રણબીર કપૂરની આ અભિનેત્રીના ઘરે ગુંજી કિલકારી- આપ્યો બાળકને જન્મ, જાણો બાળકનું નામ અને જુઓ તેની પહેલી તસવીર

બોલિવુડ અભિનેત્રી એવલીન શર્મા અને તેના પતિ તુશાન ભિંડીએ તેના પહેલા બાળકનું સ્વાગત કર્યુ છે. જણાવી દઇએ કે, એવલીને તેની પ્રેંગ્નેંસીના સમાચાર સોશિયલ મીડિયા પર ચાહકો સાથે શેર કર્યા હતા. તેણે તેના બેબી બંપની પણ ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. એવલીને એક બાળકીને જન્મ આપ્યો છે. તેણે તેની દીકરીનું નામ અવા રાનિયા ભીંડી રાખ્યુ છે. તેણે એક તસવીર શેર કરી છે, જેમાં તે તેની બાળકીને તેના ખોળામાં લઇ ઊભેલી જોવા મળી રહી છે.તે તેની દીકરના માથે કિસ પણ કરી રહી છે.

આ તસવીર શેર કરતાની સાથે એવલીને લખ્યુ- મારા જીવનની સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા..#Mommy. આ કેપ્શનમાં તેણે તેની દીકરીના નામના એકાઉન્ટને પણ ટેગ કર્યુ છે. એવલીનની દીકરીનો જન્મ 12 નવેમ્બરના રોજ થયો હતો. મીડિયા રીપોર્ટ અનુસાર, અવા લૈટીન મૂળનું નામ છે અને તેના નામનો અર્થ જીવન થાય છે. એવલીનની દીકરીના નામના એકાઉન્ટ પર પણ એક તસવીર શેર કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, એવલીન યે જવાની હે દીવાની સહિત અનેક ફિલ્મોમાં જોવા મળી છે. એવલિન અને તુશાન ભિંડી પહેલીવાર વર્ષ 2018માં એક કોમન ફ્રેંડથી મળ્યા હતા. તેમણે વર્ષ 2019માં સગાઇ કરી લીધી હતી. સિડની હાર્બર બ્રિજ પર ગિટાર વગાડનાર સાથે ફેવરેટ ગીત વગાડી અને ઘૂંટણ પર બેસી એવલીનને તુશાને પ્રપોઝ કર્યુ હતુ. નોંધનીય છે કે, તેણે કિસ કરતા એક તસવીર સાથે તેની આ ખબરની ઘોષણા કરી હતી. તેણે મે મહિનામાં તેની પ્રેગ્નેંસીની ઘોષણા કરી હતી.

Shah Jina