નવા વર્ષ પર રોમેન્ટિક થઇ ઇમરાન હાશમીની અભિનેત્રી, બોયફ્રેન્ડને કરી લિપ કિસ- જુઓ રોમેન્ટિક તસવીરો

ઇમરાન હાશમી જોડે ખુબ રોમાન્સ કરનાર અભિનેત્રીએ બધી જ હદ પાર કરી નાખી…ફેન્સ ટગર ટગર જોતા જ રહી ગયા

બોલિવુડની બોલ્ડ અને બ્યુટીફૂલ અભિનેત્રી ઇશા ગુપ્તાના બધા અંદાજ અને બધી તસવીરો ચર્ચામાં રહે છે. અભિનેત્રીની ન્યુ યર સેલિબ્રેશનની બોલ્ડ અને રોમેન્ટિક તસવીરો લાઇમલાઇટમાં બનેલી છે. ઇશાએ નવા વર્ષનું સ્વાગત તેના બોયફ્રેન્ડ સાથે કર્યુ હતુ. જેની તસવીરો તેણે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.ન્યુ યર સેલિબ્રેશનની તસવીરોમાં ઇશા ગુપ્તા તેના બોયફ્રેન્ડ Manuel Campos Guallar સાથે રોમેન્ટટિક થતી જોવા મળી રહી છે.

ઇશા એક તસવીરમાં જયાં તેના બોયફ્રેન્ડની આંખોમાં પ્રેમથી જોઇ રહી છે તો બીજી તસવીરમાં તે તેના બોયફ્રેન્ડ સાથે લિપ લોક કરતી નજર આવી રહી છે. તસવીરોમાં ઇશા અને તેનો બોયફ્રેન્ડ બંને એકબીજા પર પ્રેમ લૂંટાવતા જોવા મળી રહ્યા છે. બંને ચાહકોને કપલ્સ ગોલ આપી રહ્યા છે. તસ્વીરોમાં ઈશાએ ફરી એકવાર તેના ખૂબસૂરત લુકથી ચાહકોને પ્રભાવિત કર્યા છે. ઈશા બ્રાઉન કલરના ડ્રેસમાં જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by F I L M Y F A M S (@filmyfams)

ઈશાએ ડીપ નેકલાઈન ડ્રેસ અને મેકઅપ સાથે તેના લુકને કંપલીટ કર્યો હતો. ઈશાનો ન્યૂ યર લૂક ખૂબ જ સુંદર હતો. ઇશા ગુપ્તાના નવા વર્ષની ઉજવણીની રોમેન્ટિક તસવીરો ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે. અભિનેત્રીની આ તસવીરો પર અત્યાર સુધીમાં લાખો લાઈક્સ આવી ચૂકી છે. ચાહકો કોમેન્ટ સેક્શનમાં હાર્ટ ઇમોજી સાથે કપલ પર તેમનો પ્રેમ વરસાવી રહ્યા છે અને તેમને નવા વર્ષની શુભકામનાઓ પણ આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by @eshagupta_life_

આ તસવીરો શેર કરતી વખતે ઈશાએ કેપ્શનમાં લખ્યું- ‘2022 તમારું અને મારું.’ ફેન્સ તેની આ તસવીરો પર ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. ઇશા ગુપ્તા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ્સ અને નિવેદનો માટે હેડલાઇન્સમાં રહેતી ઇશા ગુપ્તાએ તેના એક ઇન્ટરવ્યુમાં કાસ્ટિંગ કાઉચ વિશે નિવેદન આપ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by vinod (@vinodrsingh679)

તેણે કહ્યું હતું કે નિર્માતા સાથે સૂવાનો ઇનકાર કરવા બદલ તેને ફિલ્મમાંથી કાઢી મૂકવામાં આવી હતી. તેણે પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત ઈમરાન હાશ્મી સાથેની ફિલ્મ ‘જન્નત 2’થી કરી હતી. આ પછી તે ‘રુસ્તમ’, ‘પલટન’ અને ‘બાદશાહો’ જેવી ફિલ્મોમાં જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Esha Gupta (@egupta)

ઇશા ગુપ્તાએ વર્ષ 2020માં સ્પેનિશ બિઝનેસમેન બોયફ્રેન્ડ મેન્યુઅલ કેમ્પોસ ગુલર સાથેના તેના સંબંધોનો ખુલાસો કર્યો હતો અને તેની તસવીર શેર કરી હતી. જણાવી દઈએ કે ઈશા ગુપ્તાએ ઓગસ્ટ 2019માં પહેલીવાર મેન્યુઅલ કેમ્પોસ ગુલર સાથે તસવીરો શેર કરી હતી. ઈશા ગુપ્તા છેલ્લે 2019ની ફિલ્મ વન ડેઃ જસ્ટિસ ડિલિવર્ડમાં જોવા મળી હતી. હવે તે ફિલ્મ ‘દેશી મેજિક’ અને ફિલ્મ ‘હેરા ફેરી 3’માં જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Esha Gupta (@egupta)

ઇશા ગુપ્તાની સરખામણી ઘણીવાર હોલીવુડ અભિનેત્રી એન્જેલિના જોલી સાથે કરવામાં આવે છે. એન્જેલિના સાથેની તેની સરખામણી અંગે એક ઈન્ટરવ્યુમાં એશા ગુપ્તાએ કહ્યું હતું – સાચું કહું તો મેં આવું ક્યારેય જોયું નથી અને ન તો મને એવું લાગે છે. મેં થોડા દિવસો પહેલા એક કોલાજ જોયો હતો, જેમાં અમારા ફોટા હતા. એ વખતે ફોટો જોઈને મને લાગ્યું કે ઠીક હશે. મને હંમેશા લાગે છે કે હું મારી માતા જેવી દેખાઉં છું.

Shah Jina