ખબર

નોકરી જતી રહેશે તો પણ 2 વર્ષ ઘરે બેઠા પગાર મળશે, પ્રેમથી આ ફોર્મ ભરી દો

પ્રાઇવેટ નોકરી વાળાને હંમેશા નોકરી જવાનો ડર રહે છે. જો કોઈ કારણોસર તમારી નોકરી છૂટી જાય છે તો વધુ હેરાન થવાની જરૂરત નહીં. કારણકે હવે તમારી નોકરી છૂટી જાય છે તો તમને ઘરે બેસીને 24 મહિનાની સેલેરી મળશે. પ્રાઇવેટ નોકરી કરવાવાળા માટે કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) એ મોટું પગલાં ઉઠાવ્યું છે.

Image Source

ESICએ જણાવ્યું હતું કે, અટલ વીમા વ્યક્તિ કલ્યાણ યોજના હેઠળ તમારી નોકરી જવા પૂર્વ સરકાર તમને આર્થિક મદદ કરે છે. ESIC રોજગાર દ્વારા નોકરી જવા પર તમને 24 મહિના સુધી તમને પગાર આપશે.

Image Source

જો તમે આ યોજનાનો લાભ ઉઠાવવા માંગતા હોય તો તમારે મારે (ESIC)ની અટલ વીમા કલ્યાણ યોજનામાં રજિસ્ટ્રેશન કરવું પડશે. આ બાદ તમારે ESICનીવેબસાઈટ ઓર જઈને અટલ વીમા કલ્યાણ યોજનાનું ફોર્મ ડાઉનલોડ કરી ભરી અને ESICની કોઈ બ્રાન્ચમાં જમા કરાવવું પડશે. આ સાથે જ તમારે આ ફોર્મ સાથે 20 રૂપિયાનું સોગંધનામુ પર કરાવવું પડશે. આમ AB-1 થી લઈને AB-4 સુધીના ફોર્મ ભરાવવામાં આવશે. ઓનલાઈન સુવિધા પણ શરૂ થવાની છે. આ વિશે વધારે જાણકારી માટે તમે www.esic.nic.in પર પણ જઈ શકો છો. આ યોજનાનો લાભ એક જ વખત મળી શકશે.

Image Source

આ ESICના નિયમો અનુસાર આ યોજનાનો લાભ લેવા માટે એક માપદંડ બનાવવામાં આવ્યો છે. જો નોકરીમાંથી કાઢેલા વ્યક્તિ પર અથવા કાનુની અપરાધનો કેસ દાખલ હશે તો તેને લાભ નહીં મળે. એ સિવાય જો કોઈ પોતાની ઈચ્છાથી નોકરી છોડે છે, તો એવા લોકોને પણ કશો લાભ નહીં મળે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.