ફિલ્મી દુનિયા

Ex બોયફ્રેન્ડ હાર્દિક પંડ્યા સાથે અફેરને લઈને આ બોલિવૂડ અભિનેત્રીએ તોડ્યું મૌન, કહી દિલની વાત

બોલીવૂડ અભિનેત્રી ઉર્વશી રાઉતેલા ફરી એકવાર ઍક્સ બૉયફ્રેન્ડ ક્રિકેટર હાર્દિક પંડયાના કારણે નાખુશ છે. તેનું કારણ છે ઉર્વશી અને હાર્દિકનો ફેક વિડીયો, જે youtubeમાં વાયરલ થઈ રહ્યો છે.

image source

ઉર્વશીએ વીડિયાનો સ્ક્રિનશોર્ટ ઇન્સ્ટાગ્રામમાં શેર કરી આવા ખોટા વિડીયો નહિ બનાવવાની અપીલ કરી છે. ઉર્વશીએ જે સ્ક્રિનશોર્ટ શેર કર્યો છે તેમાં લખ્યું છે કે ઉર્વશીએ એક્સબોયફ્રેંડ પાસે મદદ માંગી. વિડીયોમાં ઉર્વશી અને હાર્દિકની તસ્વીર હતી.

 

View this post on Instagram

 

picking lemons, breaking hearts 👀💔

A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor (@urvashirautela) on

ઉર્વશીએ ઇન્સ્ટાગ્રામમાં સ્ક્રિનશોર્ટ શેર કરી કીધું, ‘હું રિકવેસ્ટ કરું છું મીડિયા ચેનલ મહેરબાની કરીને આવા વિડીયો youtubeમાં અપલોડ કરવાનું બંધ કરી દો. મારે એક પરિવાર છે, જેને મારે જવાબ દેવા પડતા હોય છે આ મારા માટે સમસ્યા ઉભી કરે છે.’ જણાવી દઈએ કે 2018માં ઉર્વશી રોતેલા અને ક્રિકેટર હાર્દિક પંડયાની રિલેશનશિપ વિશેની ચર્ચાઓ થઇ હતી, પરંતુ તેમના સંબંધોની આ ચર્ચાઓને ઉર્વશી અફવા ગણાવે છે.

 

View this post on Instagram

 

picking lemons, breaking hearts 👀💔

A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor (@urvashirautela) on

થોડા દિવસો પહેલાં ખબર મળી હતી કે ઉર્વશીએ હાર્દિક પંડયાને વર્લ્ડ કપ મેચ દરમ્યાન સગાઈ કરવાનું કહ્યું હતું. પરંતુ તે સમયે હાર્દિકે કોઈ પણ પ્રકારનો રિસ્પોન્સ ન આપ્યો. તેના કારણે ઉર્વશી રાઉતેલાએ વર્લ્ડકપની મેચ પણ ન જોઈ.

ઉર્વશી અને હાર્દિક સારા દોસ્ત પણ છે. ઉર્વશીએ એકવાર હાર્દિક અને તેના ભાઈની પોસ્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી, તે બન્ને ભાઈનો લાડ જોઈને તે પોતાના ભાઈ યશરાજ રાઉતેલાને યાદ કરવા લાગી હતી. ક્રિકેટર હાર્દિક પંડયાનું નામ બોલિવૂડની કેટલીય ઍક્ટર સાથે જોડાયું છે. તેમાં એલી અવરામ, ઈશા ગુપ્તા પણ સામેલ છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks