ચૂપચાપ લગ્ન અને પછી હવે સીક્રેટ હનીમુન… આ અભિનેત્રી એન્જોય કરી રહી છે શાનદાર અને લગ્ઝરી રિસોર્ટમાં હનિમુુન, જુઓ PHOTOS

જેની પાછળ રણબીર કપૂર લટ્ટુ હતો એ હસીના આજે ઓસ્ટ્રેલિયાના લગ્ઝરી રિઝોર્ટમાં હનીમુન મનાવી રહી છે, 1 રાતનો આટલો ભાવ છે

દીપિકા પાદુકોણ અને રણબીર કપૂર સ્ટારર ફિલ્મ “યે જવાની હે દીવાની”ની અભિનેત્રી એવલિન શર્માએ હાલમાં જ લગ્ન કર્યા છે. હવે એવલિન શર્મા તેના પતિ તુષાન ભિંડી સાથે ઓસ્ટ્રેલિયામાં હનીમુન મનાવી રહી છે. આ હનીમુનની કેટલીક તસવીરો એવલિને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. (Image Credit/Instagram-evelyn_sharma)

એવલિન શર્માએ તુષાન ભિંડી સાથે 15 મેના રોજ ઓસ્ટ્રેલિયામાં લગ્ન કર્યા હતા. હવે બંને ઓસ્ટ્રેલિયાના એક શાનદાર રિસોર્ટમાં હનીમુનનો આનંદ લઇ રહ્યા છે.

તમને જણાવી દઇએ કે, એવલિન જે રિસોર્ટમાં તેનુ હનીમુન એન્જોય કરી રહી છે તે રિસોર્ટ હૈમિલટન આઇલેન્ડ પર છે અને તે ખૂબ જ ખૂબસુરત અને શાનદાર છે.

એવલિને તેના સીક્રેટ હનીમુનની તસવીરો શેર કરી છે, જેમાંથી એક તસવીરમાં તે બંને સાગર કિનારે રેત પર રોમાંસ કરતા જોવા મળી રહ્યા છે. એવલિને તસવીર શેર કરતા લખ્યુ છે કે, તમારી સાથે હંમેશા માટે હનીમુન પર.

એવલિન શર્માના લગ્નની ખબર યામી ગૌતમ અને આદિત્ય ઘરના લગ્નના ઠીક બાદ આવી હતી. એવામાં બોલિવુડના ચાહકો માટે આ ગુપચુપ લગ્ન ચોંકાવનારા હતા. કોરોના કાળમાં આ લગ્નને ખૂબ જ પ્રાઇવેટ રાખવામાં આવ્યા હતા. લોકડાઉનને કારણે એવલિનની માતા પણ દીકરીના લગ્નમાં ઓસ્ટ્રેલિયા ન આવી શકી.

એવલિન અને તુષાને લગ્ન માટે ઓસ્ટ્રેલિયામાં કંટ્રીસાઇડ લોકેશન પસંદ કર્યુ. જયારે વર્ષ 2019માં સિડની હાર્બર બ્રિજ સામે બંનેની સગાઇની તસવીર સામે આવી હતી. એવલિનના પતિ તુષાન ભિંડી એક ડેંટલ સર્જન છે, તે મૂળરૂપથી ભારતીય છે પરંતુ તે ઓસ્ટ્રેલિયામાં જ રહે છે.

વાત કરીએ એવલિના હનીમુન રિસોર્ટની તો તે રિસોર્ટનું નામ Qualia છે. ઓસ્ટ્રેલિયાના વ્હિટંડે બુલવાઇમાં આ રિસોર્ટ સ્થિત છે. પોલિશડ વુડના સ્ટુડિયો વાળા આ લગ્ઝરી રિસોર્ટમાં ઘણી રીતની ફેસિલિટી છે. તેમાં ફ્રી વાઇ ફાઇ, ફ્લેટ સ્ક્રીન ટીવી, મિનિબાર અને સી વ્યુ સાથે ડેક મળે છે. બેડરૂમ સુઇટ સાથે તમને પ્લંજ પુ મળે છે.

આ રિસોર્ટમાં તમને અલગથી બીચ હાઉસ પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જેમાં તમને લૈપ પુલ, એક કિચન અને એક ડાઇનિંગ એરિયા આપવામાં આવે છે. અહીં રૂમ સર્વિસ અવેલેબલ છે. સાથે પુલ, ફિટનેસ સેંટર અને સ્પા પણ છે.

જો તમે આ રિસોર્ટમાં એક રાત વિતાવવાનું વિચારો છો તો તમને જણાવી દઇએ કે, અહીં તમને 81-82 હજાર રૂપિયામાં એક રાત વિતાવવા મળશે. આ રિસોર્ટના રેટિંગની વાત કરીએ તો તેને 4.8 રેટિંગ્સ સાથે ખૂબ જ સારા રિવ્યુ મળેલા છે.

Shah Jina