જાણવા જેવું ધાર્મિક-દુનિયા

જ્યારે પણ જુઓ કોઈની અંતિમયાત્રા તો આ 4 કાર્ય અવશ્ય કરો, 4 નંબરનું કામ ક્યારેય ના ભૂલતા

ભગવદ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ આ વાતનો ઉલ્લેખ કર્યો છે કે મૃત્યુ એક એવું સત્ય છે કે જેને ટાળી ન શકાય. જેને જન્મ લીધો છે એનું મૃત્યુ નિશ્ચિત જ છે. મૃત્યુ પછી આત્માનું પુનર્જન્મ લેવાનું પણ એટલું જ સત્ય છે.

મૃત્યુને કુદરતની સત્ય હકીકત કહેવામાં આવી છે. આ પૃથ્વી પર જન્મેલા દરેક વ્યક્તિ અથવા પ્રાણીને એકને એક દિવસે તો મરવાનું જ હોય છે. ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે મૃત્યુ જ્યારે કોઈ વ્યક્તિની નજીક આવે છે, ત્યારે યમરાજ તેમને કેટલાક સંકેતો આપે છે. યમરામના બે દૂત મૃત્યુ પામનારા લોકોની પાસે આવે છે અને માત્ર પાપી મનુષ્ય જ યમના દૂતોથી ડરતા હોય છે. સારા કર્મો કરવાવાળા વ્યક્તિને મૃત્યુ સમયે પોતાની સામે દિવ્ય પ્રકાશ દેખાય છે, અને તેમને મૃત્યુ ડર નથી લાગતો. ગરુડ પુરાણમાં કહેવાયું છે કે જે વ્યક્તિનું મૃત્યુ થવાનું હોય છે ત્યારે તે બોલી નથી શકતા. અંત સમયે વ્યક્તિનો અવાજ બંધ થઇ જાય છે અને તેનો અવાજ ઘરઘરાવા લાગે છે. એવું લાગે છે કે કોઈ તેમનું ગળું દબાવી રહ્યું હોય.

Image Source

અંતિમ સમયમાં તેમને ઈશ્વર તરફથી દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે અને તે આખા સંસારને એકરૂપ સમજવા લાગે છે. આંખોથી તેમને કઈ જ નથી દેખાતું. તેઓ આંધળા થઇ જાય છે અને પોતાની આસપાસ બેસેલા લોકો પણ નથી દેખાતા. તેમની બધી જ ઇન્દ્રિયો નાશ પામે છે. તેઓ જડ અવસ્થામાં આવી જાય છે એટલે કે તેઓ પોતે હલવામાં અસમર્થ થઇ જાય છે. આ પછી તેમના મોંમાંથી ફીણ નીકળવા લાગે છે અને લાળ ટપકવા લાગે છે. પાપી પુરુષના પ્રાણ નીચેથી નીકળે છે.

અંતિમયાત્રા જોવા સમયે કરો આ કામ

મૃત્યુ પામ્યા બાદ વ્યક્તિની અંતિમયાત્રા કાઢવામાં આવે છે. અંતિમયાત્રામાં વ્યક્તિના મૃતદેહને 4 લોકો મળીને કાંધ આપે છે અને તેને સ્મશાનઘાટ પહોંચાડે છે, જ્યાં તેમનો દાહ-સંસ્કાર કરવામાં આવે છે. ઘણીવાર કોઈની અંતિમયાત્રા પણ જોવા મળતી હશે. અંતિમયાત્રા જોવા પર ઘણા બધા લોકો હાથ જોડીને મૃત્યુ પામનારની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરે છે. અંતિમયાત્રા જોવું એમ તો ઘણું દુઃખદાયક હોય છે. પરંતુ કહેવાય છે કે અંતિમયાત્રા જોવા પર જો વ્યક્તિ આ કામ કરે તો તેની બધી જ મનોકામના પૂરી થઇ જાય છે.

શબને જોઈને પ્રણામ કરીને કહો શિવ-શિવ

જો તમે વિચારી રહયા હોવ કે તમારે ખૂબ જ મુશ્કેલ કામ કરવું પડશે તો એવું નથી. આ એક ખૂબ જ સરળ કામ છે. અને તેને કરવા માટે તમારે કોઈ મહેનત નથી કરવી પડે. હકીકતે, માન્યતા છે કે જો કોઈ અંતિમયાત્રા નીકળતા સમયે જો બે હાથ જોડીને ભગવાન શિવની સ્મરણ કરવામાં આવે તો ભગવાન તેની બધી જ મનોકામના પૂરી કરે છે. એટલે જો હવે જયારે પણ તમે કોઈ અંતિમયાત્રા જુઓ તો હાથ જોડીને ભગવાન શિવનું સ્મરણ ચોક્કસથી કરજો, અને મૃત્યુ પામનારના આત્માની શાંતિની પ્રાર્થના કરજો. એવું કરવાથી તમારી મનોકામના પણ પૂરી થઇ જશે અને મૃત્યુ પામનારના આત્માને શાંતિ પણ મળી જશે. આટલું જ નહિ, મનુષ્યના ખરાબ સમયમાં આવનારી બધી જ પરેશાનીઓ પણ ટળી જાય છે.

આ પાછળની શાસ્ત્રો મુજબ માન્યતા છે કે જે મૃતાત્મા એ શરીર છોડ્યું છે, એ પોતાની સાથે એને પ્રણામ કરનાર દરેક વ્યક્તિના બધા જ કષ્ટ, દુઃખ અને અશુભ લક્ષણોને લઇ જાય છે. આ સાથે જ એ મૃત વ્યક્તિને ‘શિવ’ એટલે કે મુક્તિ મળે. આ નિયમ એવો છે કે જેને અપનાવવાથી વ્યક્તિને લાભ મળે છે અને ભટકી રહેલી આત્માને શાંતિ મળે છે. મનુસ્મૃતિ અનુસાર, કોઈ પણ વ્યક્તિના મૃતદેહને લઇ જતા સમયે એ ધ્યાન જરૂર રાખવું જોઈએ કે રસ્તામાં ગામ જરૂર આવે.

Image Source

મૃત આત્મા માટે પ્રાર્થના કરો

અંતિમયાત્રાની જોઈને ત્યાંથી પસાર થતા લોકો ત્યાં થોડી વાર માટે થોભી જાય છે અને ઈશ્વરને પ્રાર્થના કરે છે. આ હિન્દૂ ધર્મનો પ્રમુખ નિયમ છે, જે અનુસાર અંતિમયાત્રાની જોઈને પછી આપણે મૃતાત્માની શાંતિ માટે પ્રાર્થના કરવી જોઈએ. આનાથી મૃત આત્માને શાંતિ મળે છે. ધાર્મિક દ્રષ્ટિકોણ સિવાય જ્યોતિષની ભાષામાં પણ અંતિમયાત્રાને જોવું શુભ માનવામાં આવ્યું છે. માન્યતા છે કે જો કોઈ વ્યક્તિ અંતિમયાત્રાની જોવે છે તો તેના અટકેલા કામો પુરા થવાની સંભાવનાઓ વધી જાય છે. એના જીવનમાંથી દુઃખો પણ દૂર થાય છે અને તેની મનોકામનાઓ પણ પુરી થાય છે.

Image Source

યજ્ઞ જેટલું જ મળે છે પુણ્ય

પુરાણો અનુસાર, જો વ્યક્તિ બ્રાહ્મણની ઠાઠડી ઉઠાવે છે, તેને તેના દરેક પગલે એક યજ્ઞ જેટલું જ પુણ્ય મળે છે. માત્ર પાણીમાં ડૂબકી લગાવવાથી જ તેનું શરીર પવિત્ર માનવામાં આવે છે. હિન્દૂ શાસ્ત્રો અનુસાર, જો કોઈ બ્રાહ્મણના મૃતદેહને પોતાના સ્વાર્થ કે પૈસા માટે ઉઠાવે છે, તો 10 દિવસ સુધી એ અશુદ્ધ રહે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.