ગાંધીનગરના કલોલમાં ધોળે દિવસે હત્યા ! છૂટાછેડા પછી યુવતીની થઇ જાહેરમાં જ હત્યા, વાંચી હૈયુ કંપી ઉઠશે

ગાંધીનગરમાં પૂજા ફાસ્ટ ફૂડ પાસે 23 વર્ષીય યુવતીની રસ્તામાં જ હત્યા થઇ, કારણ સાંભળીને ફફડી ઉઠશો….

ગુજરાતમાંથી અવાર નવાર હત્યાના કિસ્સાઓ સામે આવતા રહે છે, ઘણીવાર પ્રેમ સંબંધમાં હત્યા નિપજાવવામાં આવતી હોય છે તો ઘણીવાર અંગત અદાવતમાં હત્યા નિપજાવવામાં આવતી હોય છે. ત્યારે હાલમાં કેટલાક સમયથી જાહેરમાં યુવતિઓની હત્યાના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે હાલમાં પણ ગાંધીનગરના કલોકમાંથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. ગાંધીનગરના કલોલમાં છેલ્લા ત્રણ દિવસમાં બીજી હત્યાની ઘટના સામે આવી છે. શુક્રવારના રોજ કલોલ સીટી મોલ પૂજા ફાસ્ટ ફૂડ પાસે 23 વર્ષીય યુવતીની રસ્તામાં જ તેના પૂર્વ પતિએ પેટમાં આડેધડ છરાના ઘા ઝીંકી દઈ કરૂણ હત્યા કરી હતી.(તમામ તસવીર : સૌજન્ય દિવ્ય ભાસ્કર)

આ ઘટનાથી સમગ્ર કલોકમાં ચકચાર મચી જવા પામી છે. હાલ તો કલોલ પોલીસે આરોપી પૂર્વ પતિ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. યુવતિએ છૂટાછેડા બાદ પરત આવવાની ના કહી જેના કારણે પૂર્વ પતિએ છરાના ઘા મારી પૂર્વ પત્નીની જાહેરમાં જ હત્યા કરી દીધી હતી. મૃતક યુવતીનું નામ હેમા નંદવાણી સામે આવ્યુ છે જયારે આરોપી પૂર્વ પતિનું નામ ભાવેશ કેશવાણી સામે આવ્યુ છે. બંનેએ પ્રેમલગ્ન કર્યા હતા. પરંતુ લગ્ન બાદ પતિ-પત્ની વચ્ચે અણબનાવો બનતા હેમાએ દોઢ વર્ષ પહેલા છૂટાછેડા લીધા હતા.

જો કે, તે બાદ પણ ભાવેશ તેનો પીછો છોડી રહ્યો હતો. ત્યારે ગઇકાલે એટલે કે શુક્રવારના રોજ કલોલના સીટી મોલ પૂજા ફાસ્ટ ફૂડ પાસે હેમાને આંતરી ભાવેશે છરાના આડેધડ ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધી હતી. હત્યા કર્યા બાદ આરોપી ફરાર થઇ ગયો હતો.  પરંતુ પોલિસને જાણ થતા ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને ગણતરીના કલાકોમાં આરોપી પૂર્વ પતિની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી. આ ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, ભાવેશ અને હેમાએ પ્રેમલગ્ન કર્યા હતા પરંતુ તે બંને વચ્ચે બધુ ઠીક ચાલી રહ્યુ ન હતુ અને હેમાને ખબર પડી ગઈ હતી કે ભાવેશ પહેલેથી જ પરણિત હતો. જેને એક સંતાન પણ છે.

આમ છત્તા તેણે હેમાને પ્રેમજાળમાં ફસાવી અને પહેલી પત્નીને તરછોડી દીધી હતી. આ વાત સહન ન થતા આરોપી ભાવેશની પહેલી પત્ની ગાંડાની માફક જીવન જીવતી હતી. જે હેમાથી સહન ન થતાં ભાવેશ જોડે દોઢ વર્ષ અગાઉ હેમાએ છૂટાછેડા લઈ લીધા હતા. તેમ છતાં ભાવેશ એકતરફી પ્રેમમાં પાગલ હતો. તેણે હેમાને કહ્યુ કે, તું મારી નહીં તો કોઈ બીજાની પણ નહીં…આવી ધમકી આપતો રહેતો હતો. ભાવેશ એ સુધી કહેતો કે જો હેમા તેની સાથે પરત નહિ આવે તો તે આખા પરિવારને પતાવી દેશે. આ વાતને લઇને હેમા ફફડી ઉઠી હતી.

વારંવાર ભાવેશ પાછી આવી જવા માટે હેમાને રસ્તામાં આંતરીને ધાક ધમકીઓ આપતો રહેતો હતો. ત્યારે ચારેક મહિના પહેલા આરોપી ભાવેશ હાથમાં છરો લઈને હેમાના ઘરની આસપાસ પણ ફરતો રહેતો હતો. જેનાં કારણે હેમાનું ઘરની બહાર પણ નીકળવું મુશ્કેલ થઈ ગયું હતું. જેનાં પગલે તેના પિતાએ ભાવેશનાં પરિચિતને તેની કરતૂતનો વીડિયો ઉતારીને બતાવ્યો હતો. ત્યારે પણ ભાવેશને સમજાવવામાં આવ્યો પરંતુ તેના પર તો હેમાને પરત મેળવવાનું ભૂત સવાર હતુ. ત્યારે આખરે તેણે જાહેરમાં જ હેમા પર છરીના ઘા મારી તેની કરપીણ હત્યા કરી દીધી.

Shah Jina