બેગાની શાદી મેં અબ્દુલ્લા દીવાના…આ વિદેશી કપલ લગ્નમાં આમંત્રણ વિના જ પહોંચી ગયુ- પછી થયુ એવું કે…જુઓ વીડિયો

લગ્નમાં આમંત્રણ વિના જ પહોંચી ગયુ આ વિદેશી કપલ, પછી જે થયુ એ…જબરું થયું

‘બેગાની શાદી મેં અબ્દુલ્લા દીવાના…’ આ કહેવત તો તમે સાંભળી જ હશે. ઘણા લોકો આમંત્રણ વિના લગ્નમાં પહોંચી જતા હોય છે. જે બાદ તેમની હરકત સામે આવતા તેમને અપમાનિત પણ થવું પડતુ હોય છે. ત્યારે હાલમાં એક આવો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. જેમાં એક કપલ માટે આ આઇડિયા સારો સાબિત થયો. આ કપલ આમંત્રણ વિના જ કોઇના લગ્નમાં પહોંચી ગયા હતા. એટલું જ નહીં, આ માટે તેમણે ખાસ મેકઅપ પણ કરાવ્યો અને જાનૈયાઓ સાથે જોરદાર ડાન્સ પણ કર્યો.

વિદેશી લગ્નમાં પહોંચેલા આ વિદેશી કપલની સ્ટોરી સોશિયલ મીડિયા પર હેડલાઇન્સ બની રહી છે. યુરોપિયન દેશમાં રહેતા આ કપલનું નામ ફિલિપ મિક અને મોનિકા ચેરવેનકોવા છે. આ લોકો એવી વ્યક્તિના લગ્નમાં સામેલ થયા, જેની સાથે તેમને કોઈ લેવાદેવા ન હતો. આ લગ્ન માટે કપલે ખાસ મેકઅપ પણ કરાવ્યો હતો. જે બાદ તેઓ બિલકુલ ભારતીય જેવા દેખાતા હતા. કપલે એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં તેમણે કહ્યું કે બંને માનસી અને અમનના લગ્નમાં હાજરી આપવાના છે.

ફિલિપે લગ્ન માટે કુર્તો પહેર્યો હતો, જ્યારે મોનિકા સુંદર સાડીમાં જોવા મળી હતી. વીડિયોમાં ફિલિપ જણાવે છે કે લગ્ન સ્થળ પર પહોંચીને તેણે મેનેજરને લગ્નમાં હાજરી આપવા માટે કહ્યું. આ પછી તેઓ સંમત થયા. આ કપલે લગ્નમાં ખૂબ જ મસ્તી કરી અને તેઓ વરરાજાના માતા-પિતાને પણ મળ્યા હતા. બંનેએ વર-કન્યા સાથે ફોટો પણ પડાવ્યો. બંનેનું કહેવું છે કે તેઓ તેમની સાથે તેમના જ પરિવારના સભ્યોની જેમ વર્તે છે.

આ દરમિયાન કપલે જોરદાર ડાન્સ પણ કર્યો હતો અને પોતાનો અનુભવ શેર કરતા કહ્યું કે લગ્નમાં કોઈ મીટ એટલે કે નોનવેજ નહોતુ અને દારૂ પણ નહોતો. પરંતુ તમે આમંત્રણ વિના પણ લગ્નમાં સામેલ થઇ શકો છો. બધાએ અમારી સાથે ખૂબ જ સારો વ્યવહાર કર્યો. અમને એવું લાગ્યું કે જાણે અમારા પરિવારના કોઈ સભ્યના જ લગ્ન હોય. ઘણી વખત લોકોએ અમારી પાસે આવી ખાવાનું પૂછ્યું. અમને ખૂબ મજા પડી.

અંતમાં વ્યક્તિએ કહ્યું- જો તમને પણ ભારતીય લગ્નમાં હાજરી આપવાનો મોકો મળે, તો ચોક્કસપણે તેમાં હાજરી આપવાનો પ્રયાસ કરો કારણ કે આ અનુભવ જીવનભર તમારી સાથે રહેશે. આ મામલો આગ્રાનો છે. કમેન્ટ સેક્શનમાં ઘણા લોકો કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું – જ્યારે વિદેશીઓ આપણી સંસ્કૃતિના વખાણ કરે છે તો તે આપણા માટે સૌથી મોટું સન્માન છે. બીજાએ લખ્યું – તમે એક ભારતીય જેવા દેખાઈ રહ્યા છો. બીજા એકે કહ્યુ- આ અદ્ભૂત છે.

Shah Jina