બૉલીવુડ અભિનેત્રી ઈશા ગુપ્તા 5 જુલાઈના રોજ રિલીઝ થયેલી પોતાની ફિલ્મ ‘વન-ડે’ ને લઈને ખુબ જ ઉત્સાહિત રહી છે. આ ફિલ્મમાં ઈશા ગુપ્તા એક પોલીસ ઓફિસરની ભૂમિકા નિભાવતી નજરમાં આવી રહી છે. ઈશાની સાથે સાથે અનુપમ ખેર અને કુમુદ મિશ્રા પણ ફિલ્મમાં ખાસ કિરદારમાં જોવા મળી રહ્યા છે.ઈશા હવે પછી ‘દેસી મેજીક’ માં જોવા મળશે જે 6 ડિસેમ્બર 2019 ના રોજ રિલીઝ થઇ શકે તેમ છે.આ સિવાય ઈશા ગુપ્તા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ચલાવવામાં આવી રહેલા સ્વચ્છ ભારત મિશનમાં પણ યોગદાન આપી રહી છે.
એવામાં મુંબઈ શહેરના સમુદ્ર કિનારાઓને સાફ રાખવા માટેના અભિયાનનું 100 મું અઠવાડિયું પૂર્ણ થઇ ચૂક્યું છે અને તેનું જશ્ન પણ ખુબ ખાસ રહ્યું હતું એવામાં અભિનેત્રી ઈશા ગુપ્તા આ વખતે દાદરના સમુદ્ર કિનારાએ પહોંચીને સાફ સફાઈના અભિયાનમાં પોતાની ભાગીદારી આપતી જોવા મળી હતી.

મુંબઈમાં હાલના દિવસોમાં પર્યાવરણને લઈને સફાઇ અભિયાન ચાલવામાં આવી રહ્યું છે.જેમાં ઈશા ગુપ્તા અને નવેલી દેશમુખએ ભાગ લીધો હતો.બંને એ સાથે મળીને દરિયા કિનારાનો કચરો સાફ કર્યો હતો.ઈશાએ ક્લીન-અપ ડ્રાઇવથી તસ્વીરો અને વિડીયો પોસ્ટ કર્યા હતા. આ દરમિયાન ઈશા બ્લેક રંગના આઉટફિટમાં નજરમાં આવી હતી અને પોતાના વાળને બાંધી રાખ્યા હતા જ્યારે નવેલી દેશમુખ સફેદ રંગના ટીશર્ટ અને જીન્સમાં જોવા મળી હતી.
ઈશાની આ તસ્વીરોએ દરેક કોઇનુ દિલ જીતી લીધું છે. જણાવી દઈએ કે આ સિવાય સફાઈ અભિયાનમાં સાવધાન ઇન્ડિયાના શો ના હોસ્ટ સુશાંત સિંહે પણ ભાગ લીધો હતો. ઈશા ગુપ્તા મુંબઈના પર્યાવરણ અને જળ સંચય અભિયાન સાથે ઘણા સમયથી જોડાયેલી છે.પોતાના સોશિયલ મીડિયા પર પણ તે પર્યાવરણ સાથે જોડાયેલી બાબતો પર ચર્ચા કરતી રહે છે.

દાદરના સમુદ્ર તટ પર બીચ ક્લીન અપ અભિયાન પર પહોંચેલી ઈશાએ કહ્યું કે,”મૈં ઘણા લોકોને જોયા છે અને તેવા લોકોને હું ખુબ પ્રેમ કરું છું જેઓને એ અનુભવ થયો છે કે આ ગ્રહ આપણો પોતાનો છે અને આપણે તેને સ્વચ્છ રાખવું જોઈએ.જો આપણે સામુહિક રૂપથી સફાઈ શરૂ કરશું, તો મને વિશ્વાસ છે કે આપણે માત્ર મુંબઈ જ નહીં પણ પુરી પૃથ્વીને સાફ કરી શકશું.એક સારા કાલ માટે આપણે આપણા આજને સાફ-સુથરો રાખવો ખુબ જ જરૂરી છે”.
દરેક સ્વયંસેવી સંગઠન આગળના અમુક વર્ષોથી મુંબઈના સમુદ્ર તટોની સફાઈ દરેક રવિવારે કરે છે, આ પ્રયાસોમાં અત્યાર સુધી લગભગ 200 ટન કચરો મુંબઈના સમુદ્ર કિનારા પરથી હટાવવામાં આવી ચુક્યો છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks