મનોરંજન

ચોંકાવનારો ખુલાસો ‘પહેલી જ નજરે એવું લાગ્યું કે, તેને આંખોથી જ મારો બળાત્કાર કરી નાખ્યો’

પોતાની ફિલ્મ વન ડે: જસ્ટિસ ડિલિવર્ડની રિલીઝ બાદ બોલિવૂડ અભિનેત્રી એશા ગુપ્તા પોતાના મિત્રો સાથે પાર્ટી કરવા ગઈ હતી. એ પછી તેની સાથે જે થયું એ વાત તેને પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કરી છે, જે પછી સનસનાટી મચી ગઈ છે.

વાત એમ છે કે એશા ગુપ્તાએ પોતાના ટ્વીટર પર એક વ્યક્તિ પર આરોપ લગાવ્યા છે કે સિક્યોરિટી હોવા છતાં એ વ્યક્તિના કારણે તેને અસહજતા મહેસૂસ થઇ. ઈશા ગુપ્તાએ પોતાના ટ્વીટર પર આ વાતની સંપૂર્ણ જાણકારી આપી છે. જાણકારી અનુસાર, જયારે એશા દિલ્હીમાં કોઈ રેસ્ટોરન્ટમાં પોતાના મિત્રો સાથે ડિનર કરવા ગઈ હતી, ત્યારે ત્યાં હાજર એક હોટેલિયરે તેને ઘૂરવાનું શરુ કરી દીધું. એશા આ કારણે અસહજ મહેસૂસ કરવા લાગી અને આ વિશે તેને ટ્વિટર પર ટ્વીટ પણ કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Esha Gupta (@egupta) on

એશા ગુપ્તાએ ટ્વીટર પર લખ્યું, ‘જો મારા જેવી મહિલા પણ અસુરક્ષિત અનુભવી શકે છે તો પછી સામાન્ય છોકરીઓ તો કેવું મહેસૂસ કરતી હશે. બે સિક્યોરિટી ગાર્ડ મારી આસપાસ હોવા છતાં મને એવું લાગતું કહ્યું કે જાણે મારો રેપ થઇ રહ્યો છે. રોહિત વીજ તું ખૂબ જ ખરાબ છે.’


બીજી ટ્વીટમાં એશા ગુપ્તાએ લખ્યું, ‘રોહિત વીજ જેવા લોકોના કારણે જ સ્ત્રીઓ ક્યાંય પણ સુરક્ષિત મહેસૂસ નથી કરતી. તારું મારી આસપાસ હોવું અને ઘૂરવું જ પૂરતું છે.’

એશા ગુપ્તાએ રોહિતની તસ્વીર પણ પોસ્ટ કરી છે અને લખ્યું. ‘રોહિત વીજ – આ એ વ્યક્તિ છે કે જે વિચારે છે કે રાત આખી મહિલાઓને ઘૂરવું અને અસહજ કરવું ઓકે છે. આખી રાત ઘૂરતો રહ્યો, ન ચાહક હોવાના નાતે કે ન અભિનેત્રી હોવાના નાતે, પરંતુ ફક્ત એટલા જ માટે કારણ કે હું એક મહિલા છું. અમે ક્યાં સુરક્ષિત છીએ? સ્ત્રી હોવું શ્રાપ છે.’

આગળ ટ્વીટ કરતા એશાએ લખ્યું, ‘આ એક સેલેબ હોવાની વાત નથી. સામાન્ય છોકરીઓ કેવી હાલતમાંથી પસાર થતી હશે? કોઈ પણ પુરુષ કાનૂનથી ઉપર કઈ રીતે હોઇ શકે છે. હું ડિનર ખાઈ રહી હતી. એ ઘણીવાર બાદ આવ્યો અને મારા સામેવાળા ટેબલ પર આવીને બેસી ગયો. શા માટે એક પુરુષનું એવું વિચારવું ઓકે છે કે આ ઓકે છે.’

એશાના આ ટ્વીટ બાદ ઘણા લોકોની કૉમેન્ટ્સ આવી છે. ઘણા લોકોએ તો એશા ગુપ્તા પબ્લિસિટી માટે આવું કરું રહી હોવાનું કહીને પણ તેને ટ્રોલ કરી રહયા છે. પરંતુ આ લોકોને પણ એશાએ જવાબ આપ્યો છે. આવા લોકોને જવાબ આપતા મહિલાઓની સુરક્ષા પર સવાલ ઉઠાવ્યો છે. તેઓએ કહ્યું કે વાત એક સેલિબ્રિટીની નથી, કોઈ પોતાની જાતને કાનૂનથી મોટું કરી રીતે માની શકે છે. શું તમને લાગે છે કે મહિલાઓને કશે પણ સુરક્ષિત રહેવાનો અધિકાર નથી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks