BREAKING : રૂસે કર્યો યુક્રેનના ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર હુમલો – જુઓ ખૌફનાક વીડિયો

યુક્રેન પર રશિયાના હુમલા સતત ચાલુ છે. આ દરમિયાન, યુક્રેને દાવો કર્યો છે કે દક્ષિણ યુક્રેનના એનરહોદરમાં યુરોપના સૌથી મોટા ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં રશિયન હુમલા બાદ આગ લાગી હતી. ન્યૂઝ એજન્સી એપી અનુસાર, એક અધિકારીએ જણાવ્યું કે, જપોરિજિયા ન્યુક્લિયર પ્લાન્ટની નજીકથી ધુમાડો નીકળતો જોવા મળી રહ્યો છે. આ પ્લાન્ટ યુક્રેનમાં 25% વીજળીનું ઉત્પાદન કરે છે. પ્લાન્ટના પ્રવક્તાએ સ્થાનિક મીડિયાને જણાવ્યું કે આગને કાબૂમાં લેવા માટે ફાયરિંગ બંધ કરવું ખૂબ જ જરૂરી છે. બીજી તરફ યુક્રેનના વિદેશ મંત્રીએ રશિયાના સૈનિકોને યુરોપના સૌથી પરમાણુ પ્લાન્ટ પર હુમલો રોકવાની અપીલ કરી છે.

તેમણે કહ્યું, જો તેમાં વિસ્ફોટ થશે તો તે ચોર્નોબિલ અકસ્માત કરતાં 10 ગણો મોટો હશે. રશિયન સૈનિકોએ જલ્દીથી ગોળીબાર બંધ કરી દેવો જોઈએ. જણાવવામાં આવી રહ્યું છે કે આગ પાવર પ્લાન્ટની વહીવટી ઇમારતમાં લાગી હતી. આ બિલ્ડિંગ રિએક્ટરની ખૂબ જ નજીક છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પાવર પ્લાન્ટ પર સતત ગોળીબાર થઈ રહ્યો છે. બિલ્ડિંગમાંથી ઘણો ધુમાડો પણ નીકળતો જોવા મળી રહ્યો છે. એનરહોદર શહેર ડીનીપર નદી પર આવેલું છે. અહીં યુક્રેનની કુલ વીજળીના ચોથા ભાગનું ઉત્પાદન થાય છે.

રશિયન સેનાએ હુમલાને વધુ તીવ્ર બનાવ્યા છે ત્યારે ગુરુવારે, રશિયન સેનાએ યુરોપના સૌથી મોટા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ શહેરમાં હુમલો કર્યો. આ પ્લાન્ટના પ્રવક્તા એન્ડ્રી તુઝે યુક્રેનિયન ટીવીને જણાવ્યું હતું કે, ‘રિએક્ટરનું હાલમાં નવીનીકરણ ચાલી રહ્યું હતું, તેથી તે અત્યારે કામ કરી રહ્યું નથી, પરંતુ પ્લાન્ટની અંદર પરમાણુ બળતણ છે.’ ત્યાં, યુક્રેનના વિદેશ મંત્રીએ રશિયન સૈનિકોને પરમાણુ પાવર પ્લાન્ટ પરના હુમલાને બંધ કરવા અપીલ કરી હતી. આ ઘટના પછી, બિડેને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી સાથે ફોન પર વાત કરી.

ઝેલેન્સ્કીએ સંબોધનમાં કહ્યું કે મોસ્કો જપોરિજિયા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર બોમ્બ ધડાકા કરીને ચેર્નોબિલ દુર્ઘટનાનું પુનરાવર્તન કરવા માંગે છે. તમને જણાવી દઈએ કે રશિયન રક્ષા મંત્રાલયે સોમવારે એનરહોદર શહેર પર કબજો કરવાનો દાવો કર્યો હતો. આ પછી તેમના દ્વારા કરાયેલા બોમ્બ વિસ્ફોટમાં પ્લાન્ટમાં આગ લાગી હતી.

આ વચ્ચે પોલેન્ડમાં ભારતીયોને લેવા ગયેલા નિવૃત્ત જનરલ વીકે સિંહે માહિતી આપી હતી કે કિવમાં અન્ય એક ભારતીય વિદ્યાર્થીને ગોળી વાગી છે, જેની સારવાર ચાલી રહી છે.

Shah Jina