ખબર

ગુજરાતના ભૂતપૂર્વ ડેપ્યુટી CM નીતિન પટેલે અમદાવાદમાં માણ્યો પાણીપુરીનો સ્વાદ, સોશિયલ મીડિયામાં વીડિયો થયો વાયરલ

સોશિયલ મીડિયામાં રોજ ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે. ઘણીવાર સેલબ્સ કોઈ જગ્યાએ સ્પોટ થતા હોય છે તો ઘણીવાર રાજકારણીઓ પણ કેટલીક જગ્યાએ કેટલાક એવા કામ કરતા સ્પોટ થાય છે કે તેમના વીડિયો પણ વાયરલ થઇ જાય છે. હાલ ગુજરાતના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો પાણીપુરી ખાતો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે અમદાવાદના વસ્ત્રાપુર ખાતે આવેલા એક રોબોટિક કાફેનું સ્ટાર્ટઅપ ઇન્ડિયા અંતર્ગત ઉદ્દઘાટન કર્યું હતું. જ્યાં તેમને પાણીપુરીની સ્વાદ પણ માણ્યો હતો. દેશમાં સૌ પ્રથમ રોબોટિક કાફેની અમદાવાદથી શરૂઆત થઇ છે ત્યારે નીતિન પટેલ પણ તેના ઉદ્દઘાટનમાં આવી પહોંચ્યા હતા.

નીતિન પટેલના પાણીપુરીનો સ્વાદ માણતો વીડિયો પણ લેવામાં આવ્યો અને જેના બાદ આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. વાયરલ વીડિયોમાં નીતિન પટેલ પોતાના હાથમાં પાણીપુરીની પ્લેટ લઈને ઓટોમેટિક મશીનથી પાણીપુરી ખાતા જોઈ શકાય છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

આ રોબોટિક કાફેના ઉદ્દઘાટન પ્રસંગે નીતિન પટેલે સુરતમાં જે યુવતી ગ્રીષ્મા પટેલની હત્યા થઇ હતી તે અંગે પણ નિવેદન આપ્યું હતું. તેમને જણાવ્યું હતું કે, “આવા બનાવ  ખુબ જ ચિંતાનજક છે. જેમાં સુરતનો બનાવ ખુબ જ ધૃણાસ્પદ છે. સુરતની ઘટના માટે રાજ્યનું ગૃહવિભાગ કડક કાર્યવાહી કરીને આગળની કામ કરાવશે. કિશન ભરવાડ કેસની જેમ ઝડપી કામ થશે. સરકાર, કાયદો અને ગૃહ વિભાગ મળીને કામ કરી રહ્યું છે.