ઘણા યુવાનોની ઈચ્છા હોય છે કે, સેનામાં શામેલ થવાની ઈચ્છા ધરાવતા યુવાનો માટે એક ખુશખબરી છે. સરકાર ભારતીય સેનામાં સામાન્ય નાગરિકોને 3 વર્ષ સુધો શામેલ થવાનો મોકો આપી રહી છે.

ન્યુઝ એજન્સી એએનઆઈએ બુધવારે સેનાના જાણકારી પ્રાપ્ત કરી હતી. આ માટે ટુર ઓફ ડ્યુટી પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે. જો બધું સરખું રહ્યું તો જલદી જ એલાન કરવામાં આવી શકે છે. પ્રસ્તાવ મુજબ ટુર ઓફ ડયુટી નીચે સિલેક્ટ થયેલા ઉમેદવારને ત્રણ વર્ષ સુધી સેનામાં સર્વિસ કરવાની રહેશે. આ અંગેની વધુ જાણકારી બાકી છે.

બીજી તરફ, આર્મી હવે અર્ધલશ્કરી દળ એટલે કે પૈરા મિલટ્રી જવાનોને તેમની સાથે થોડા સમય માટે કામ કરવાની તક આપવાનું વિચારી રહી છે.
એએનઆઈ અનુસાર, સેનાના પ્રવક્તાએ આ પ્રસ્તાવની પુષ્ટિ કરી છે. આ યોજના હેઠળ સેના દેશના પ્રતિભાશાળી યુવાનોને આકર્ષવા માંગે છે. આ યોજના દ્વારા તે યુવાનો પણ સેનામાં જોડાશે, જેઓ કેટલાક કારણોસર અગાઉ જોડાવા સક્ષમ ન હતા. ભારતીય સેનામાં સારા અધિકારીઓની અછત છે. સેના આ યોજના હેઠળ આ ખામીને ભરવા માંગે છે.

નાગરિકોને સેનામાં અવસર દેવા માટે ભારતીય સેના ‘ઈન્વર્સ ઇન્ડક્શન મોડેલ’ નામથી એક પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે. જેના માધ્યમથી કેન્દ્રીય અર્ધ સૈનિક બળના જવાનોમાં સેનામાં થોડા સમય માટે નોકરી કરવાનો અવસર પ્રદાન કરી શકે છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.