સૌથી પ્રિય મિત્ર શિંજો આબેનું નિધન. તેમણે ભારત-જાપાન સંબંધોને વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીના સ્તરે લઈ જવામાં મોટો ફાળો આપ્યો હતો. આજે સમગ્ર ભારત જાપાન સાથે શોક વ્યક્ત કરે છે અને અમે આ મુશ્કેલ ઘડીમાં અમારા જાપાની ભાઈ-બહેનો સાથે એકતામાં ઊભા છીએ. જણાવી દઇએ કે, શિંજો આબે એક એવા જાપાનના વડાપ્રધાન હતા, જેમણે તેમના કાર્યકાળ દરમિયાન સૌથી વધુ વખત ભારતની મુલાકાત લીધી હતી.

આ હુમલાની માહિતી પણ સામે આવી છે. હુમલાખોર રેલીમાં પત્રકાર તરીકે આવ્યો હતો અને તેણે શિંજો આબેને ગોળી મારી હતી. જો કે, ડોક્ટરોની ટીમ દ્વારા તેમને બચાવવાના ઘણા પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ તેમની તબિયતમાં કોઇ સુધારો દેખાઇ રહ્યો ન હતો. ત્યારે આખરે તેમનું ટૂંકી સારવાર બાદ નિધન થયુ હતુ. આ હુમલા બાદ જાપાનના વર્તમાન વડાપ્રધાને દેશને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તે ભાવુક પણ દેખાયા હતા.

તેમણે એક નિવેદનમાં હુમલાની નિંદા કરતા કહ્યું, “તે બર્બર અને દૂષિત છે અને તેને સહન કરી શકાય નહીં. અમે અમારાથી બનતું બધું જ કરીશું. જો કે, હાલ તો કેટલાક અહેવાલો અનુસાર એવી પણ માહિતી સામે આવી છે કે, 41 વર્ષીય તેત્સુયા યામાગામીની ગોળીબારની શંકાના આધારે ધરપકડ કરવામાં આવી છે.

Shah Jina