વિદેશી બોયફ્રેન્ડ સાથે મિયામીમાં વેકેશન મનાવી રહી છે બાબા નિરાલાની સોનિયા, બ્લેક બિકીમાં લાગી સુપર હોટ- જુઓ તસવીરો

બોલિવુડની સુપરબોલ્ડ અભિનેત્રી ઇશા ગુપ્તા આ દિવસોમાં તેના બોયફ્રેન્ડ મૈનુઅલ કેંપસ ગુલાર એટલે કે એમસી ગુલાર સાથે લાસ વેગાસમાં છે. જ્યાં અભિનેત્રી હોલીડે એન્જોય કરી રહી છે. ત્યાંથી અભિનેત્રીએ તેના બોયફ્રેન્ડ સાથે રોમાન્સ કરતી વખતે સોશિયલ મીડિયા પર આવા ખાનગી ફોટા શેર કર્યા છે કે તે હવે ઇન્ટરનેટ પર આગ લગાવી રહી છે. પોતાના બોલ્ડ લુકથી લોકોના દિલમાં આગ લગાવનાર ઇશા ગુપ્તાએ લાસ વેગાસના બીચ પરથી ઘણા ફોટા શેર કર્યા છે. આમાં અભિનેત્રી એક તસવીરમાં બ્લેક બિકીમાં જોવા મળી રહી છે.

ઈશાએ આ વેકેશનની ઘણી તસવીરો શેર કરી છે જેમાંથી એકમાં તે તેના બોયફ્રેન્ડ અને વિદેશી મિત્રો સાથે એન્જોય કરતી જોવા મળી હતી. ઈશાનો બોયફ્રેન્ડ એમસી ગુલાર એક તસવીરમાં સમુદ્ર અને સૂર્યાસ્તની મજા લેતો જોવા મળે છે. બીજી એક તસવીરમાં ઇશા ગુપ્તા બ્લેક કલરમાં રીવીલિંગ ડીપ નેક વનપીસ પહેરેલી જોવા મળી રહી છે. ત્યાં એક તસવીરમાં ઇશા અને તેનો બોયફ્રેન્ડ એકબીજાના હાથમાં હાથ નાખેલા જોવા મળે છે.

ઈશા ગુપ્તા બ્લેક બિકીમાં ખૂબ જ હોટ લાગી રહી છે. ઈશાએ દરિયા કિનારેથી કેટલીક તસવીરો શેર કરી છે. લોકો તેની આ તસવીરોને ખૂબ પસંદ કરી રહ્યા છે.ઇશાની બિકી તસવીર ઘણી જ વાયરલ થઇ રહી છે. જણાવી દઇએ કે, ઇશા ગુપ્તા હવે ભાગ્યે જ ફિલ્મોમાં જોવા મળે છે પરંતુ એક સમય એવો હતો જ્યારે તેણે એકથી વધુ ફિલ્મો કરી અને સાબિત કર્યું કે તે પોતાની જાતને કોઈપણ પ્રકારના પાત્રમાં ઢાળી શકે છે.

જ્યારે પણ તે સ્ક્રીન પર આવે છે ત્યારે લોકો માટે તેના પરથી નજર હટાવવી મુશ્કેલ બની જાય છે.ઈશા લાંબા સમયથી મોટા પડદાથી દૂર છે, પરંતુ તેમ છતાં તે સતત હેડલાઈન્સમાં રહે છે. ઈશા તેના અભિનય કરતાં તેના બોલ્ડ લુકથી વધુ ચર્ચામાં છે. તે અવારનવાર તેના કર્વી ફિગરની તસવીરો શેર કરે છે. ચાહકો પણ ઇશા ગુપ્તાની તસવીરોની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે.

જોકે, ઈશા પણ ક્યારેય તેના ચાહકોનું દિલ તોડતી નથી. તે તેના ફેન્સ માટે સોશિયલ મીડિયા પર સતત તસવીરો શેર કરતી રહે છે.તાજેતરમાં ઈશાએ બીચ પરથી પોતાનો એક બોલ્ડ વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં તે ઓરેન્જ કલરની બિકીમાં જોવા મળી હતી. આ દરમિયાન ઈશાએ તેના ટોન્ડ ફિગરને ફ્લોન્ટ કરવાનો કોઇ મોકો છોડ્યો ન હતો.

 

View this post on Instagram

 

A post shared by Esha Gupta (@egupta)

ઇશા હાલમાં જ પ્રકાશ ઝાની લોકપ્રિય વેબ સિરીઝ ‘આશ્રમ 3’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેના પાત્રને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું.  ઈશાની સગાઈના સમાચાર પણ સામે આવ્યા છે, જો કે અભિનેત્રીએ ક્યારેય તેના સંબંધો કે સગાઈના સમાચાર પર મૌન તોડ્યું નથી. વર્કફ્રન્ટની વાત કરીએ તો ઇશા ગુપ્તા ‘દેશી મેજિક’ અને ‘હેરા ફેરી 3’માં જોવા મળશે.

Shah Jina