ઘણા વિવાદો પછી પણ બોબી દેઓલની વેબ સિરીઝ આશ્રમની બંને સીઝને ધમાકો કર્યો છે. બંને સીઝને જબરદસ્ત હિટ થયા બાદ હવે આ સિરીઝમાં ત્રીજી સીઝન આવવાની છે. ત્રીજી સીઝનનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. તેનું ટ્રેલર ખુબ જ જોરદાર છે.
સીરિઝનું ટ્રેલર લોકોને પસંદ આવી રહ્યું છે. આશ્રમની નવી સિઝનમાં મોટાભાગના પાત્રો એક જ છે પરંતુ આ વખતે બોબી દેઓલની સાથે અભિનેત્રી ઈશા ગુપ્તા પણ જોવા મળશે. અભિનેત્રીની એન્ટ્રીએ સિરીઝને રસપ્રદ અને બોલ્ડ બનાવી દીધી છે. આશ્રમ 3ના ટ્રેલરમાં ઈશા ગુપ્તા બોબી દેઓલ સાથે રોમાન્સ કરતી જોવા મળે છે.
જોકે સીઝનમાં તેને કયો રોલ હશે તેના વિશે હજી સુધી ખુલાસો થયો નથી. સિરીઝનું ટ્રેલર લોકોને ખુબ પસંદ આવી રહ્યું છે. ટ્રેલર જોયા બાદ સીરીઝને લઈને લોકોમાં દિલચસ્પી વધી ગઈ છે. આશ્રમ 3 વેબ સિરીઝ 3 જૂનના રોજ રિલીઝ થશે પરંતુ વેબ સિરીઝ રિલીઝ થયા પહેલા જ ટ્રેલરમાં ઈશા ગુપ્તાએ એવા એવા સીન્સ બોબી દેઓલ સાથે શૂટ કરાવી લીધા કે ઇન્ટરનેટનો પારો વધારી દીધો.
ટ્રેલરમાં ઈશા ગુપ્તાએ બાબા નિરાલાનું પાત્ર ભજવતા બોબી દેઓલ સાથેના ઇન્ટીમેન્ટ સીનનો તડકો લગાવ્યો છે. ટ્રેલરમાં આ સીન્સની ઝલક જોઈને અંદાજ લગાવી શકાય છે કે આ વેબ સિરીઝમાં ઈશા ગુપ્તાએ ભરી ભરીને બોલ્ડ સીન આપ્યા છે. આ ટ્રેલરમાં ઈશા ગુપ્તાના કેટલાક ડાયલોગ્સ પણ છે જે આ ટ્રેલરને વધુ જબરદસ્ત બનાવી રહ્યા છે અને અભિનેત્રીને બોલ્ડ.
View this post on Instagram
આ ડાયલોગ્સ છે- ‘બાબા જી કી સદા હી જય હો, હું તમારી અંદરના ભગવાનને આખી દુનિયાની સામે બહાર નીકાળીને દેખાડીશ.’ આ ટ્રેલરમાં ઈશા ગુપ્તા સુંદર લાગી રહી છે. આવી સ્થિતિમાં ઈશા ગુપ્તાની સુંદરતા જોઈને ચાહકો દિવાના બની ગયા છે અને આ વેબ સિરીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ટ્રેલરમાં ઈશા ગુપ્તા પણ રિવિલિંગ કપડા પહેરેલી જોવા મળી હતી જેને જોઈને કહી શકાય કે ‘આશ્રમ 3’ને હિટ બનાવવા માટે દરેક પ્રકારના તડકાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.