હલીમા ભાભી, તમે શું કરી રહ્યા છો ? બ્રાને કારણે મુસ્લિમોના નિશાના પર આવી અભિનેત્રી

અભિનેત્રી એસરા બિલ્જિક આ દિવસોમાં પાકિસ્તાની પુરુષોના નિશાના પર છે. તેણે એક બ્રાની જાહેરાત કરી છે, જે બાદ પાકિસ્તાની પુરુષ તેના પહેરવેશને લઇને અભદ્ર કમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝરે તો એ હદે લખી દીધુ કે, હલીમા ભાભી આ તમે શું કરી રહ્યા છો ? એર્તુગરુલ ભાઇએ તમને બ્રા લુકમાં જોઇ લીધા તો થપ્પડ મારી દેશે. તમને જણાવી દઇએ કે, એસરા એક ટીવી સીરીઝ એર્તુગરુલ ગાજીમાં નજર આવી હતી. આ સીરીઝમાં તેણે હલીમા હાતુનનો રોલ નિભાવ્યો હતો. જેમાં તે તુર્કીના એક પારંપારિક પહેરવેશમાં જોવા મળી હતી. લાગે છે કે પાકસ્તાની પુરુષ તેના એ કેરેક્ટરમાંથી બહાર નથી આવી શક્યા.

આ માટે તેના આ બોલ્ડ અંદાજને જોઇ તે ભડકી ગયા.એસરાએ એક બ્રા માટે જાહેરાત કરી છે, તેણે તેનો વીડિયો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. જેમાં તે બ્લેઝર અને બ્રા પહેરેલી જોવા મળી રહી છે. ઘણા યુઝર્સ તેની ખૂબસુરતીની પ્રશંસા કરી રહ્યા છે પરંતુ આ વચ્ચે પાકિસ્તાની પુરુષોએ તેના પહેરવેશ પર સવાલ ઉઠાવ્યા. એક યુઝરે લખ્યું- શરમ આવે છે, જો તમને પૈસાની જરૂર હોય તો પાકિસ્તાનીઓને પૂછો. પણ આવું ન કરો.

તમે ઇસ્લામિક સંસ્કૃતિનો નાશ કરી રહ્યા છો. અન્ય એક યુઝરે લખ્યું- આ અમારી હલીમા સુલતાન ન હોઈ શકે. ત્યાં, ઘણા લોકો સોશિયલ મીડિયા પર પાકિસ્તાની પુરુષોને ટ્રોલ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર એક યુઝરે લખ્યું – પાકિસ્તાનીઓને ગઈકાલે જ ખબર પડી કે ઈસરા તેના કપડાની અંદર બ્રા પહેરે છે. અન્ય એક યુઝરે લખ્યું- હું પાકિસ્તાની પુરુષો સામે મારી નારાજગી વ્યક્ત કરવા માટે એસરાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટને લાઈક કરી રહ્યો છું.

 

View this post on Instagram

 

A post shared by Esra Bilgic (@esbilgic)

એસરા બિલ્જિકનો જન્મ અંકારામાં 1992માં થયો હતો. બીબીસીના એક સમાચાર અનુસાર, “ઇસરાએ પહેલા પુરાતત્વમાં ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ તેણે આંતરરાષ્ટ્રીય બાબતોમાં ડિગ્રી મેળવી હતી અને હવે તે કાયદાનો અભ્યાસ કરી રહી છે. તે પરિણીત છે. તેણે વર્ષ 2017માં પ્રખ્યાત તુર્કીશ ફૂટબોલર ગોખાન ટોર સાથે લગ્ન કર્યા હતા પરંતુ તેમનું લગ્નજીવન લાંબું ટકી શક્યું ન હતું અને 2019માં બંનેના છૂટાછેડા થઈ ગયા હતા.

Shah Jina