પૂર્વ CBI ચીફે દીપિકાની બિકિનીવાળી તસવીર ઝૂમ કરી કરીને પોસ્ટ કરી, બોલ્યા ખબર નહિ કેવો પતિ છે રણવીર

એવા કેવા પતિઓ છે, જે થોડા પૈસા માટે પોતાની પત્નીને….જુઓ IPS સાહેબ શું શું બોલ્યા

પઠાણ ફિલ્મને લઇને છેલ્લા કેટલાક દિવસથી વિવાદ ચાલી રહ્યો છે, જે હજુ સુધી થમ્યો નથી. આ ફિલ્મની અભિનેત્રી દીપિકા પાદુકોણના બિકી સીન પર ઘણા લોકોએ આપત્તિ જતાવી છે. આ વચ્ચે CBIના પૂર્વ નિર્દેશક એમ નાગેશ્વર રાવે દીપિકા પાદુકોણ અને તેના પતિ રણવીર સિંહ પર એક ટ્વીટ કર્યુ.

જેના પર લોકોએ તેમને ટ્રોલ કર્યા. તેમણે જે ટ્વીટ કરી છે તેમાં આ ટ્વીટમાં દીપિકા પાદુકોણના કેટલાક સ્ક્રીનશોટને ઝૂમ કરીને વાંધાજનક રીતે રજૂ કરવામાં આવ્યા છે. CBIના પૂર્વ નિર્દેશક એમ નાગેશ્વર રાવે તેમના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પર લખ્યુ કે, એવા કેવા પતિઓ છે, જે થોડા પૈસા માટે પોતાની પત્નીને સમાજમાં હેરાન થવા દે છે અને આવી બાબતોને છૂટ આપે છે?”

આના પર તેમણે લખ્યું કે જસ્ટ પૂછી રહ્યો છે ! ફિલ્મ નિર્માતા વિનોદ કાપરીએ પૂર્વ સીબીઆઈ અધિકારી દ્વારા કરવામાં આવેલા ટ્વીટ પર કહ્યું કે પૂર્વ સીબીઆઈ ડિરેક્ટરની ક્ષમતાને સ્વીકારવી પડશે. જેઓ સેવામાં રહીને તપાસ કરી શક્યા ન હતા તેઓ હવે નિવૃત્તિ બાદ પોતાની પ્રતિભા બતાવી રહ્યા છે. તેમને વંદન. એક ટ્વિટર યુઝરે લખ્યું કે તમે તેને કઈ રીતે જોઈ રહ્યા છો તેના પર બધું નિર્ભર છે. મનોરંજનની દુનિયામાં આવી બાબતો સામાન્ય છે, જો તમારા જેવા લોકો આવા પ્રશ્નો ઉઠાવશે તો સામાન્ય લોકોનું શું થશે. અન્ય એક યુઝરે પૂછ્યું, આ દુનિયામાં એવા કેવા લોકો છે જેઓ આટલી ઝૂમ કરીને છોકરીની તસવીર જુએ છે.

મને તમારી પત્ની માટે ખરાબ લાગે છે.” બીજા એક યુઝરે પૂછ્યું કે મને શંકા છે કે તમે સીબીઆઈ ઓફિસર છો કે નહીં ? એક યુઝરે લખ્યું- આ કેવા પ્રકારની હરકતો છે? તમે સ્ત્રીની તસવીરને આટલા ઝૂમ કરીને કેમ જોઈ રહ્યા છો? તેમની પોતાની અંગત જિંદગી છે. કોઈના પતિ વિશે વિચારીને તું આટલો પરેશાન કેમ થાય છે? એક ટ્વિટર યુઝરે લખ્યું, “કયા પ્રકારની પત્ની તેના પતિને આવા ઝૂમ ઇન સ્ક્રીનશોટ લેવા, કોલાજ બનાવવા અને ભયાનક કૅપ્શન્સ સાથે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાની મંજૂરી આપે છે ?”

બીજાએ લખ્યું- તમે તે છો જે કોર્ટમાં ગયા કારણ કે ટ્વિટરે તમારુ બ્લુ ટિક લઇ લીધુ? અને કોર્ટે તમારા પર 10,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. લોકોએ પૂછ્યું કે શું ખરેખર આવું બન્યું છે. તો તે યુઝરે ધ હિન્દુ અખબારની લિંક પણ શેર કરી છે, જેની હેડલાઇનમાં લખ્યું હતું- ટ્વિટર પર બ્લુ ટિક હટાવવાની વિરુદ્ધ અરજી પર હાઇકોર્ટે પૂર્વ IPS ઓફિસર પર 10 હજારનો દંડ લગાવ્યો હતો. 

જો કે કેટલાક લોકોએ નાગેશ્વરને સમર્થન પણ આપ્યું હતું. એક ટ્વિટર યુઝરે લખ્યું- આ બોલિવૂડ છે સર. અહીં બધું વાજબી છે. બીજાએ લખ્યું – માત્ર પૈસાની જ વાત છે. બાકી બધું ભ્રમ છે. નાગેશ્વર રાવ ઓડિશા કેડરના ભૂતપૂર્વ IPS અધિકારી છે. તેઓ 2016માં CBIમાં જોડાયા હતા. ઓક્ટોબર 2018માં તેમને તપાસ એજન્સીના વચગાળાના નિર્દેશક બનાવવામાં આવ્યા હતા. નાગેશ્વરે લગભગ 4 મહિના સુધી આ પદ સંભાળ્યું હતું.

Shah Jina