હેલ્થ

સાંજની કસરત પણ સવારની કસરતની જેમ ખૂબ જ ફાયદાકારક, વઘારે છે ઉર્જા સંચય વાંચો સંપૂર્ણ માહિતી

આપણાં જીવનમાં કસરતનું આગવું મહત્વ છે. એવું નથી કે કસરત કરવાથી ફક્ત ચરબી કે વજન ઘટાડી શકાય પરંતુ શરીરમાંથી સુસ્તી ઉડાડવા માટે પણ કસરત જરૂરી છે. કસરત કરવાથી શરીરમાં તંદુરસ્તીનો અહેસાસ થાય છે. ત્યારે એક સંશોધનમાં જાણવા મળ્યું કે, સવારની કસરત જેટલું જ મહત્વ સાંજની કસરત ધરાવે છે.

સંશોધનકર્તાઓએ જણાવ્યું છે કે સાંજે કરવામાં આવતી કસરત પણ સવારની કસરતની જેમ ખૂબ જ ફાયદાકારક છે. સેલ મેટાબોલિઝમ જનૅલમાં પ્રકાશિત થયેલા એક રીસચૅ પરથી જાણવા મળ્યું  કે કસરતની અસર દિવસના અલગ અલગ સમય પ્રમાણે અલગ હોઈ શકે છે. ડેનમાકૅના કોપેનહેગન વિશ્વવિધ્યાલયના એસોસિયેટ પ્રોફેસર જોનાસ થ્યૂ ટ્રીબકે જણાવ્યું કે, સવારે અને સાંજે કરેલી કસરતની અસરમાં મહત્વપૂર્ણ ફેરફાર જોવા મળે છે અને આ ફેરફાર શરીરના સર્કેડિયન ક્લોક દ્વારા નિંયંત્રિત થાય છે. તેમણે વધુમાં જણાવ્યું કે, સાંજની કસરત શરીરને વધુ સમય માટે ઉર્જા પૂરી પાડે છે.

Image Source

રિસર્ચ માટે સંશોધનકારોએ ઉંદરો પર તપાસ કરી અને જાણ્યું કે સવારે કસરત કરવાથી ઉંદરોના કંકાલની માંસપેશીઓમાં મેટાબોલિક રિસપોન્સ વધી જાય છે. સંશોધનકર્તાઓએ માંસપેશીઓના કોષોમાં થયેલી ઘણી અસરોને જોઈ, જેમાં ટ્રાન્સક્રિપ્શનલ પ્રતિક્રિયા અને મેટાબોલાઇટ્સ પર અસર જોવા મળે છે.

Image Source

રિસર્ચના પરિણામોમાં જોવા મળ્યું કે સવારે કરસત કરવાથી બંન્ને ક્ષેત્રોમાં પ્રતિક્રિયાઓ વધારે મજબૂત થાય છે અને તેનું એક કેન્દ્રિય તંત્ર દ્વારા નિયંત્રણ કરવામાં આવે છે, જેમાં પ્રોટીન એચઆઈએફ 1- આલ્ફા મળી જાય છે, જે સીધા જ શરીરની સર્કૈડિયન ક્લોકનું નિયંત્રણ કરે છે.

Image Source

સવારની કસરત ખાંડ અને ચરબીનું પાચન કરવા માટેની માંસપેશીઓની કોશિકાઓની ક્ષમતા વધારે છે અને આ પ્રકારની અસર સંશોધનકર્તાઓને વધારે વજન અને  મધુપ્રમેહ પ્રકાર 2 વાળા લોકોના સંબંધમાં રસ ધરાવવામાં મદદ કરે છે.

Image Source

ટ્રીબકે જણાવ્યું કે, સવારે કરવામાં આવતી કસરત માંસપેશીઓની કોશિકાઓમાં જીન પ્રોગ્રામ શરૂ કરે છે, જેનાથી તે વધુ અસરકારક અને સુગર તથા ચરબીના પાચન માટે સક્ષમ બને છે.બીજી તરફ સાંજની કસરત, વિસ્તૃત સમયગાળા માટે શરીરના ઉર્જા સંચયને વધારે છે. રિસર્ચ માટે સંશોધન ટીમે ઉંદરોનું પરીક્ષણ કર્યું અને જાણ્યું કે સવારે કસરત કરવાથી ઉંદરોના કંકાલની માંસપેશીઓમાં મેટાબોલિઝમ પ્રતિક્રિયા વધી જાય છે, જ્યારે દિવસમાં પછી કસરત કરવાથી એક વિસ્તૃત સમયગાળા માટે ઉર્જા સંચય વધી જાય છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks