રાનુ મોંડલની બનવા જઈ રહી છે બાયોપિક, આ અભીનેત્રી નિભાવશે મુખ્ય રોલ સાથે જ હિમેશ રેશમિયાને પણ કર્યો અપ્રોચ

લે બોલો…રાનુ મોંડલની બાયોપિકમાં આ મશહૂર અભિનેત્રી રાનુનો રોલ નિભાવશે, નામ જાણીને ફેન્સને ધ્રાસ્કો લાગશે

એક સમયે રેલવે પ્લેટફોર્મ પર ગીત ગાનાર રાનુ મોંડલ રાતોરાત ઇન્ટરનેટ સેન્સેશન બની ગઈ હતી. લોકોએ રાનુ મોંડલને લતા મંગેશકરનું ગીત ‘એક પ્યાર કા નગમા હૈ’ ગાતા સાંભળ્યા હતા. તેમનો તે વીડિયો વાયરલ થયો હતો ત્યારબાદ સંગીતકાર અને ગાયક હિમેશ રેશમિયાએ તેમની ફિલ્મના એક ગીતમાં તક આપી હતી. જોકે, તે પછી રાનુ મોંડલ ગાયબ થઈ ગઈ હતી.

આ દિવસોમાં બોલિવૂડમાં બાયોપિક ફિલ્મોનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. તેવામાં રાનુ મોંડલની ફિલ્મની તૈયારી પણ ચાલી રહી છે. ફિલ્મનું નામ ‘મિસ રાનુ મારિયા’ છે અને તેને ઋષિકેશ મંડળ ડિરેક્ટ કરી રહ્યા છે. બંગાળી અને હિન્દી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી ઇશિકા ડે બાયોપિક ફિલ્મમાં રાનુ મોંડલનું મુખ્ય પાત્ર ભજવી રહી છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતા ઈશિકાએ કહ્યું કે ફિલ્મનું શૂટિંગ કોલકાતા અને મુંબઈમાં કરવામાં આવશે. આ ફિલ્મ માટે અભિનેત્રી સુદીપ્તા ચક્રવર્તીનું નામ સૌથી પહેલા જાહેર કરવામાં આવ્યું હતું પરંતુ લોકડાઉનને કારણે શેડ્યૂલ તારીખોમાં સમસ્યાઓ હતી જેના પછી ઈશિકાને લેવામાં આવી હતી.

આ રીતે ઈશિકાએ રાનુ મોંડલની બાયોપિકમાં તેની ભૂમિકા અંગે પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા હતા. તેણે ‘પરી’ અને ‘લાલ કપ્તાન’ જેવી ઘણી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે. ઇશિકાએ નેટફ્લિક્સની પ્રખ્યાત સિરીઝ ‘સેક્રેડ ગેમ્સ’ના પહેલા ભાગમાં પણ કામ કર્યું છે. આ સિવાય તેણે બંગાળી ફિલ્મો ‘પુરબ પશ્ચિમ ઉત્તર અસબે’ અને ‘ગોલપર માયાજલ’માં પોતાનો અભિનયનો જલવો વિખેર્યો હતો.

રાનુ મોંડલ અંગે તેણે કહ્યું કે તેમની યાત્રા ખૂબ જ રસપ્રદ છે અને તેમાં ઘણા ઉતાર ચઢાવ વળી છે. ઈશિકાએ આગળ કહ્યું કે, રાનુ મોંડલની બાયોપિક માટે હિમેશ રેશમિયાનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે. તે ઉમ્મીદ કરે છે કે પોઝિટિવ રિસ્પોન્સ મળશે.

ઇશિકા હજુ સુધી રાનુ મોંડલને મળી છે. તે કહે છે કે ‘કોરોનાને કારણે આ સમયે મુંબઈમાં તમામ પ્રકારની સાવચેતી રાખવામાં આવી રહી છે. હું મુંબઈમાં છું જ્યારે તે રાણાઘાટ (કોલકાતા)માં છે. અમે વર્ચ્યુઅલ રીતે મળવા જઈ રહ્યા છીએ. તમને જણાવી દઈએ કે ફિલ્મનું શૂટિંગ નવેમ્બરથી શરૂ થશે. મેકર્સ તેને 2022ના માર્ચ-એપ્રિલમાં રજૂ કરવાની યોજના છે.

Patel Meet