મનોરંજન

હાર્દિક સાથે સગાઈ કરી ચુકેલી ખુબસુરત અભિનેત્રી નતાશાના EX બોયફ્રેન્ડ આવ્યો મેદાનમાં, કહ્યું કે…

હાર્દિકે પોતાના ફેન્સને વર્ષ 2020ના પહેલા જ દિવસે ધમાકેદાર ન્યૂઝ આપીને ખુશ કરી દીધા છે. હાર્દિકે તેની ગર્લફ્રેન્ડ નતાશા સ્ટેનકોવિક સાથે સગાઈ કરી લીધી છે. અને તેનું કન્ફર્મેસન ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરીને આપ્યું છે. 31 ડિસેમ્બરે નતાશાને સોશિયલ મીડિયા પર ફટાકડો બોલીને 1 જાન્યુઆરીએ દુબઈમાં સમુદ્રની વચ્ચે સગાઈ કરી લીધી હતી. હાર્દિક-નતાશાની સગાઇ થતા ઘણા લોકોએ તેને શુભેચ્છા પાઠવી હતી. નતાશાના એક્સ બોયફ્રેન્ડે પણ રિએક્શન આપ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Hardik Pandya (@hardikpandya93) on

નતાશાના એક્સ બોયફ્રેન્ડે એલી ગોળીએ નતાશા અને હાર્દિકની સગાઈ બાદ એક મીડિયાને આપેલા ઈન્ટવ્યુમાં જણાવ્યું હતું કે, નતાશાએ સગાઈ કરતા તે ઘણો ખુશ અને ઉત્સાહિત છે. 28 વર્ષના એલી ગોળીએ હાર્દિક પંડ્યા અને નતાશાને સારું કપલ કહ્યું છે. આ સાથે જ કહ્યું હતું કે, તે બહુજ ખુશ છે. સાચું કહ્યું તો મનેએ બંનેને સાથે જોઈને ઘણું સારું લાગ્યું એ બંને બહુજ પ્યારા લાગી રહ્યા છે. હું ખુશ છું કે તે બંને લગ્ન કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by ~ علی گونی (@alygoni) on

નતાશા અને હાર્દિકની અચાનક સગાઈ થતા બધાને આશ્ચર્ય થયું હતું. હાર્દિકના પિતા પણ સગાઈની વાત સાંભળીને આશ્ચર્યચકિત થઇ ગયા હતા. ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટ્ન વિરાટ કોહલી અને એલી ગોની પણ સગાઈનું એલાન સાંભળીને આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Hardik Pandya (@hardikpandya93) on

ગોનીએ વધુમાં કહ્યું હતું કે, મને ખબર હતી કે, એકબીજાને ડેટ કરી રહ્યા છે પરંતુ સગાઈ થઇ એ મારી માટે એક સરપ્રાઈઝ હતું. જણાવી દઈએ કે, નતાશા અને એલી એક વર્ષથી વધારે સમય એટલે કે 2014-15માં રિલેશનશિપમાં રહ્યા હતા. આ બાદ કોઈ અંગત કારણોને લઈને બંનેએ બ્રેકઅપ કરી લીધું હતું. બંનેએ નચ બલિયે સીઝન-9માં કપલ ડાન્સ કરી લોકોના દિલ જીતી લીધા હતા. આજે પણ બંને સારા મિત્રો છે.

 

View this post on Instagram

 

A post shared by Nach Baliye 9 Official (@nachbaliyeofficiall) on

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.