ટીવી જગતની પ્રસિદ્ધ અભિનેત્રીઓમાં નામના મેળવનાર ગુજરાતી અભિનેત્રી ઈશા કંસારાને આજે કોઈ ઓળખની જરૂર નથી. ઈશાએ ઘણી ગુજરાતી ફિલ્મો અને હિંધી ધારાવાહિકોમાં પણ કામ કરીને ખુબ જ મોટી નામના મળેવી છે. હાલ ઈશાએ એક નવું ઘર ખરીદ્યુ છે અને તે પણ પોતાના ગૃહ નગર અમદાવાદમાં.
ઈશાનો જન્મ 20 ઓગસ્ટ 1997ના રોજ અમદાવાદમાં થયો હતો. ઈશાએ ઘણી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે, જેમાં “દુનિયાદારી, મિજાજ, વાંઢા વિલાસ, મીડ નાઈટ વિથ મેનકા” જેવી ફિલ્મો સામેલ છે. આ ઉપરાંત ઈશા એક નવી ગુજરાતી ફિલ્મમાં પણ જોવા મળવાની છે.
હાલ ઈશાએ અમદાવાદની અંદર એક નવું ઘર ખરીદ્યુ છે તેના કારણે પણ તે ચર્ચામાં છે. ઈશાના આ નવા ઘરની તસવીરો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે. જેમાં ઈશા પોતાના નવા ઘરની અંદર જોવા મળી રહી છે.
ઈશાએ હિન્દી ધારાવાહિકોમાં પણ કામ કર્યું છે. તેને “મુક્તિ બંધન, એક નનંદ કી ખુશીઓ કી ચાબી.. મેરી ભાભી, માય નેમ ઇઝ લખન, મેડમ સર જેવો ધારાવાહિકોમાં કામ કર્યું છે, અને હવે તે ટીવીની ખુબ જ પ્રખ્યાત ધારાવાહિક “જિંદગી મેરે ઘર આના” દ્વારા એક વર્ષ પછી કમબેક કરવા જઈ રહી છે.
ઈશા આ શોની અંદર અમૃતા સખુજાની ભૂમિકા નિભાવતી નજર આવશે. જે પોતાની અંદર જ એક જટિલ પાત્ર છે. જે એક જ સમયમાં ઘણા મુકામ હાંસલ કરશે. આ ધારાવાહિકમાં ઈશા એક ગર્ભવતી મહિલાના પાત્રમાં જોવા મળવાની છે.
ઈશા પણ પોતાના આ પાત્રને લઈને ખુબ જ ખુશ જોવા મળી રહી છે. તો ઈશાએ અમદાવાદની અંદર ખરીદેલા નવા ઘરને લઈને પણ ખુબ જ ખુશ છે. ઈશાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર આ ઘરની અંદર ગૃહ પ્રવેશની ઘણી તસવીરો પણ શેર કરી છે.