જામનગરમાં યુવતીની અડધી બળેલી લાશમાં આખરે થઇ જ થયો ઘટસ્ફોટ, જેને હત્યા કરી એ જાણીને ધ્રુજી ઉઠશો

ગુજરાતમાંથી હત્યા અને આત્મહત્યાના કિસ્સાઓમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે, ત્યારે જામનગરમાંથી ગત શુક્રવારના રોજ એક મહિલાની લાશ સળગાવેલી હાલતમાં મળી આવી હતી અને તે બાદ પોલિસે આ બાબતે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ત્યારે હવે આ બાબતે પોલિસે ગણતરીના દિવસોમાં જ ઘટનાનુ રહસ્ય ખોલી દીધુ છે.

આ મહિલાની તેના પૂર્વ મંગેતરે જ હત્યા કરી દીધી હતી અને હવે આ બાબત સામે આવતા સનસનાટી મચી ગઇ છે. જામનગર દરેડ GIDC નજીક પાણીના ખાબોચિયામાંથી શુક્રવાર સવારના રોજ એક યુવતિનો શંકાસ્પદ મૃતદેહ સળગાવેલી હાલતમાં મળી આવ્યો હતો. આ બાબતની જાણ થતા જ ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકની ઓળખ હાથ ધરવાની કવાયત શરૂ કરવામાં આવી હતી.

જો કે, આદરેલી તપાસમાં સામે આવ્યુ કે, તેના પૂર્વ મંગેતર અને તેના સાગરીતોએ મોતને ઘાટ ઉતાર્યા પછી પુરાવાનો નાશ કરવા માટે તેમણે લાશને સળગાવી દીધી હોવાની વિગત સામે આવી છે. ઘટનાની વિગત તપાસીએ તો, મૃતક યુવતી તથા તેના ભાઈની લગભગ ચારેક મહિના પહેલા આરોપી અને તેની બહેન સાથે સામ-સામી સગાઈ થઈ હતી. કોઈ કારણસર બન્ને પક્ષે આ સંબંધ તોડી નાખ્યો હતો અને તે બાદ ગત બુધવારના રોજ સાંજે આ યુવતીને કારખાનેથી આરોપી પૂર્વ મંગેતર બાઈકમાં બેસાડી ગયો હતો અને શુક્રવારે સવારે તે યુવતીનો સળગેલો મૃતદેહ મળ્યો હતો. જેને લઈને પોલીસે આરોપીઓના સગડ મેળવવા તપાસ હાથ ધરી હતી.

તસ્વીર સૌજન્ય: ન્યુઝ 18 ગુજરાતી

આ યુવતી મૂળ જામનગર તાલુકાના કોંઝા ગામના વતની છે યુવતિની લાશ મળતા જ પોલિસે તપાસ શરૂ કરી હતી. દરેડ નજીક મુરલીધર પાર્ક સોસાયટી-2માં વસવાટ કરતા અમિત જીવરાજભાઈ હીંગળાના 21 વર્ષીય બહેન ભારતીબેન ઉર્ફે આરતીબેનનો હોવાનું ખુલતા પોલીસે અમીત જીવરાજ ભાઈનો સંપર્ક કર્યો હતો અને મૃતદેહ બતાવતા આ યુવાને પોતાના બહેનનને ઓળખી લીધી હતી. ત્યારપછી પોલીસે આ તપાસ આગળ ધપાવી હતી અને યુવતીની તેના પૂર્વ મંગેતર કરણ શંકર સાદીયા નામના શખ્સે સળગાવી નાખી હત્યા કર્યાની વિગતો પ્રકાશમાં આવી હતી. મૂળ પોરબંદરના ટુકડા ગામના વતની અને હાલમાં મુરલીધર પાર્કમાં જ વસવાટ કરતા કરણને પોલિસે દબોચી લીધો હતો અને તપાસ હાથ ધરતા સામે આવ્યું હતું કે, આ યુવતિની તેની સાથે ચારેક મહિના અગાઉ સગાઈ થઇ હતી.

જ્યારે આરતીના ભાઈ અમીતની સગાઈ કરણ સાદીયાની બહેન સાથે કરાઈ હતી. તે પછી કોઇ કારણસર આ સંબંધ તોડી નાખવાનું બન્ને પક્ષે નક્કી કર્યું હતું અને સપ્તાહ પહેલા સગાઈ તોડવા નિર્ણય કર્યો હતો. સંબંધ તૂટયા પછી પણ કરણે આરતીના પરીવારનો ફરીથી સંપર્ક કર્યો હતો અને ફરીથી સંબંધ જોડવાની વાત કરી હતી. પરંતુ અમીત તથા તેના માતાએ સગાઈ કરવાની ચોખ્ખી ના પાડી દેતા કરણ ઉશ્કેરાયો હતો. તે બાદ તેને કારખાનેથી ઉપાડી અને તે બાદ તેની સાથે આ કૃત્ય કર્યુ હતુુ. હાલમાં પોલીસે અમીત જીવરાજ ભાઈની ફરીયાદ પરથી આઈપીસી 302 અને 201 મુજબ કરણ શંકર સાદીયા તથા તેના સાગરીતો સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Shah Jina