અંકલેશ્વરમાં ESIC હોસ્પિટલના મેડીકલ સુપ્રિન્ટેન્ડેન્ટે માગી 1,00,000 રૂપિયાની લાંચ, જુઓ ACB એ કેવી હાલત કરી નાખી

ગુજરાતમાંથી ઘણીવાર લાંચ લેવાના કિસ્સા સામે આવે છે, કેટલીકવાર આવા કિસ્સામાં ફરિયાદી દ્વારા ફરિયાદ કરાતા ACB છટકુ ગોઠવતી હોય છે અને પછી લાંચ લેનારને ઝડપી પાડતી હોય છે. ત્યારે હાલમાં અંકલેશ્વર સ્થિત ESIC હોસ્પિટલના મેડિકલ સુપ્રીટેન્ડેન્ટ લાંચ લેતા હોવાની ઘટના સામે આવી છે. અવધેશ કાંત કુમાર રૂપિયા 1 લાખની લાંચ લેતા ACBના છટકામાં રંગેહાથ ઝડપાઇ ગયા છે.

સ્થાનિક હોસ્પિટલનું સંચાલન સંભાળ્યા બાદ પાસ થયેલા બિલની રકમની ચુકવણી માટે અવધેશ કાંત કુમારે લાંચ માંગી હતી અને અઢી લાખની માગ કર્યા બાદ 1 લાખ સ્વીકારતા અવધેશ કાંત કુમાર એસીબીના છટકામાં ઝડપાઇ ગયો હતો. ESIC હોસ્પિટલના મેડીકલ સુપ્રિન્ટેન્ડેન્ટે અંકલેશ્વરમાં GIDCમાં આવેલી પદ્મસિધ્ધા હોસ્પિટલના બાકી પડતા નાણાં કાઢી આપવા 2.50 લાખની લાંચની માંગણી કરી,

પ્રતિકાત્મક તસવીર

જેમાં 50 હજાર બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા અને બીજા બે લાખ હોસ્પિટલના માલિકે આપવા નહિ માંગતા વડોદરા એસીબીમાં ફરિયાદ કરી અને તે બાદ ACBએ છટકુ ગોઠવી એક લાખની રકમ સ્વીકારતા સુપ્રીટેન્ડેન્ટને ઝડપી પાડ્યો. જણાવી દઇએ કે, આરોપી અવધેશ કાંત કુમાર વર્ગ -1 અધિકારી છે જે એમ્પ્લોયઝ સ્ટેટ ઇન્સ્યુરન્સ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં મેડીકલ સુપ્રિન્ટેન્ડેન્ટની ફરજ બજાવે છે.

પ્રતિકાત્મક તસવીર

મૂળ દિલ્લીનો રહેવાસી આ અધિકારી ટૂંકા સમયગાળાથી અંકલેશ્વરમાં ફરજ બજાવી રહ્યો હતો અને તેની લાંચ માગવાની ફરિયાદ નોંધાઇ હતી, જે બાદ ACBએ છટકુ ગોઠવી અવધેશ કાંત કુમારને એક લાખની લાંચ લેતા ઝડપ્યો હતો. વડોદરા ફિલ્ડના એસીબીના પોલીસ ઇન્સ્પેકટર એમ કે સ્વામીએ મદદનીશ નિયામક પી.એચ. ભેસાણીયાના માર્ગદર્શન હેઠળ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Shah Jina